________________
nonsen
યમ તત્વ પ્રકાશ 'વે તેના પૂર્વ ભવની હકીકત કહી સંભળાવી. જેની થોડી-- ઘણી હકીકત આપણે પૂર્વે કહી ગયા છીએ. અને અહીં પણ એ વાતને સંક્ષેપમાં રજૂ કરીશું.
લક્ષમીપુર નામના નગરમાં રામ, વામન અને સંગ્રામ નામના ત્રણ મિત્રે રહેતા હતા. એકદા તેઓ જંગલમાં ક્રિીડા કરવા ગયા હતા. ત્યાં તેમણે એક મુનિશ્રીને જોયા. જેમની આંખમાં કાંટો પડવાથી આંખમાંથી દડદડ પાણી ટપકી રહ્યું હતું. તે વખતે ત્રણે મિત્રએ મુનિની સેવા કરવાને વિચાર કર્યો.
તરત જ તેમને રામ નામને એક મિત્ર ઘડી બન્યો. બીજે વામન તેના ઉપર ચઢો અને ત્રીજા સંગ્રામે ટેકો આપે. વામને ચતુરાઈથી મુનિશ્રીની આંખમાંથી કાટ કાઢી નાંખે. મુનિ વેદના રહિત બન્યા. જેથી ત્રણ મિત્રને ઘણે આનંદ થયો.
ત્યાર બાદ શમ અને વામન કેક મશ્કરીમાં ચઢયા. રામે કહ્યું. મુનિની ભક્તિનું ફળ મને તે તરત જ મળ્યું અને હું તત્કાળ જાનવર બન્યા. આ કમના પરિણામે રામ બીજા જન્મમાં હાથી બને છે પણ સાથે સાથે મુનિની સેવાભક્તિ કરી હતી તેથી તે પુણ્યશાળી અને અવધિજ્ઞાની થયે. એજ હાથી તપન રાજાને મળે છે અને ભીંત પર લૈક લખે છે અને એની સહાયથી જ પુણ્યાઢય રાજાને નિષ્કટક મહાન રાજ્ય મળે છે, જેનું વર્ણન આપણે પર્વે કરી ગયા છીએ. સંગ્રામને પણ મુનિની સેવાના પ્રભાવે નિષ્કટક રાજ્યઋદ્ધિ મળી, અને તે તપન નામને રાજા થયા.