________________
બાજપાન અાગણેશ
દેવેન્દ્રપણું યાને ઇન્દ્રપણુ, ચક્રવર્તીપણુ, તીર્થંકર પરથી અને ભાવિત અણગાર આદિ ભાવે સિવાય આત્માએ અનતી. વાર બધી વસ્તુ પ્રાપ્ત કરી છે છતાં ક્યાંય તેને તૃપ્તિ થઈ નથી અસંખ્યાતકાળ સુધી દેવતાઈ ભેગો ભોગવ્યા છતાં ત્યાંય તેને તૃપ્તિ થઈ નથી તે આ નાનકડા મનુષ્યજીવનમાં શું તૃપ્તિ થવાની છે? માટે હે મહાનુભાવે ! ચેતે ! જાગે ! અને પ્રગતિના પંથે પ્રયાણ કરે.
આવી સભર સુંદર સામગ્રી મળવા છતાં જે એને એને ગુમાવીશું, પછી કરીશું, પછી કરીશું પણ કાલ કોણે દીઠી છે. કાળરાજા અચાનક કળીએ કરી જશે ત્યારે તારી શી દશા થશે! કાળરાજાના પંજામાંથી કોઈ બચ્યું નથી. આગમશાસ પિોકારીને કહે છે કે
તાજા રાણા કુળો ઘણો જેવા ઘણા I संहरिया हवविहिणा सेसजीवेसु का गणना ॥
અરે ખુદ તીર્થકર રે, ગણધર ભગવતે, ઈન્દ્રો, ચકવતીઓ, બળદે અને વાસુદેવ આવા મહાન બળવાન આત્માઓને પણ કાળરાજાએ છોડ્યા નથી તે આપણું શું ગજું? માટે ધર્મની આરાધના કરી આત્માને નિર્મળ અને વિમળ બનાવવા માટે અહર્નિશ પ્રયત્નશીલ રહેવું જોઈએ.
દેશના પૂર્ણ થયા બાદ શ્રી પુણ્યાય નૃપતિએ ગુરુ મહારાજને કહ્યું. “ગુરુદેવ! મેં પૂર્વભવે એકી સાથે શું ધર્માધમ કર્યો હશે! જેથી આ ભવમાં મહાન રાજ્ય અને બીજી તરફ શરીરે પાંગળાપણુ પામે?” પુણ્યાઢય નૃપતિના પ્રશ્નમાં ગુરૂ
૨૧