________________
૨૫
ધર્મ તંત્યપ્રકાશ
સુશન છે, આ વાચા સાંભળતાં અર્જુનમાળીએ કહ્યુ' મને પશુ સાથે લઈ જઈ ભગવાનના દર્શન કરાવા સુઇન શેઠે કહ્યું ભલે ચાલા. ખન્ને જણા પ્રભુના દર્શને ગયા, ભક્તિભાવ ભર્યાં હૈયે ભગવાનને 'દના કરી યથાસ્થાને બેઠા. પ્રભુ મહાવીરની અમાઘ દેશના શ્રવણ કરતાં અર્જુનમાળીના હૈયામાં અનેરા ભાવ જાગ્યા, અને પાપના પશ્ચાત્તાપથી એના અંતરમાં અનાખી વેદના થવા માંડી.
તેને પાપની શુદ્ધિ માટે અને આત્માના ઉદ્ધાર માટે ભગવાન મહાવીર પાસે દીક્ષાની માંગણી કરી. ભગવાને અર્જુનમાળીને દીક્ષા આપી. દીક્ષા લીધા પછી તેણે ચાર તપશ્ચર્યા આદરી છઠના પારણે છઠે કરવા લાગ્યા. છઠના પારણે નગરમાં ગેચરી લેવા જતા લેાકેા તેમને કડવા વેણુ સભળાવે છે, ગાળાના વરસાદ વરસાવે છે, કાઇ થૂંકે છે, કોઇ ઇંટ પત્થર ને લાકડીથી પ્રહાર કરે છે, છતાં ભગવાન મહાવીર દેવની વાણીના અમીપાન કરી નિજના પાપ પખાળવા માટે સુનિ અર્જુનમાળી સમતાભાવ રાખે છે. કેાઈના ઉપર લેશ પણ દ્વેષ કે રાષ કરતા નથી. આમ ૧-૨ દિવસ નહિ, મહિનાએ સુધી અપુત્ર સમતાભાવ રાખે છે. પાપને પશ્ચાત્તાપ કરે છે અને તે તેઓ કેવળજ્ઞાન પામે છે અને નિર્વાણ પામે છે.
આવા અર્જુનમાળી જેવા ભયકર પાપાત્મા, ક્રૂર અને હિ'સક આત્મા પણ તે જ જન્મમાં આરાધનાના બળે, ધર્માંના પ્રભાવે સકળ કર્મોના ક્ષય કરી માક્ષમાં સીધાવે છે. આરાધનાનું આ અપુત્ર ફળ છે. માટે શકય તેટલી આરાધના કરી આપણે પણ જીવનને અજવાળવાનુ છે,