________________
૧૪
. વ્યાખ્યાન તેરમું
પ્રેમ ઓછો હોય એને એના કરતા ધર્મ ઉપર પ્રેમ વધારે હોય?
આપણા હૃદયમાં પૈસાની કિંમત છે તેથી તેના માટે આપણે તનતોડ પ્રયત્ન કરીએ છીએ, તેના માટે રાત કે દિવસ જેતા નથી તડકો છાયડે જોતા નથી, ભૂખ તરસને ગણકારતા નથી. શરીરની પણ દરકાર રાખતા નથી, બાળ બચ્ચાને પણ સંભાળતા નથી, પૈસા-પૈસા માટે પરમાત્માની સેગન ખાવા તૈયાર થઈએ છીએ. હિંસા અને જુઠ જેવા પાપ આચરવા તૈયાર થઈએ છીએ, ચેરી, અનીતિ અને અપ્રમાણિકતા જેવા અધમ કૃત્ય આચરતા અચકાતા નથી મા માટે લડાઈ-ઝગડા કરવા તૈયાર, વેર-ઝેર વધારવા તેયાર, કલેશ અને કંકાસ કરવા તૈયાર, દેશ દેશાવર ખેડવા તૈયાર, પૈસા માટે પ્યારી પત્નીને વિગ સહન કરવા તૈયાર, અને કેની ગુલામી કરવા તૈયાર, વિશ્વાસઘાત કરવા તૈયાર, બીજાના ગળા ફેંસવા તૈયાર, બીજાને ઠગવા, છેતરપીંડી કરવા અને કૂડ કપટ કરવા તૈયાર, પૈસાની ખાતર પતિ પત્ની વચ્ચે, ભાઈ ભાઈ વચ્ચે, ભાઈ-ભગિની વચ્ચે, પિતા-પુત્ર વચ્ચે અને શેઠ અને નેકર વચ્ચે લડાઈ ઝગડા થાય છે. મતલબ પૈસા માટે માણસ સર્વસ્વ સમર્પણ કરવા તૈયાર થાય છે, કારણ કે માણસને પૈસા ઉપર પ્રેમ છે. એટલે જ પેસે મારો પરમેશ્વર” જેવા સૂત્રે પ્રચલિત થયા. કવિઓ પણ કહે છે કે –
टका धर्मटका कर्म टका हि परमं पदम् । વાઘા પહે લઇ નારણ શુ ત ર ઢારે