________________
SR
$ વ્યાખ્યાન તેરમું છું
,
“ધ મંગલ મુઠિ ” એ ગાથા ઉપર “ધર્મની મહેતા”ને વિષય ચાલી રહ્યો છે. ગત વ્યાખ્યાનમાં ધર્મની કિંમત અને ધર્મનું સ્થાન સર્વોપરિ છે એ વાત રજુ કરવામાં આવી છે. ધર્મનું સ્થાન સર્વોપરિ છે એ વાત સાચી, પરંતુ આપણા હૃદયમાં એનું સ્થાન કયાં છે? અને આપણને એનું મહત્વ કેટલું છે? જગતમાં ધન, માલ, મીકત, પુત્ર, પુત્રી અને પત્ની આદિ અનેક વસ્તુઓ છે આપણને જેટલી કિંમત આ બધી વસ્તુઓની છે, તેટલી કિંમત ધમની નથી, દુન્યવી. પદાર્થો કરતા ધર્મ ઉપર જે વધારે પ્રેમ હોત તો તે ધર્મના માટે માણસ સર્વસ્વ સમર્પણ કરવા તૈયાર થાય એ સ્વાભાવિક છે, પણ વાસ્તવમાં ધન દૌલત આદિ પાર્થિવ પદાર્થની જેટલી કિંમત છે તેટલી કિંમત ધર્મની નથી એ વાત દીવા જેવી સ્પષ્ટ છે, એનું મૂખ્ય કારણ એ છે કે- ધર્મ એ સર્વોપરિ છે એ વાત આપણા હદયમાં ઠસી નથી, એ વાત આપણને રૂચી નથી અને એ વાત આપણે સમજ્યા નથી એટલું જ નહિ પરંતુ એ વસ્તુ સમજવાની જિજ્ઞાસા પણ નથી.
ત્યારે સહેજે પ્રશ્ન થશે કે જે અમારા હૃદયમાં ધર્મની કિંમત ન હોય તે શા માટે અમે પૂજા-પાઠ, તપ-જપ આદિ ક્રિયાઓ આચરીએ છીએ.