________________
વ્યાખ્યાન નવમું
જાવ જલદી જાવ. નગરના ખૂણે ખાંચરેથી મોટા મોટા વૈદ્યોને બોલાવી લો. હોંશિયાર વૈો એકઠા થયા ઔષધોપચાર કરવામાં આવ્યા. પાણીની માફક પૈસા ખરચતા પણ એક પણ રોગ મચ્યો નહિ. સેવામાં સૌ કેઈ હાજર હજૂર હતા, છતાં તેમાંનું કેઈ તેમને શાંતિ આપી શકયું નહિ. સૌ ટગર ટગર જોતાં જ રહ્યા. નંદ મણિયારના દુખને કઈ પાર ન રહ્યો. ત્યારે શેઠે નગરમાં ઢંઢેરો પીટાવ્યું કે કોઈ પણ વૈત કે વૈદ્ય પુત્ર નંદ મણિયારના એક પણ રોગને મટાડશે, અથવા રોગનું શમન કરશે તેને નંદ મણિયાર ખૂબ ધનસંપત્તિ આપશે. વારંવાર આ રીતે નગરમાં ઢઢે રે પીટાય છે.
આ ઢઢે સાંભળીને ઘણા કુશળ વિદ્યા અને વૈદ્ય પુત્ર પિતાપિતાની દવાની સામગ્રી અને ઓપરેશન કરવા માટે શસ્ત્ર વગેરે લઈ, નંદ મણિયારના આંગણે આવી શકે છે. ના મણિયારનું શરીર તપાસે છે, રોગનું નિદાન કરે છે, વિવિધ ઔષધે આપે છે, શરીરે લેપ કરે છે. સિનગ્ધ વસ્તુઓનું પાન કરાવે છે, ઉલટી કરાવે છે. જુલાબ આપે છે, શેક કરે છે, પરસેવે કાઢે છે, બસ્તીકર્મ કરે છે. વિવિધ ઔષધોપચાર કરવામાં આવે છે, વૃક્ષના પાંદડાઓ, ફળ, કંદ, મૂળ, છાલ, વેલડી ફળ અને ફૂલ વિગેરે અનેકવિધ ઔષધિઓ આપવામાં આવે છે. બધાય વૈદ્યો ભેગા મળી સલાહ-સૂચન મુજબ વિવિધ ઔષધોપચાર કરવા છતાં નંદ મણિયારને એક પણ રોગ ઓછો થતું નથી, એકેય રોગનું શમન થતું નથી, ત્યારે બધાય વૈદ્ય નિરાશ વદને ત્યાંથી પાછા ફરે છે. નંદ મણિયાર પણ ટગર ટગર જેતે જ રહ્યો, એ ભારે ઉત્પાંત કરે છે,