________________
૭૨
ધર્મ તત્વ પ્રકાશ
* *
*
આ રીતે માનનાર પણ મિથ્યાદ્રષ્ટિ છે. શાસ્ત્રોમાં આ વિષયની વિશદ્ ચર્ચા કરવામાં આવી છે.
તાત્પર્ય એ છે કે બધા તીર્થકરેને પરમાત્મા માનનારે અને બધા સુસાધુઓને ગુરુ માનનારો અને શ્રી જીનેશ્વર દેવના ઉપદેશને સત્ય માનનાર એ સમકિત દ્રષ્ટિ છે અને એવા સમકિત દ્રષ્ટિથી શુદ્ધભાવથી કરાયેલી સિદ્ધાંત મુજબની ધર્મક્રિયા કરનાર આરાધક કેટિમાં ગણાય છે. વિધુતપ્રભાનું વર્ણન
પૂર્વજન્મમાં ધર્મની આરાધના કરવાથી વિદ્યુતપ્રજાને આ જન્મમાં કેવા સુખે મળે છે, એનું વર્ણન ચાલી રહ્યું છે. વિદ્યુતપ્રભા પિતા રાજાની પાસે આવે છે, રાજાની માંગણથી વિદ્યુતપ્રભાને પિતા પોતાની પુત્રીને રાજા સાથે પરણાવે છે, રાજા તેના પિતાને બાર ગામ ભેટમાં આપે છે, વિદ્યુતપ્રભા રાજાની રાણી બની. ધમને કે અજબ પ્રભાવ છે કે એક વખત જંગલમાં ગાયે અને ભેંશે ચરાવનારી છોકરી પણ દેશાધિપતિ મેટા રાજાની રાણી બને છે. - રાજાએ વિદ્યુતપ્રભાનું બીજું નામ આરામશોભા રાખ્યું, ત્યારથી સૌ તેને આરામશોભાના નામથી બોલાવવા લાગ્યા. મહારાજા વિદ્યુતપ્રભાને લઈને પોતાની રાજધાની પાટલીપુર પ્રતિ પ્રયાણ કરે છે. બગીચે પણ દેવી પ્રભાવથી તેના મસ્તક પર સાથે સાથે જ આવે છે, મહારાજા થોડાક દિવસમાં પિતાના વિજયી સન્ય સાથે પોતાની રાજધાનીમાં આરામશોભાની સાથે ઠાઠમાથી પ્રવેશ કરે છે,