________________
વ્યાખ્યાન સાતમું
૭૧
તેમનું ફક્ત એક જ વચન ન માને, અને એક વચન પણ જે ઉત્થાપે છે તે સમકિત દ્રષ્ટિ નથી પણ મિથ્યાદ્રષ્ટિ છે.
જેમકે જમાલી એ ભગવાનના જમાઈ હતા, પાંચ શિના ગુરુ હતા, તે ભગવાનના બધા વચનને માનતા હતા, પરંતુ “કડે માણે કડે” આ એક જ વચનને માનતા ન હેવાના કારણે તે મિથ્યાદ્રષ્ટિ કહેવાયા, માખીની પાંખ પણ દુભાવતા નહતા એવું ઉચ્ચ કોટિતું જેનું ચારિત્ર હતું, છતાં ભગવાનનાં એક જ વચનને ન માનવાથી તે નિન્દવ કહેવાયા, મિથ્યાદ્રષ્ટિ કહેવાયા સમજાવા છતાં જ્યારે ન સમજ્યા ત્યારે શ્રી ગૌતમસ્વામી ભગવાને તેમને ભગવાનની અનુમતિથી સંઘ બહાર કરી દીધા અને આ ઉત્સુત્ર ભાષણના કારણે એમને ઘણે રાસાર વધી ગયે. એટલા માટે જ શાસ્ત્રકાર મહર્ષિએ કહ્યું છે કે-સિદ્ધાંતના એક સૂત્ર યા એક અક્ષરને પણ ઉત્થાપનાર તે મિસ્યાદ્રષ્ટિ છે.
એવા ઉસૂત્રભાષીનું ગમે તેટલું સુંદર ચારિત્ર હોય, ગમે તેટલે ત્યાગ અને તપ કરતો હોય, તેને એ ત્યાગ અને તપ દ્રવ્યત્યાગ અને દ્રવ્યતપ કહેવાય છે, કારણ કે સમકિત વિહુણ સર્વકિયા એ બધી દ્રવ્ય ક્રિયામાં ગણાય છે, એ ભાવકિયા નથી, તેવી જ રીતે સિદ્ધાંત મુજબની પ્રરૂપણા કરનારા પંચમહાવ્રતધારી જેટલા સાધુ ભગવતે છે તે બધા જ આપણા ગુરુ છે, તેમાં એકને માનવા અને બીજાને ન માનવા, એકને સુગુરુ માનવા અને બીજાને સુગુરુ ન માનવા,