________________
સિદ્ધિઓ પ્રાપ્ત થાય છે. પરંતુ સંસારી જીવથી આ અભ્યાસ સારી રીતે થઈ શકતો નથી કેમ કે આ વિષય કઠિન છે. વળી એમાં અનેક પ્રકારના સાધનોની આવશ્યકતા રહે છે. આ વિષયના ગ્રંથોમાં આ કઠિન વિષયનું સંક્ષેપમાં વર્ણન છે તેથી સાધારણ માનવથી એ વિષય સમજી શકાતો નથી આ વિષયના જાણકાર યોગીપુરુષો વિરલ છે તેથી ઓછી જાણકારીને લીધે લાભને બદલે ઊલટું હાનિ થવાની સંભાવના રહે છે. આ વિદ્યાનો અભ્યાસ આ ભવમાં તેમ જ પરભવમાં પણ હિતકારી છે અને આત્મકલ્યાણને પ્રાપ્ત કરાવનાર છે.
પ્રશ્નોત્તર રત્નમાલા – એમાં દેવ, ધર્મ-ગુરુ, સુખ, દુઃખ, જ્ઞાન-અજ્ઞાન, જીવ-અજીવ, પુણ્ય-પાપ (નવતત્ત્વ), ચતુરમૂરખ પુરુષની વ્યાખ્યા, ચપળ ચંચળ કોણ? ચિત્રાવેલી ક્યાં છે? શું સાધવાથી દુઃખ જાય? કાન આંખ હાથ હથેળી હૃદય ગળુ એનું મંડન કયા છે? પાપ, રોગ, અને દુઃખનું કારણ શું છે? પવિત્રતા અને અપવિત્રતા, અમૃત અને વિષ ક્યાં છે? સુસંગ અને કુસંગ કયા છે? વગેરે અનેક પ્રશ્નોના ઉત્તર એમાં મળે છે. કુલ ૧૧૪ પ્રશ્નોને ૧૬ દેહામાં વણી લીધા છે તેમના જ્ઞાનના ઊંડાણનો પરિચય તેમના વિસ્તૃત, સરળ અને સ્પષ્ટ ઉત્તરોમાં થાય છે. ઉત્તરો ચોપાઈ સ્વરૂપમાં ૩૮ રચનાઓમાં છે.
અરિહંત નિરાગી છે. દયાનું મૂળ પવિત્ર ધર્મ છે. ગુરુનો ઉપદેશ હિત સાધવા માટે હોય છે. જગતમાં જ ઉદાસીનતા, સુખદુઃખ, આશા-નિરાશા બેઉ છે. જન્મમરણ જેવું બીજું કોઈ દુઃખ નથી આત્મબોધ અને જ્ઞાન હિતકારી છે. સંસારમાં ભ્રમણ એ અજ્ઞાન છે. ચિત્તની ચંચળતાને રોકવી એ ધ્યાન છે. ચિત્તની ચંચળતા રોકી જ્ઞાની થવાથી સંસાર ભ્રમણમાંથી મુક્તિ મળે છે. ભવ્યતા પામવી એ મહા માન છે અભવ્ય ત્રિભુવન અપમાન છે. જીવનું લક્ષણ ચેતન છે. ચેતન વિનાની વસ્તુ અજીવ છે. પરોપકાર પુણ્ય છે, પરપીડા પરનિંદા પાપ છે. આસવ એટલે કર્મ આગમન, સંવર એટલે કર્મનો વિરોધ. હંસ જેવી નિર્મલતા હોય ત્યાં નિર્જરા હોય. વેદ, ભેદ, બંધન, દુખરૂપ બંધનોનો અભાવ તે મોક્ષ. પરિણતિ મમતા, હય, સ્વસ્વભાવ, જ્ઞાન, આ આત્માના ગુણો સુખકારી છે. પરમ બોધથી મિત્યાત્વ રૂંધી આત્મહિતની ચિંતા કરવી સુવિવેક છે. એનાથી વિરોધી જડતા. અવિવેક છે. પરભવનો સાધક ચતુર કહેવાય છે.
મૂર્ખ કર્મબંધ બાંધે છે. ત્યાગી રાજપદ પામે છે. લોભી ગરીબ કહેવાય છે કેમ કે લોભીને સદા ઓછું જ પડે છે. એ અસંતોષી હોવાથી એની માંગ પૂર્ણ થતી જ નથી. ઉત્તમ ગુણોનો રાગી ગુણવંત છે તે ભવોનો અંત આણે છે. જોગી જે મન ઇન્દ્રિયને જીતે છે, સમતા રસ સાધે છે એ સંત, અભિમાન તજે એ મહાપુરુષ, અવિવેકી નર પશુ સમાન છે, આત્મજ્ઞાની માનવ છે, દિવ્યદૃષ્ટિ ધારે તે જિનદેવ, જે બ્રહ્મને જાણે તે બ્રાહ્મણ, ક્ષત્રિય જે કર્મના દુશ્મનને વશમાં આણે, વૈશ્ય જે વૃદ્ધિ કરે, શુદ્ર જેને ભદ્ર અભદ્ર બધું ભાવે. અસ્થિર એ સંસારી
૪૬ + ૧લ્મી અને ૨૦મી સદીના જૈન સાહિત્યનાં અક્ષર-આરાધકો