________________
છે એમાં વિદ્યાનો ન્યાય માર્ગે ઉપયોગ કરવાનું સૂચન છે.
સ્વરોદય શબ્દનો અર્થ શ્વાસનું કાઢવું એટલે પ્રાણાયામના ઉચ્ચ પ્રકારની યોગસાધના દ્વારા સિદ્ધિ પ્રાપ્ત કરવી એનું જ્ઞાન છે. ઉત્તમ પુરુષો ભૂત, ભવિષ્ય, વર્તમાન કાળની વાત જાણી શકે છે. કાળ જ્ઞાન જાણવાની સરસ રીત તે સ્વરોદય જ્ઞાન છે. તેનાથી કોઈ સાધન વગર મનુષ્ય કાળજ્ઞાન જાણી શકે છે. આ જ્ઞાન પૂર્વના યોગીશ્વરોએ શોધન કરીને સિદ્ધ કરેલ છે. માત્ર મનુષ્ય પોતાના પ્રમાદવશ જ્ઞાનથી અજાણ રહી અંધની માફક ફર્યાં કરે છે. સ્વરોદયનો સ્પષ્ટ અર્થ પવનનું પ્રગટ થવાપણું સ્વર + ઉદય છે. આ શરીરમાં પાંચ પ્રકારના વાયુ છે અને નીકળવાના મુખ્ય રસ્તા બે છે. તે કેવી રીતે ? કયા સમયે અને કયા સ્થળેથી નીકળે તો શું થાય તેનું જ્ઞાન સ્વરોદય જ્ઞાન છે.
સ્થિર ચિત્તે એકાંતમાં બેસી શુભ ભાવથી દેવનું સ્મરણ કરી સ્વર જુઓ અને સ્વરોદયના જ્ઞાન પ્રમાણે કાર્યો કરવાથી સિદ્ધિ પ્રાપ્ત થાય છે. આ જ્ઞાનનો નિંદિત કાર્યમાં ઉપયોગ કરવાથી ઊલટું અને અનિષ્ટ પરિણામ આવે છે. પવિત્ર અને આત્માનું કલ્યાણ કરી અવિનાશી પદને પ્રાપ્ત કરતા શ્રી જિનેન્દ્રદેવ અને ગણધર મહારાજ એ વિદ્યામાં પૂરા જ્ઞાતા હતા અને પ્રાણાયામ આદિ સર્વ અંગઉપાંગને સારી રીતે જાણતા હતા. ભદ્રબાહુ સ્વામી ચૌદપૂર્વનું અંતર્મુહૂર્તમાં પર્યાલોચન કરી જવા માટે મહાપ્રાણધ્યાનની સાધના કરતા હતા. જૈનાચાર્ય શ્રી હેમચંદ્રસૂરિ તથા આચાર્ય જિનદત્તસૂરિ આ વિદ્યાના પૂરેપૂરા અભ્યાસી હતા. ત્યાર પછી સો બસો વર્ષ અગાઉ શ્રી આનંદઘનજી, ચિદાનંદજી મ., જ્ઞાનસારજી મ. તથા યશોવિજ્યજી વગેરેના ગ્રંથો પરથી જણાય છે કે આત્માનું કલ્યાણ કરવા માટે પૂર્વકાળમાં મુનિઓ યોગાભ્યાસની ક્રિયા બહુ સારી રીતે કરતા હતા. પરંતુ વર્તમાન કાળમાં મંદતા નજરે ચડે છે, કારણ શરીરની શક્તિ ઘટી છે. સાધુઓ પુસ્તકો એકત્ર કરવામાં, પોતાનું માન મહત્ત્વ વધારવામાં, સાધુપણું સમજવા લાગ્યા છે. શિષ્યોના લોભે પોતાનો પંજો તેમના તરફ લંબાવ્યો છે તેથી સ્વરોદય જ્ઞાનના અભ્યાસી બની શકતા નથી કેમ કે આ જ્ઞાન નિર્લોભી અને આત્મજ્ઞાનીનું છે. યોગની સાધના અને ધ્યાનના અભ્યાસથી આત્મકલ્યાણ થઈ શકે. ધ્યાન સમાધિ એ મોક્ષનું અંતિમ ચરણ છે. કેટલાક સાધુ આત્મકલ્યાણનો માર્ગ છોડી અજ્ઞાની સંસ્કારી મનુષ્યો પર ઢોંગ અને દંભ દ્વારા સાધુપણાની છાપ બેસાડવા જાય છે. જ્યારે ચિદાનંદજી લોકપરિચયથી દૂર રહેતા. દંભ, માન કીર્તિ પામવાની લાલચથી તેઓ કોષો દૂર હતા.
પ્રાણાયામ યોગની દશ ભૂમિકા છે તેમાં પ્રથમ ભૂમિકા સ્વરોદયજ્ઞાનની છે. એના અભ્યાસ દ્વારા મોટા મોટા ગુપ્ત ભેદોને પણ મનુષ્ય સુગમતાપૂર્વક જાણી શકે છે. ઘણા વ્યાધિનું નિવારણ કરી શકે છે એમાં ફક્ત શ્વાસની ઓળખાણ *રાવવામાં આવે છે. નાક ૫૨ હાથને રાખતા જ નાડીનું જ્ઞાન થવાથી તેનો અભ્યાસી ગુપ્ત વાતોનું રહસ્ય ચિત્રની માફક જાણી શકે છે. એના જ્ઞાનથી અનેક પ્રકારની
પ.પૂ. ચિદાનંદજી મ.સા. ૧ ૪૫