________________
કાલ કાલ તુ ક્યા કરે મૂરખ, નાહી ભરોસા પલ એકકા હી,
ગાલિ છિન ભર નાહી રહા તુમ, શિરપર ઘૂમે તેરે કાલ અરી.” ચિદાનંદજીએ આપણી અનિગ્રહીત ઇન્દ્રિયોનો નિગ્રહ કરવા અને જેમ બને તેમ વિષયવાસનાને હઠાવવા અનેક લાલિત્ય પદોમાં બોધ આપેલો છે. એમનાં વાક્યો, પદો, શબ્દો અને અક્ષરોનો આત્મા રસથી ભરપૂર હોય છે. જે શ્રોતાગણને રસતરબોળ કરી મૂકે તે કાવ્યપ્રભુ સાથે પ્રીત બાંધવામાં ઉચ્ચ ભાવભર્યા મધુર શબ્દોથી લવચીક સ્તવનો પ્રેમના પ્રતીક સમા છે, જે વારંવાર વાંચવાનું ને એમાં ડૂબી જવાનું મન થાય. ધર્મની ભાષામાં મધુરતા હોવી જરૂરી છે, ધમકીભર્યા શબ્દો નહીં. જેમ કે રાત્રિભોજન નરકનો નેશનલ હાઈવે, મહાપાપ, સૂર્યાસ્ત પછી ખાનાર નરરાક્ષસ છે, માંસભક્ષી છે, પાણી પીનાર લોહી પીનાર છે, નરકગામી જીવ છે, તિર્યંચગતિમાં જાય, લોહીમાંસ ખાવાની કડવી ભાષા કલ્પનાઓ જ સંહારક છે. ધર્મની ભાષા નિર્મળ પ્રેમળ હોવી જોઈએ સોટી વાગે ચમચમ ને વિદ્યા આવે ઝમઝમ જેવી નહીં.
પદ ૭૧
ક્યા તેરા ક્યા મેરા પ્યારે, સહુ પડાઈ રહેગા, પછી આપ ફિરત ચિહુ દિશથી, તરુવર રેન બસેરા. સહુ આપણે આપણે મારગ ને, હોત ભોરકી વેરા, ઈન્દ્રજાળ ગંધર્વ નગર સમ, ડેઢ દિનકા ઘેરા. સુપન પદારથ નયન ખુલ્યા જીમ, જરત ની બહુવિધ હે, રવિસુત (કાળ) ફરત શીશ પર તેરે, નિશદિન છાના ફેરા.
ચેત શકે તો ચેત ચિદાનંદ સમજ શબ્દ એ ફેરા.” જીવનનો મર્મ, જીવવાની રાહ જીવનની વ્યાખ્યા, તર્ક તત્ત્વ અહીં સમજાવ્યા છે. એમની આ અલંકૃત ભાષાશૈલી ફરી ફરી વાંચવા લલચાવે છે. તેઓ કહે છે તારું મારું શું કરે છે અંતે બધું અહીં જ રહી જવાનું છે.
મનથી માનેલું કે આ બધા છે મારા, સ્વાર્થ વિના કોઈ પ્રીત કરતું નથી રે, કોઈ કોઈનું નથી રે ભાઈ કોઈનું નથી,
તું મારે છે નાહક ફાં તારું કોઈ નથી.” પક્ષીઓ વૃક્ષ પર રાત્રિયાસો કરે છે અને પહોર ફાટતાં પોતપોતાને રસ્તે ચાલી જાય છે. માનવને પણ મુસાફરની ઉપમા આપી છે. ને આ ભવને મુસાફરખાનું કચ્યું છે એમ ચિદાનંદજીએ મનુષ્ય ભવને ઈન્દ્રજાળ, ગંધર્વનગરની જેમ દોઢ દિવસનો વાસ કહ્યો છે. જે સ્વપ્ન પદાર્થની જેમ નીંદર ઊડતાની સાથે ઊડી જશે, જડશે નહીં. તું ચાલી જઈશ એ પદાર્થ અહીં જ રહેશે. જીવનનું
પ.પૂ. ચિદાનંદજી મ.સા. + ૩૯