________________
કુમતા વશ મન વક્રતુરંગ જિન ગ્રહી વિકલ્પ મગમાંહી અડે રે પદ ૪૬
અનુભવ ચિત્ત મિલાય છે, મોકુ શ્યામસુંદર વર મેરા રે. શિયળ ફાગ પિયા સંગ રમૂંગી, ગુણ માનુગી મૈ તેરા રે. જ્ઞાન ગુલાલ પ્રેમ પિચકારી, શુચિ શ્રદ્ધા રંગ મેરા રે. પંચ મિથ્યાત્વ નિવાર ધરૂગી મે સંવર વેશ ભૂલેરા રે.
ચિદાનંદ ઐસી હોરી ખેલત બહુરિ ન હોય ભવ ફેરા રે.'
અહીં ચેતનરૂપ આત્મા સ્વામીને મળી શ્રદ્ધાના રાગના શિયળરૂપ ફાગ હોળી રમવાની કલ્પના કરી છે. જેમાં પાંચ પ્રકારના અશુભ, મિથ્યાત્વ તજી શુદ્ધ સંવર ચરિત્રનું રૂપ ધારણ કરવાની કલ્પના કરે છે જેથી ભવના ફેરા રહે નહીં. આ નાનકડા પદમાં જ્ઞાની આત્મા કેવી હોરી ખેલે તેનું સ્વરૂપ બતાવ્યું છે. શિયાળ રૂપ ફાગ, જ્ઞાનરૂપ ગુલાલ, પ્રેમરૂપ પિચકારી તેમાં શુચિ, શ્રદ્ધા, રૂપ-રંગથી સંવર રૂપ સુંદર વેશ, અને તજેલ મિથ્યાત્વ રૂપ આ પ્રકારની હોળી રમનાર આત્મા ટૂંક સમયમાં સિદ્ધિ પામી શકે છે. પદ ૪૭માં સુમતિ તેની સખીને કહે છે,
વિશુદ્ધ આત્મા સહજ શ્યામ ઘર આયે સખી, ભેદ જ્ઞાન કુંજગલનમાં રંગ રચાઓરી. શુદ્ધ શ્રદ્ધાન સુરંગ ફૂલકે મંડપ છાઓરી, વાસ ચંદન શુભ ભાવ અરગની અંગ લગાઓરી.
અનુભવ પ્રેમપિયાલે પ્યારી ભરભર પાઓરી. આત્માને શુદ્ધતાના રંગે રંગવાની કેટલી સુંદર કલ્પના છે. સુમતિ કહે છે તમે આદિમાં હોરી ગાઓ શુદ્ધ જ્ઞાનરૂપી કુંજની ગલીમાં અનેક પ્રકારના રંગ રચાઓ. સુંદર ફૂલોના મંડપ બંધાવો. સુવાસિત ચંદન અને શુદ્ધ ભાવરૂપ અરગ અત્તર આદિ દ્રવ્યો પ્રીતમને લગાઓ, વિલેપન કરો. અનુભવ જ્ઞાન રૂપ રસ, પ્રેમરૂપ પ્યાલામાં ભરીભરી મારા કંથ આત્માને પાઓ પછી રસના મેવા હળીમળી ખાઓ. આમ પુષ્પમંડપ, ચંદન શુદ્ધ ભાવનું વિલેપન, અનુભવનો પ્રેમરસ સમતારૂપ મીઠાઈ મેવા સહિત હોરી ગાવાની કલ્પના ખૂબ જ સુંદર છે. નેમિનાથજીનું સ્તવન
પરમાતમ પૂરણ કળા ગુણ હો, હો પૂરણ જન આશ,
પૂરણ દષ્ટિ નિહાલીને ચિત્ત ધરીએ હો અમથી અરદાસ” આ સ્તવનની હલક હૃદયના તારને ઝણઝણાવી નાખે છે. હૈયું નાચી ઊઠે છે. અંતરના દ્વાર ઉઘાડી નાખે એવી અદ્દભુત રચના છે. બહોતરીના એક એક પદના શબ્દો ચેતનાને જગાડી મૂકે છે.
૩૮ + ૧૯મી અને ૨૦મી સદીના જૈન સાહિત્યનાં અક્ષર-આરાધકો