________________
પ.પૂ. ચિદાનંદજી મ.સા.
સુવર્ણા જૈન
[અવારનવાર પોતાના લેખો વિવિધ સામયિકોમાં પ્રકાશિત કરતાં શ્રી સુવર્ણાબહેનના સાતેક પુસ્તકો પ્રકાશિત થયાં છે. ચિત્રકળાનો શોખ ધરાવના૨, કાવ્યોની રચના ક૨ના૨ સુવર્ણાબહેને પ્રસ્તુત લેખમાં પ.પૂ. ચિદાનંદજીના સાહિત્યનો ૨સાસ્વાદ કરાવ્યો છે. – સં.]
સંસ્કૃત, પ્રાકૃત, અપભ્રંશ વગેરે ભાષાઓમાં જૈન સાહિત્યનું ઘણું પ્રભુત્વ રહ્યું છે. સ્તવન, સજ્ઝાય જેવી લઘુ રચનાઓમાં ધાર્મિક, નૈતિક, આચાર વિચારનો ઉપદેશ હોય છે. જૈન સાહિત્યમાં વૈરાગ્ય, ઉપશમ, ભક્તિ, આત્મા અને મોક્ષમાર્ગ વિશે ભરપૂર લખાય છે. જૈન કવિઓનો ગ્રંથ-રચનાનો ઉદ્દેશ મુખ્યત્વે જ્ઞાનસાધના, ધર્મભક્તિ, આત્મકલ્યાણ, કર્મક્ષય, ગુણવૃદ્ધિ અને મોક્ષ પ્રાપ્તિનો હોય છે.
પૂજાઓની રચનામાં પં. વીરવિજ્યજી, પં. રૂપવિજયજી, પં. બુદ્ધિસાગરજીનું વર્ચસ્વ જોવા મળે છે. સાયમાં તત્ત્વની પ્રરૂપણા અથવા મહાપુરુષના જીવન પ્રસંગના વર્ણન દ્વારા ઉપદેશ અપાય છે. જે પાંચથી માંડી દશ ઢાળ સુધી હોય છે જેનું મૂળ સ્વાધ્યાય છે.
જૈન કવિઓમાં કવિ યશોવિજ્યજી, દેવચંદ્રજી, આનંદઘનજી, ઉદયરત્નજી, સમયસુંદરજી, મોહનવિજ્યજી, જ્ઞાનવિમલજી, ચિદાનંદજી જેવા અનેક કવિઓ થઈ ગયા.
પરમ પૂજ્ય ચિદાનંદજી મહારાજનું ટૂંકું જીવન
તેઓ આ વીસમી સદીમાં વિદ્યમાન હતા. તેઓ અધ્યાત્મશાસ્ત્રના રસિક, નિપુણ કવિ હતા. તેમના રચેલા સ્તુતિ, સ્તવનો આજે પણ ભાવવિભોર બનાવી દે છે. સંવત ૧૯૦૬માં કાર્તિક માસની તેરસે ભાવનગરમાં ૫.પૂ. ચિદાનંદજીનો જન્મ થયો. તેઓએ અતિગૂઢ ભાવોથી ભરેલા પરમાત્મ ભક્તિનાં અનેક પદો રચીને ભક્તિક્ષેત્રને સમૃદ્ધ બનાવ્યું. આ પદો લાલિત્યથી ભરેલા ભાવવાહી છે. અંતરમાં તોફાન ઊભું કરી દે છે. એ ઉપરાંત એ સંસારની અસારતા-દર્શક અને વૈરાગ્યવર્ધક છે. પુદ્ગલ ગીતા, અધ્યાત્મ છત્રીસી વગેરેનો અંતરપૂર્વક સ્વાધ્યાય કરવાથી પુદ્ગલની આસક્તિ ઘટ્યા વગર રહે નહી.
પ.પૂ. ચિદાનંદજી મ.સા. ૧ ૩૫