________________
વ્યવહારના એકદમ નાડપારખુ વૈદ્ય. મધ્યકાલીન યુગ જાણે કે કથાયુગ જેવો હતો. ચાહે એ ઉપદેશતત્ત્વ હો, ચાહે ધર્મતત્ત્વ હો. એને કથાઓના માધ્યમે પ્રસરાવવામાં આવે તો ખૂબ લોકભોગ્ય બની જનમાનસ પર ઊંડી અને ઘેરી છાપ છોડી જાય.
વીરવિજયજીએ આ સમયની માંગને હૃદય સોંસરવી ઠેરવી અને તેમની રચેલી કોઈ પણ રચના એવી નહિ હોય જેમાં કથાનુયોગનો આશ્રય નહીં લીધો હોય. એમના સાહિત્યની વિષયવૈવિધ્યતા પર નજર કરતા એમનો અનેકાંતિક દૃષ્ટિકોણ આંખે ઊડીને વળગે છે. જૈન શાસનના ચાર સ્તંભ સમાન ચાર અનુયોગના તાણાવાણા પોતાની કૃતિમાં જરીભરતની જેમ ગૂંથી લીધા છે. દ્રવ્યાનુયોગનો આવિષ્કાર કરતી તેમની રચનાઓ એટલે અધ્યાત્મસાર ટબો, અષ્ટાંગ યોગની ગહુંલી, ૪૫ આગમની પૂજા, ગણધરની સઝાય. ચરણ કરણાનુયોગનો આવકાર પામતી કૃતિઓમાં શ્રાવકશ્રાવિકાના ૧૨ વ્રતની પૂજા, દશાર્ણભદ્રની સક્ઝાય, નેમિનાથ વિવાહલો, પર્યુષણની ગહુલી, પાર્શ્વજિન આરતી, લાવણી, ઢળિયા, ચૈત્યવંદનો, મિચ્છામિ દુક્કડમ્ સઝાય, રોહિણી તપ સ્તવન, સમવસરણ સ્તવન જેવી રચનાઓ છે. ગણિતાનુયોગના ચોકઠામાં સમાય એવી ૨૮ લબ્ધિની ગહુંલી, ૯૯ પ્રકારી પૂજા, હિતશિક્ષા છત્રીસી, ૬૪ પ્રકારી પૂજા, સામાયિકના ૩ર દોષની સઝાય, ૪૫ આગમની પૂજા, મહાવીર પ્રભુના ૨૭ ભવનું સ્તવન, ૧૨ વ્રતની પૂજા, મુહપતિના ૫૦ બોલની સઝાય, ૩૫ વાણી ગુણગર્ભિત સ્તવન, પ૨ જિનાલયનું ચૈત્યવંદન, પ્રશ્નોત્તર ચિંતામણિ. કથાનુયોગથી જેનો જન્મ અને કથાનુયોગમાં જ જેનું વિલીનીકરણ એવા રાસાઓ, બારમાસા, એમનું રચેલું સમગ્ર પૂજાસાહિત્ય, સ્તવનો, ગહુંલીઓ, ચરિત્રો, સ્થૂલિભદ્રની શિયળવેલ, તેમની વાણી વૈખરીથી આરંભી પરા સુધી પહોંચી અસ્મલિતપણે વહે છે.
આમ સમગ્રપણે વીરવિજયજીના વ્યક્તિત્વનું વિહંગાવલોકન કરતા આપણા મુખમાંથી ઉગાર સરી પડે. વીરે ખરેખર વીર (મહાવીર)ની ધરોહર સંભાળી છે.
સંદર્ભ ગ્રંથસૂચિ (૧) ઐતિહાસિક જૈન ગુર્જર કાવ્યસંચયઃ સં. મુનિ જિનવિજયજી (૨) પંડિત વીરવિજયજીનો ટૂંકો પ્રબંધ: લે. ગિરધરલાલ હિ. શાહ (૩) પંડિત વીરવિજયજીનું જન્મચરિત્ર: લે. શ્રી મોતીચંદ કાપડિયા (૪) વીર નિર્વાણ રાસ: કવિ રંગવિજય (૫) વીરવિજયજી સ્વાધ્યાયગ્રંથ: સં. કાંતિભાઈ બી. શાહ (૬) કવિ પંડિત વીરવિજયજી – એક અધ્યયન: લે. ડૉ. કવિન શાહ (૭) મહાસતી સુરસુંદરીનો રાસઃ નામે ‘વીરવિજયજી સ્વાધ્યાય ગ્રંથમાં
હસુ યાજ્ઞિકનો લેખ
પંડિત વીરવિજયજી + ૧૫