________________
અલગારી ઓલિયા જેવું વ્યક્તિત્વ
પૂજ્ય જંબૂવિજયજી મહારાજના સંશોધન ક્ષેત્રે પ્રદાનને અભિનંદવા માટે શ્રેષ્ઠી કસ્તૂરભાઈ લાલભાઈ સ્મારક નિધિ અમદાવાદના ૭મા વોલ્યુમ રૂપે સને ૨૦૦૪માં Munivar Jambuvijay Festschrift નામે ૪૩૬ પાનાનો એક દળદાર ગ્રંથ સુપ્રસિદ્ધ જૈન સ્કોલર અને સંશોધક પ્રો. એમ. એ. ઢાંકી અને ડો. જિતેન્દ્ર શાહના સંપાદન હેઠળ પ્રગટ થયો છે. આ ગ્રંથમાં ભારત તથા પરદેશના ૧૯ જેટલા ખ્યાતિપ્રાપ્ત વિદ્વાન વિવેચક સ્કોલરોનાં જુદા જુદા જૈન વિષયો પર અધ્યયનપૂર્ણ આલેખો સંગૃહીત છે. અફસોસ એટલો જ કે પૂ. જંબૂવિજયજી મહારાજની સખતાઈથી ના પાડવાના કારણે એ ગ્રંથમાં એમના વિશે કોઈ આલેખ કે વિશેષ ઉલ્લેખ નથી.
એમના પ્રત્યે ઊંડી શ્રદ્ધા ધરાવતા જેસલમેરના રાજેન્દ્ર કે. ચોરડીયાએ હિંદી ભાષામાં શ્રી ગુરુ ઈકતીસાની રચના કરી છે જેમાં ૩૧ કડી-ગાથામાં બૂવિજયજી મહારાજના ગુણો ગાયા છે. એમની અલિપ્તતા વિશે વાત કરતા એમના સુવિનીત શિષ્ય પંન્યાસ શ્રી પુંડરીકવિજયજી જણાવે છે કે પરમાત્મા પ્રત્યેનું સમર્પણ એવું કે ગમે તેટલા વર્ષોની મહેનત હોય, ગમે તેટલો તે ગ્રંથ વિશ્વમાં પ્રસિદ્ધિ મેળવે તેવો હોય કે આંતરરાષ્ટ્રીય કક્ષાનો હોય તો પણ તેના વિમોચન માટે તેમણે ક્યારેય સમારંભ ગોઠવી વિદ્વાનોને ભેગા કર્યા હોય એવું મારા ધ્યાનમાં નથી. તેઓ એક જ વાત કરતા કે ગ્રંથ તૈયાર થઈ છપાઈને આવે એટલે દેરાસરમાં જઈ મૂળનાયક ભગવાનના ખોળામાં મૂકી દેવાનો એટલે વિમોચન થઈ ગયું. વિમોચન શબ્દનો મૂળ અર્થ પણ મૂકવું એવો જ થાય છે."
એઓ દિગંબર જૈન મંદિરમાં જતા અને ભક્તિ કરતાં. એમને ક્યારેય મનમાં પણ નહિ આવ્યું કે આ આપણું દેરાસર નથી. તેઓ અમને કહેતા કે બાપાની આંખો ખૂલી હોય તોપણ તે બાપા જ છે. અન્ય દેવી-દેવતાના સ્થાનો પાસેથી પસાર થતા હોય ત્યારે પણ આ પરમાત્માની જ શક્તિનો અંશ છે એમ માની તેના પ્રત્યેના ઔચિત્યને ક્યારે પણ ચૂકતા નહીં. જીવનયાત્રાના પડાવ
મુનિશ્રી જંબૂવિજયજી મહારાજના શિષ્યોમાં સહુ પ્રથમ શિષ્ય વિ. સં. ૨૦૧૬માં મુનિશ્રી દેવભદ્રવિજયજી બન્યા તથા અંતિમ શિષ્ય તરીકે બાલમુનિ કીર્તિધર્મવિજયજીની દીક્ષા વિ.સં. ૨૦૬૪ ચૈત્ર વદ-૫ના થઈ.
એમના શિષ્ય-પ્રશિષ્યોની સંખ્યા ૮ છે. જેમાં ૩નો કાળધર્મ થતા એમના ૫ પ્રશિષ્યો જેમાં મુખ્ય પંન્યાસપ્રવર પુંડરિકરત્નવિજયજી મ. છે, એ સહુ મુનિશ્રી જબૂવિજયજી મહારાજના જીવન-સ્વપ્નને સાકાર કરવા, સંશોધનના કાર્યને આગળ વધારવાની સાથે પોતાની આંતર સાધનામાં પણ ઓતપ્રોત છે. પૂજ્ય મુનિશ્રી જંબૂવિજયજી મહારાજે ૭૨ વરસના દીક્ષા પર્યાયમાં કુલે
શ્રતવારિધિ મુનિ શ્રી જખ્ખવિજયજી મહારાજ પ૭પ