________________
સૂઝથી અને અભ્યાસપૂર્વક સૂક્ષ્માતિસૂક્ષ્મ દૃષ્ટિથી સંશોધન કર્યું હતું. અને તેના સંરક્ષણ માટે મહત્ત્વના ગ્રંથોની તેમ જ હસ્તપ્રતોની માઇક્રોફિલ્મ અને ઝેરોક્ષ દ્વારા ‘સીડી’ તથા ‘ડીવીડી’ કરાવી હતી..
આમ વિદ્વાનોને, સંશોધકોને પ્રાચીન વારસો સુલભ કરવા માટે તેમણે જે જહેમત ઉઠાવી હતી તેની પ્રશંસા કરવા પૂરતા શબ્દો જડે તેમ નથી. તેમનું આ કાર્ય ચિરકાળ સુધી યાદ રહેશે. આ કાર્ય ન કેવળ જૈનપરંપરા સાથે સંબંધ રાખે છે, ન કેવળ ભારતીય-પરંપરા સાથે સંબંધ ધરાવે છે, પરંતુ સમગ્ર માનવ સંસ્કૃતિની દૃષ્ટિએ પણ એ ઉપયોગી છે.'
સુપ્રસિદ્ધ સાહિત્યકાર કુમારપાળ દેસાઈએ નોંધ્યું છે કે તેઓ એમના હસ્તાક્ષર કરતા ત્યારે જૈન મુનિ જંબૂવિજ્ય' એમ લખતા. પદ કે પ્રસિદ્ધિ એમને સ્પર્શી શકે તેમ નહોતા અને તેથી અનેક સંઘોએ એમને ઉપાધ્યાય કે આચાર્ય જેવી પદવી આપવા માટે આગ્રહ કર્યો, છતાં એમણે એનો સતત ઇન્કાર કર્યો હતો. વિદુષી સાહિત્યકાર માલતીબહેનનું અવલોકન જણાવે છે કે મુનિશ્રી જંબૂવિજ્યજી” કહેતા મુનિ' શબ્દ તેમના માટે વિશેષ ન રહેતા ‘વિશેષ્ય' બની શકે. ‘મુનિ કોણ' અથવા મુનિ કોને કહેવાય' તેનો આદર્શ એટલે પૂ. મુનિશ્રી જંબુવિજ્યજી મહારાજ સાહેબ. ‘મુનિ’ પદને ગૌરવ બક્ષે એવા અણગાર એટલે પૂ. જંબૂતિયજી મહારાજ સાહેબ
જંબૂતિયજીના અંતરના ઉદ્ગાર
શ્રમણપરંપરાને એઓ હંમેશાં કહેતા “ભૂતકાળમાં સ્વાધ્યાય એ સાધુ-સાધ્વી સંઘનો પ્રાણ હતો. એ સ્વાધ્યાયરુચિ ફરીથી પ્રગટ કરવાની ખાસ જરૂરી છે, આ યુગમાં તે દુર્લભ, દુર્લભતર, દુર્લભતમ છે. ગ્રંથોની કોપીઓ પણ ફોટા રૂપે અથવા ઝેરોક્ષ આદિ રૂપે મળવાની – મેળવવાની અનુકૂળતા નિર્માણ થયેલી હોવાથી જો ખરેખર તીવ્ર અધ્યયનની રુચિ જાગે તો વ્યાપક અને ગંભીર અધ્યયનમાં ઘણી સરળતા નિર્માણ થયેલી જણાશે. જેમજેમ સ્વાધ્યાય વધશે તેમતેમ જીવનમાં ઘણા ઘણા દોષોનું પ્રમાર્જન તથા નિવારણ થશે. તેમ જ સાધુજીવન એ ખરેખર દિવ્યાતિદિવ્ય છે' એવો અનુભવ અને અપૂર્વ આસ્વાદ સાધુજીવનમાં પ્રાપ્ત થશે તેમ જ સાધુ-સંતો દ્વારા શાસનની પણ મહાન પ્રભાવના થશે.”
જિન શાસનના શ્રાવકો માટે એમની ભલામણ હતી કે શ્રાવકસંઘમાં પણ સ્વાધ્યાય રુચિ પ્રગટ કરવાની અત્યંત જરૂર છે. શ્રાવકસંઘમાં સાચા અર્થમાં સ્વાધ્યાય રુચિ પ્રગટ થશે તો જે-જે અનુષ્ઠાનો અત્યારે સંઘમાં ચાલી રહ્યા છે તેમાં ખરેખર પ્રાણ પુરાશે તેમ જ તે-તે અનુષ્ઠાનોમાં તથા જીવનમાં જે કંઈ જડતા તથા અવિધિ આવી ગઈ છે તે પણ ખરેખર દૂર થશે, તેમ જ જૈન શાસનની સાચી ઉન્નતિમાં તથા સાચી પ્રભાવનામાં સાચો ફાળો આપવાનું શ્રેય શ્રાવકસંઘને પ્રાપ્ત થશે.° પ્રાચીન સાહિત્યના સંશોધનનાં સંદર્ભમાં પૂજ્ય પુણ્યવિજયજી પ્રત્યે પોતાના
શ્રુતવારિધિ મુનિ શ્રી જમ્બવિજયજી મહારાજ + ૫૭૩