________________
પૂજ્ય રવિશંકર મહારાજે લાક્ષણિક રીતે જવાબ આપ્યો : “તમારે માટે આ જ દેશસેવા છે.”
ઈ. સ. ૧૯૪૯માં વડોદરામાં મ. સ. વિશ્વવિદ્યાલયની સ્થાપના થઈ. ૧૯૫૧માં ત્યાં શ્રી ભોગીલાલભાઈની ગુજરાતીના પ્રાધ્યાપક પ્રોફેસર) તરીકે નિમણૂક થઈ. ગુજરાતની યુનિવર્સિટીઓમાં પહેલી જ વાર પ્રાધ્યાપકની નિમણૂક કરવામાં આવી અને તે પણ ગુજરાતી વિષયમાં. ૩૪ વર્ષના શ્રી ભોગીલાલભાઈને માથે મોટી કામગીરી આવી પડી. પોતે આટલા ઊંચા સ્થાનની જવાબદારીથી વાકેફ હતા અને એથી થોડો સંકોચ અનુભવતા હતા. પરંતુ આ સમયે શ્રી રવિશંકર મહારાજની સલાહ લેતાં એમણે કહ્યું, “તમારે જરાય સંકોચ રાખવાની જરૂર નથી. ઈશ્વર દરેક માણસ પર એટલો જ બોજો મૂકે છે. જેટલો એ ઉપાડી શકે છે.”
એમણે સાક્ષર શ્રી રામનારાયણ પાઠકને આ કપરી કામગીરી અંગે સૂચનો પૂક્યાં, ત્યારે પાઠક સાહેબે જવાબ વાળ્યો,
'I have no advice to give you. I am sure that you will rise to the occasion.' | મુનિશ્રી પુણ્યવિજયજી, મુનિશ્રી જિનવિજયજી તથા શ્રી રસિકલાલ છો. પરીખ જેવા પ્રકાંડ વિદ્વાનો પાસે દીક્ષા પામેલા આ તેજસ્વી સારસ્વતની વિશેષતા એ હતી કે જેવું તેમનું વિદ્યાપ હતું તેવી જ એમની શીલની આરાધના પણ ઉત્કટ હતી.
ગુજરાતી, સંસ્કૃત, પ્રાકૃત આદિ ભાષાઓ, ઇતિહાસ, સંસ્કૃત અને જૈનદર્શન આદિ અનેક પ્રદેશોમાં એમની વિદ્વત્તા ઘૂમી વળી, એટલું જ નહીં, અનેક ગ્રંથોરૂપે એને વાચા મળી. ઇતિહાસની કેડી', “સંશોધનની કેડી’, ‘ઇતિહાસ અને સાહિત્ય તથા અન્વેષણા જેવા એમના અનેક ગ્રંથો છે. તેમણે કુડીબંધ સંસ્કૃત, પ્રાકૃત અને ગુજરાતી પ્રાચીન કૃતિઓનું સંશોધન અને શાસ્ત્રીય સંપાદન કર્યું છે. પ્રાચીન ગુર્જર ગ્રંથમાલા અને પ્રો. બ. ક. ઠાકોર પ્રકાશનમાળામાં તથા વિખ્યાત ગાયકવાડ ઓરિએન્ટલ સિરિઝમાં બહુસંખ્ય ગ્રંથો એમના સમર્થ માર્ગદર્શન હેઠળ પ્રગટ થયાં. - જર્નલ ઓફ ધી ઓરિએન્ટલ ઇન્સ્ટિટ્યૂટ તથા સ્વાધ્યાયના સંપાદક તરીકે સંશોધનપ્રવૃત્તિના વિકાસમાં તેમણે મૂલ્યવાન પ્રદાન કર્યું છે. ન્યૂયોર્કના રૉક ફેલર ફાઉન્ડેશનના સ્પેશિયલ ફેલો તરીકે ૧૯૫૬-૫૭માં તેમણે પશ્ચિમ અને પૂર્વના દેશોની વિદ્યાયાત્રા કરી છે તથા એના અનુભવો પ્રદક્ષિણા પુસ્તકરૂપે પ્રગટ કર્યા.
ઈ. સ. ૧૯૫૨માં મુંબઈ યુનિવર્સિટીમાં તેમણે શબ્દ અને અર્થ એ વિશે સુપ્રસિદ્ધ ઠક્કર વસનજી માધવજી વ્યાખ્યાનમાળાનાં પાંચ વ્યાખ્યાનો આપ્યાં. ગુજરાતીમાં શબ્દાર્થશાસ્ત્ર (semantics) વિશે એ પ્રાયઃ પહેલો જ ગ્રંથ છે. ૧૯૫૩માં તેમને ઉત્તમ સંશોધન અને સંપાદનકાર્ય માટે ગુજરાત સાહિત્ય સભાએ રણજિતરામ સુવર્ણચંદ્રક એનાયત કર્યો. ૧૯૫૫માં નડિયાદ ખાતે ગુજરાતી સાહિત્ય પરિષદના ઓગણીસમા અધિવેશનમાં ઇતિહાસ-પુરાતત્ત્વ વિભાગના પ્રમુખ તરીકે શ્રી ભોગીલાલભાઈની પસંદગી થઈ. પ૪૪ + ૧લ્મી અને રુમી સદીના જૈન હિત્યનાં અક્ષર આરાધકો )