________________
અને શાસન પરત્વેનું બહુમાન જગાવ્યું. શિબિર દ્વારા શાસન પ્રભાવનાનું એક નવું દ્વાર ખુલ્યું. અને તેનો લાભ સમાજના અતિ મૂલ્યવાન યુવાવર્ગ લીધો. તેના ફલ સ્વરૂપે શાસનને મળ્યા આચાર્ય ભગવંત શ્રી જયઘોષસૂરીશ્વરજી મહારાજ સાહેબ, શ્રી રત્નસુંદરસૂરીશ્વરજી મહારાજ, પંન્યાસજી ચંદ્રશેખરજી મહારાજ સાહેબ વગેરે.
ઊગતી પેઢીમાં ધાર્મિક સંસ્કારોનું સિંચન અને ચારિત્રનું ઘડતર કરવા માટે આવી શિબિરો ખૂબ જ ઉપયોગી છે. શિબિરમાં બાળકોની બધી પ્રવૃત્તિઓ જ્ઞાન, દર્શન અને ક્રિયામાં જ કેન્દ્રિત થતી હોઈ ધાર્મિક જ્ઞાન અને અનુભવનો વિકાસ થાય છે. શિબિરની પ્રવૃત્તિ ખૂબ જ અભિનંદનને પાત્ર છે, તેવું શેઠ શ્રી કસ્તુરભાઈ લાલભાઈનું કહેવું હતું.
ગુરુકૃપાના યોગથી અને તીવ્ર ક્ષયોપશમના સ્વામી એવા પૂજ્યશ્રીની મેધા. તીક્ષ્ણ અને તાર્કિક હતી. તેમની અદ્દભુત પ્રતિભા અને નિર્મલ પરિણતિના કારણે ન્યાયાદિ દર્શનશાસ્ત્રોના અત્યંત કઠિન ગ્રંથો પચાવી શકવા સમર્થ હતા. પૂજ્યશ્રી થોકબંધ ગ્રંથોના પારગામી બન્યા, ષડ્રદર્શનના નિષ્ણાત બન્યા. ન્યાયનિપુણ બન્યા અને “ન્યાય વિશારદ' બિરુદ પામ્યા. પૂજ્યશ્રીએ અધ્યયન કરેલા દર્શનિક ગ્રંથોની યાદી વાંચીએ તોપણ મૂળેથી અ..ધ..ધ. થઈ જાય તેવી છે.
- પૂજ્યશ્રીએ સ્વ-૫ર દર્શનના અઢળક સાહિત્યનું સાંગોપાંગ અધ્યયન કર્યું હતું. વ્યાકરણ, દર્શનના સર્વ ગ્રંથો, વૈરાગ્ય ગ્રંથો, આગમ ગ્રંથો, કાવ્યો, પ્રકરણ ગ્રંથો, ચરિત્ર ગ્રંથો વગેરે વિશાળ સાહિત્યની ગહનતામાં ડૂબકી મારી અને વિશાળ, વિરલ સાહિત્યનો ખજાનો આપણને ભેટ ધર્યો. જીવનમાં જાજ્વલ્યમાન રોશની પ્રગટાવનારું તેઓશ્રીનું સાહિત્ય મોટે ભાગે રાત્રિની ચાંદનીના અજવાળે રચાયેલું છે. પરમતેજ
નામ સાન્વર્થ છે. વિશ્વને શ્રેષ્ઠ આહંત રજૂ કરનાર આ ગ્રંથમાં મૂળ લલિતવિસ્તરાના જૈન શાસનના મર્મસ્પર્શીસરળ, સુબોધ અને સુવાચ્ય પદાર્થો ગૂંથાયા છે. પરમતેજ એટલે પરમ જે તેજ પરમાત્મા અને પરમાત્મદશા, એના ભર્યાભર્યા પ્રકાશના પંજરૂપ આ ગ્રંથ છે. પરમ પરમાત્માએ વિશ્વને દીધેલાં તેજ, તે તેજ આ ગ્રંથમાં સંગૃહીત છે. પરમ એટલે કે શ્રેષ્ઠ એવાં તત્ત્વ, યોગ, આચાર વગેરે તેજથી આ ગ્રંથ ઝળહળતો છે. પરમપદ મોક્ષ અને પરમસુખ નિરુપાધિક આનંદ, તે પામવાના તેજસ્વી ઉપાયોના વર્ણનરૂપ આ ગ્રંથ છે. આ મહાન ગ્રંથમાં બાળજીવો સમજી શકે એવી શૈલીમાં અદ્ભુત તત્ત્વપ્રકાશ પાથરવામાં આવ્યો છે. લલિતવિસ્તરા' એ ખરેખર પરમ તેજ જ છે.
આ ગ્રંથમાં ન્યાય-વ્યાકરણની પ્રતિભા ઊતરી છે, પણ ન્યાય-વ્યાકરણની ક્લિષ્ટતા કે કઠોરતા નથી. ધર્મનાં ગુઢ તત્ત્વોની સરિતા ખળખળ વહી રહી છે, પણ એ સરીતાનો કિનારો નિર્ભય છે. એનાં પાણી બહુ ઊંડાં નથી.... ડૂબી જવાનો ભય નથી. આ ગ્રંથમાં દર્શનોના વિવાદો જામ્યા છે. પણ એ વિવાદની ભાષા
પૂ. આ. શ્રીમદ્ વિજયભુવનભાનુસૂરીશ્વરજી મહારાજનું જીવન-કવન + ૫૦૫