________________
વૈરાગ્યની વાતો કે તત્ત્વોની ઓળખ, ચિંતનાત્મક માહિતી પચાવી શકાય તેવી રીતે સમજાવતાં. પૂજ્યશ્રીની લિપ્સા હતી કે મારો આ અતિ કીમતી ખજાનો, મહામૂલો ખજાનો લૂંટાવી દઉં, તેઓએ મન મૂકીને વરસીને જ્ઞાન, વૈરાગ્ય અને સમકિતના ઘન કર્યા. વિરતિની હાટડીઓ માંડી. વત-નિયમોની ખૂબ પ્રભાવના કરી. ઘર-ઘર અને ઘટ-ઘટને આચારધર્મ અને પરિણતિ ધર્મથી વાસિત કરવામાં સફળ રહ્યા હતા. ધર્મશાસનના પૂજ્યશ્રી કુશળ દક્ષ વેપારી હતા. દિવ્ય દર્શન
ન્યાયવિશારદ, વર્ધમાન તપોનિધિ, સકલ સંઘહિતચિંતક સ્વ. પૂજ્યપાદ આચાર્ય ભગવંત શ્રીમદ્ વિજય ભુવનભાનુસૂરીશ્વરજી મહારાજના સંવેદનો, અંતરના ભાવો, તેમના આત્માનો ધબકાર અને તેમના વૈરાગ્યનો અનુભવ અંકિત થતા ‘દિવ્ય દર્શન) જીવંત બને છે. વરસો સુધી પૂજ્યશ્રીએ દિવ્ય દર્શન સાપ્તાહિકના માધ્યમે વહાવેલી જ્ઞાનગંગામાં અનેકાનેક પુણ્યાત્માઓએ ડૂબકી લગાવી છે. અને પોતાના અંતરને નિર્મળ બનાવ્યું છે. ધર્મ કેવો અને કેવો આરાધ્ય ? તે ઉપર અદ્ભુત પ્રવચનો આપેલા છે. જે આમાં સંગ્રહાયેલા છે. તેમની એક-એક પંક્તિએ વૈરાગ્ય, તત્ત્વજ્ઞાન અને સૂક્ષ્મ ચિંતનની છોળો ઊછળે છે.
૪૨ વર્ષ સુધી અવિરતપણે ચાલેલું દિવ્ય દર્શન ફૂલસ્કેપ સાઇઝના આઠ પાનામાં દર સપ્તાહે પ્રકાશિત થતું. એક વર્ષના ૪૮ અંક એટલે ૪૨ વર્ષના ૨૦૧૬ અંક અને સોળ હજારથી અધિક પૃષ્ઠો થાય. અને છતાંય તેમના સર્જનની ગુણવત્તા જળવાઈ રહે. વિશાળ સાહિત્ય અને ઊંચી ગુણવત્તા પ્રત્યેક કૃતિમાં નવી અનુપ્રેક્ષા, નવી તાજગી અને છતાંય શાસ્ત્ર સાપેક્ષ રહેતી.
પૂજ્યશ્રી તો તપ, ત્યાગ અને તિતિક્ષાના ત્રિવેણી સંગમ સમાન હતા. સ્વ. પૂજ્યપાદ આચાર્ય ભગવંત શ્રીમદ્ વિજયપ્રેમસૂરીશ્વરજી મહારાજના શિષ્યપરિવારમાં પોતાની અનેક અજોડ વિશેષતાઓના પ્રભાવે આગવું સ્થાન ધારણ કર્યું હતું. પોતાના હૈયામાં શિષ્યોને સ્થાન આપવું સહેલું પરંતુ પોતાના ગુરુના હૈયામાં સ્થાન મેળવવું તે ધન્ય છે. શિબિર
યુવાશિબિરોના આદ્યપ્રણેતા શ્રીમદ્ વિજય ભુવનભાનુસૂરીશ્વરજી મહારાજ છે. યાંત્રિક યુગનો માનવી સુખ-સગવડોના સાધનો વચ્ચે સંતાપી, કલેષ અને એકલતામાં સબડતો રહ્યો છે. ત્યારે યુવાવર્ગની નાડ પારખીને કોઈ શુભ ચોઘડિયે પૂજ્યશ્રીના હૈયામાં એક બીજ વવાયું – શિબિરનું. અને અંકુર ફૂટ્યા. ગુરુજીની મેધાવી-પ્રવાહી-વૈરાગ્યમયી વાણીના વારીના અને ફળ સ્વરૂપે મળ્યો આપણને હજારો યુવાનોની શાસન પરત્વેની શ્રદ્ધા, નિષ્ઠા અને પ્રભુભક્તિની તન્મયતામાં વિશાળ જનમેદનીથી શોભતો વ્યાખ્યાનમંડપ. હજારો યુવાનોમાં ભ્રષ્ટાચાર, અનીતિ, વ્યસન અને વિલાસિતતાના સ્થાને સદાચાર, ગુરુ સત્સંગ, મુમુક્ષુપણું, તપ, જીવદયા ૫૦૪ + ૧૯મી અને ૨૦મી સદીના જૈન સાહિત્યનાં અક્ષર-આરાધકો