________________
પુરાતત્ત્વાચાર્ય શ્રી જિનવિજયજી
- મીતા ગાંધી
ગુજરાતના વિદ્યાકીય સંશોધનક્ષેત્રમાં જેમણે ખૂબ પાયાનું કાર્ય કર્યું છે તેવા પુરાતત્ત્વાચાર્ય શ્રી જિનવિજયજીની જીવનયાત્રાના વિવિધ પડાવો ઉપર નજર નાખીને શ્રી મીતાબહેન ગાંધીએ પોતાનો સંશોધનાત્મક અભ્યાસ આ લેખમાં સરસ રીતે વ્યક્ત કર્યો છે. – સં..
ભારતીય વિદ્યાની અનેક શાખાઓ અને જૈન વિદ્યાની લગભગ બધી શાખાઓના દેશ અને વિદેશમાં પણ નામના મેળવનાર વિદ્યુત વિદ્વાન, પુરાતત્ત્વાચાર્ય શ્રી જિનવિજયજીનો જન્મ ઈ. સ. ૧૮૮૮ની ર૭મી જાન્યુઆરીએ વિ.સં. ૧૯૪૪ મહા મહિનાની શુક્લ ચૌદશે) રાજસ્થાનના ભિલવાડા જિલ્લામાં રૂપાહેલી ગામમાં પરમાર વંશીય ક્ષત્રિય કુળમાં થયો હતો. તેમના પિતાનું નામ “વૃદ્ધિસિંહ અને માતાનું નામ “રાજકુમારી' હતું. તેમનું બાળપણનું નામ કિશનસિંહ હતું.
શ્રી જિનવિજયજીના પિતા વૃદ્ધિસિંહને વૃદ્ધાવસ્થામાં સંગ્રહણીનો રોગ લાગુ પડ્યો હતો. તેનો ઉપચાર જૈનયતિ શ્રી દેવહંસ પાસે કરાવ્યો હતો. વિ.સં. ૧૯૫૫માં પિતા વૃદ્ધિસિંહનું દેહાવસાન થતાં સમસ્ત પરિવાર નિરાધાર બની ગયો. બાળક કિશનસિંહની ભણવાની વ્યવસ્થા પણ ન રહી. જૈન યતિ શ્રી દેવીહંસજી કિશનસિંહની બુદ્ધિપ્રતિભાથી વાકેફ હતા, તેથી તેમણે કિશનસિંહને પોતાની પાસે ભણવા માટે રાખ્યો. જૈન ધર્મના સંસ્કારનું આ પરોઢ હતું, પરંતુ થોડા સમયમાં યતિ શ્રી દેવીહંસજીનું પણ દેહાવસાન થયું, આથી કિશનસિંહ ફરીથી નિરાધાર બન્યા. - ત્યાર બાદ સત્યને પામવાની લાલસાથી પ્રેરાઈને તેઓ એક શૈવયોગી ખાખી બાવાના સંપર્કમાં આવ્યા અને કિશનભૈરવ' નામ ધારણ કરીને તેમના શિષ્ય બની ગયા. પરંતુ છ-સાત મહિનાના ટૂંકા ગાળામાં જ તેમને તે ખાખી બાવાનો માર્ગ અધોગતિનો લાગ્યો. આથી તેઓએ તે માર્ગ છોડી દીધો.
- કિશનસિંહના જીવનમાં ફરીથી બદલાવ આવ્યો. વિ.સં. ૧૯૫૯માં કેટલાક વતિઓની સાથે તેઓ મેવાડ અને માળવા બાજુ ગયા. ત્યાં એક સ્થાનકવાસી સાધુ સાથે પરિચય થયો અને પોતાની જ્ઞાનોપાર્જનની ઝંખના સંતોષવા તેમણે તે જ વર્ષે સ્થાનકવાસી દીક્ષા લીધી. થોડા જ સમયમાં એમણે જૈન ધર્મના કેટલાંક
પુરાતત્ત્વાચાર્ય શ્રી જિનવિજયજી + ૪૬૫