________________
સ્વીકાર્યું. તે પછી ખૂબ અભ્યાસ કર્યો. દેશ આખાનો પગપાળો પ્રવાસ કર્યો. હજારો વ્યાખ્યાનો આપ્યાં. અણમોલ સાહિત્ય તૈયાર કર્યું. અર્ધમાગધી કોશ અને વ્યાકરણ રચીને જૈન આગમ સાહિત્યની અપૂર્વ સેવા બજાવી. સ્મરણશક્તિ કેળવીને અનેક સ્થળે અવધાન-પ્રયોગો કરીને લોકોને નાસ્તિકમાંથી આસ્તિક બનાવ્યા. અનેક સંસ્થાઓને જીવન આપ્યું. અનેક સુષુપ્ત સંસ્થાઓને ગાડીને કાર્યશીલ બનાવી સ્થળસ્થળે ચાલતા ઝઘડા મટાડ્યા અને ઐક્યની સ્થાપના કરી. સંયમી અને નિર્દોષ જીવન જીવીને અનેક જિજ્ઞાસુઓને પવિત્ર અને સદાચારી જીવન પ્રતિ અંગુલિનિર્દેશ કર્યો. તેમણે ઘણાંઘણાં સત્કાર્યો કર્યાં અને ઘણાં કાર્યોની શરૂઆત કરીને ભવિષ્યની પેઢીને માટે પૂરાં કરવા માટે બાકી મૂકતા ગયા. તેઓ તો સાચું જીવન જીવ્યા અને અમરતાને પામી ગયા. એવા ગુરુદેવ શ્રી રત્નચંદ્રજી મહારાજ સાહેબને મારી ભાવપૂર્વક શ્રદ્ધાંજલિ...
અસ્તુ.
શ્રી ખીમજી મણસી છાડવા
૪૬૪ - ૧૯મી અને ૨૦મી સદીના જૈન સાહિત્યનાં અક્ષર-આરાધકો