________________
(૨) ૧૯૫૧ : ઓરિએન્ટલ કોન્ફરન્સમાં જૈન અને પ્રાકૃત વિભાગના પ્રમુખ
તરીકે તેઓની વરણી થઈ હતી. (૩) ૧૯૫૬ : રાષ્ટ્રભાષા પ્રચાર સમિતિ, વધ તરફની હિંદી ભાષાની સેવા
માટે તેઓને પુરસ્કાર પ્રદાન થયેલો. (૪) ૧૯૫૭ : મુંબઈ યુનિવર્સિટીના કોન્વોકેશન હોલમાં ડૉ. રાધાકૃષ્ણનના
પ્રમુખપદે અખિલ ભારતીય ધોરણે એમનું બહુમાન કરવામાં
આવ્યું હતું. (૫) ૧૯૫૭ : ગુજરાત યુનિવર્સિટીએ એમને ડી. લિટ્રની માનદ પદવી આપેલ
હતી. (૬) ૧૯૫૯ : ‘દર્શન અને ચિંતન ગ્રંથ માટે દિલ્હીની સાહિત્ય અકાદમીએ
તેઓને પારિતોષિક આપ્યું હતું. (૭) ૧૯૫૯ : મુંબઈ સરકાર તરફથી દર્શન અને ચિંતન ગ્રંથ માટે પારિતોષિક
આપવામાં આવ્યું હતું. (૮) ૧૯૬૧ : ઓરિએન્ટલ કોન્ફરન્સ તરફથી ધર્મ અને તત્ત્વજ્ઞાન વિભાગના
પ્રમુખ તરીકે તેમની વરણી થઈ હતી. (૯) ૧૯૬૧ : ભારત સરકારે એમને સંસ્કૃત ભાષા માટેનું સર્ટિફિકેટ ઓફ
ઓનર આપ્યું અને પેન્શન બાંધી આપ્યું હતું. (૧૦) ૧૯૬૭ : વલ્લભવિદ્યાનગરની સરદાર પટેલ યુનિવર્સિટીએ એમને ડી.
લિની માનદ પદવી આપેલી. (૧૧) ૧૯૭૩ : સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ તેઓને ડી. લિટ્રની માનદ પદવી આપી
હતી. (૧૨) ૧૯૭૪ : ભારત સરકારે એમને પદ્મભૂષણનો ઈલ્કાબ આપ્યો હતો.
સુરેન્દ્રનગરની પ્રજ્ઞાચક્ષુ અંધ મહિલા વિદ્યાલયમાં પંડિત સુખલાલજીની યાદ તાજી રાખવા શ્રી ચંદ્રકાંતભાઈ હિંમતલાલ શાહ તથા સ્વ. સૂરજબહેન
સ્મૃતિ સહયોગ, રાજકોટ તરફથી દર વર્ષે અંધજનોના ક્ષેત્રે કામ કરનાર સંસ્થાને અથવા વ્યક્તિને પંડિત સુખલાલજીના નામે રૂ. ૨૧૦૦૦નો પંડિત સુખલાલજી એવોર્ડ આપવામાં આવે છે.
સુરેન્દ્રનગર જિલ્લાના દરેક પુસ્તકાલયોના મધ્ય હોલમાં પંડિત સુખલાલજીનો ફોટો મૂકવામાં આવેલ છે, જેથી તેઓની અદ્વિતિય શક્તિઓનો સમાજને પરિચય થાય.
ચાલુ વર્ષે આ પંડિત સુખલાલજી એવોર્ડ રૂ. ૨૧૦૦૦/- જૂનાગઢ અંધજન મંડળના અંધપ્રમુખ શ્રી અનિલભાઈ વી. પટેલને અંધજનોના વિકાસની પ્રવૃત્તિઓ માટે અર્પણ કરવામાં આવ્યો.
આ રીતે મહામૂલા માનવીને સમાજ હંમેશાં યાદ કરે છે.
દાર્શનિક વિધાપુરુષ પ્રજ્ઞાચક્ષુ પંડિત સુખલાલજી + ૪૪૯