________________
ઉપર પણ તેઓએ પ્રતિભાવ આપ્યો છે. ગૃહમાધુરી સામયિકમાં તેઓએ લખ્યું કે,
સ્ત્રી અને પુરુષના જીવન-ક્ષેત્રો જુદા હોવા છતાં તે બંનેની સમાન શક્તિઓને દબાણ વિના કામ કરવાની બધી તકો પૂરી પાડવી. પુરુષની પેઠે પણ સ્ત્રી કમાઈ શકે અને સ્ત્રીની પેઠે પુરુષ પણ ઘરની કેટલીક જવાબદારીઓ સંભાળી શકે જેથી પુરુષની અવિવેકી સત્તાનો ભોગ સ્ત્રીને ન બનવું પડે.”
જાણીતા સાહિત્યકાર રઘુવીર ચૌધરી લખે છે કે –
“૩૯ પુસ્તકો લખનારા પંડિત સુખલાલજી પ્રજ્ઞાચક્ષુ હોવા છતાં ચેતો વિસ્તારની યાત્રા પુસ્તકમાં પૂર્ણિમાની ચાંદનીનું વર્ણન લખ્યું તે અદ્ભુત છે. પરમ તત્વે તેઓને ઘણું આપ્યું અને આપણને સવાયું જ્ઞાન કરીને તેઓએ આપ્યું.”
વિનોબાજી પંડિત સુખલાલજી વિશે લખે છે કે – “પંડિતજીમાં તટસ્થ બુદ્ધિ અથવા નિષ્પક્ષ બુદ્ધિની પરિપૂર્ણતા જોઈ શકાય છે.” પૂ. રવિશંકર મહારાજ પંડિત સુખલાલજી વિશે કહે છે કે,
તેઓની આજની સિદ્ધિમાં એમના પૂર્વજન્મનું ફળ કેમ ન હોય? તેઓ ભારતનું એક અમૂલું રત્ન છે.”
વાસુદેવ અગ્રવાલ લખે છે કે –
પંડિતજી મહાપ્રાજ્ઞ હતા. તેઓ વ્યક્તિ નહિ પણ સંસ્થા છે. તેમના શરીરનું ગોત્ર અને નામ ગમે તે હોય, પણ તેમણે તો પોતાનું ગોત્ર સારસ્વત’ બનાવી દીધું છે.”
પંડિત દલસુખભાઈ માલવણિયા લખે છે કે –
“જીવનમાં આંખ ગુમાવવી એ મોટી અડચણ છતાં “ર તૈચમ જ પત્તાયનમ્ એ જીવનમંત્ર તેમનો બની ગયો અને દેખતાના પણ તેઓ માર્ગદર્શક બની શક્યા, તેમાં તેમનો અપૂર્વ પુરુષાર્થ દેખાઈ આવે છે.”
વાડીલાલ ડગલી પંડિતજી માટે લખે છે કે –
“પંડિતજી માટે સંસ્કૃત વ્યાકરણ, અર્વાચીન કવિતા, રાજ્યનીતિ શાસ્ત્રના સિદ્ધાંતો, ભાષાશાસ્ત્ર અને અર્થશાસ્ત્ર અલગ અલગ જણસો ન હતી પણ જીવનની અવિભક્ત અંગરૂપ બાબતો હતી.”
માન-સન્માનની યાદી પ્રજ્ઞાચક્ષુ પંડિત સુખલાલજીએ જીવનભર કરેલા અધ્યયન, સંશોધન, લેખન અને માર્ગદર્શન ઇત્યાદિની કદર કરવા રૂપે વિવિધ સંસ્થાઓ, સમિતિઓ, યુનિવર્સિટીઓ તરફથી એમનું વખતો વખત માન-સન્માન થયું હતું, જેની યાદી નીચે મુજબ છે. (૧) ૧૯૪૭ : ભાવનગરની શ્રી યશોવિજયજી જૈન ગ્રંથમાળા તરફથી એમને
શ્રી વિજયધર્મસૂરિ જૈન સાહિત્ય સુવર્ણચંદ્રક આપવામાં આવેલ
હતો.
૪૪૮ + ૧લ્મી અને ૨૦મી સદીના જૈન સાહિત્યનાં અક્ષર-આરાધકો.