________________
(૭) ચરિત્ર ગ્રંથ સિદ્ધહસ્ત યુગપ્રધાન શ્રી સિદ્ધર્ષિ ઉપમિતિભવપ્રપંચા કથાના કર્તા અંગેનો અભ્યાસપૂર્ણ સંશોધનાત્મક ગ્રંથ. આ વિદ્વત્તાપૂર્ણ કૃતિ નિમિત્તે શ્રી મોતીચંદભાઈને સન ૧૯૪૯ના શ્રી વિજયધર્મસૂરિ જૈન સાહિત્ય સુવર્ણચંદ્રકથી બહુમાનિત કરાયા હતા.
(૮) ચરિત્ર ગ્રંથઃ કલિકાલસર્વજ્ઞ હેમચંદ્રાચાર્ય જર્મનીના વિદ્વાન ડૉ. બલ્લર સાહેબે લખેલ ચરિત્રનું ભાષાંતર. ભાવનગરથી પ્રગટ થતાં જૈન સાપ્તાહિકમાં પ્રસિદ્ધ થયેલ.
(૯) ચરિત્ર ગ્રંથઃ મુંબઈના નામાંકિત નાગરિક શેઠ મોતીશાહ – આ ગ્રંથ દ્વારા શ્રી મોતીચંદભાઈએ પ્રભાવશાળી, ધર્મભાવનાશીલ અને જાહેર જીવનમાં પણ ઉત્કૃષ્ઠ યોગદાન આપનાર જૈન મહાજનનો ઇતિહાસ અને ગરિમા આવતી પેઢીઓને પ્રેરણારૂપ બને તે ઉદ્દેશથી રચ્યો હતો. ગોડીજી જૈન દેરાસરે ૨૦૧૦માં આ ગ્રંથનું પ્રકાશન અન્ય ધર્માદાખાતાની મદદથી કરેલ, જે શ્રી મોતીચંદભાઈના અવસાન પછી પ્રગટ થયેલ.
(૧૦) પંડિત શ્રી વીરવિજયજીનું જન્મચરિત્ર' વિવિધ પૂજાઓના રચયિતા કવિવર પંડિત વીરવિજયજી મ.સા.નું આધારભૂત ચરિત્ર અને પરિચય આપવાના હેતુથી આ નાનું પુસ્તક લખ્યું હતું.
(૧૧) ચરિત્ર ગ્રંથઃ યશોધર ચરિત્ર' મુનીશ્રી ક્ષમાકલ્યાણજીએ સંસ્કૃત ગદ્યમય ગ્રંથની રચના કરેલ, શ્રી મોતીચંદભાઈએ તેનું ભાષાંતર કર્યું હતું. ૧૯ વર્ષની ખૂબ જ નાની વયમાં આ ગ્રંથનું અવતરણ કર્યું હતું.
* (૧૨) “બહુત ગઈ થોડી રહી યાને દાક્ષિણ્યનિધિ શુલ્લ’ નવલકથા ભાગ ૧-૨ ધ્યેયલક્ષી અને ઉપદેશપ્રધાન જૂની કથાવસ્તુની મૂળ વાતને કેન્દ્રમાં રાખી પોતાની કલમનો એક આદર્શ નમૂનો અને ભવિષ્યના લેખકોને પ્રેરણા અને માર્ગદર્શન આપનાર પુરવાર થયેલ છે. પ્રકાશન વિ. સં. ૨૦૨ અને વિ. સં. ૨૦૦૫માં સંસ્કૃતિરક્ષક સસ્તું કાર્યાલય, વડોદરા.
(૧૩) યુરોપનાં સંસ્મરણો’: જ્યારે પણ વાંચીએ ત્યારે તાજું લાગે તેવું આ પુસ્તક શ્રી મોતીચંદભાઈની નિરીક્ષણશક્તિ અને સચોટ વર્ણનશક્તિનો પરિચય કરાવે છે. પ્રકાશક શ્રી મોતીચંદભાઈ પોતે જ રહ્યા હતા.
(૧૪) “નવયુગનો જેન” જ્યોતિ કાર્યાલય અમદાવાદ દ્વારા પ્રકાશિત આ પુસ્તક મૌલિક રચના છે. સદા ગતિશીલ રહેવાની પ્રેરણારૂપ આધુનિક વિજ્ઞાન અને આધ્યાત્મિક જ્ઞાનવારસાનો જીવનમાં કેવી રીતે સમન્વય કરાય તેની સચોટ રજૂઆતનું આમાં દર્શન થાય છે.
(૧૫) “સાધ્યને માર્ગે ધર્મસાધનાનો ખ્યાલ આપના જૈન ધર્મ-પ્રકાશમાં પ્રગટ થયેલ ૨૫ લેખોનું સંપાદન અને સંગ્રહ. પ્રકાશક શ્રી મોતીચંદભાઈ પોતે જ હતા.
(૧૬) કૉલેજ જીવન અને ધાર્મિક શિક્ષણ પશ્ચિમી શિક્ષણપદ્ધતિ, પહેરવેશ,
૪૩૮ + ૧૯મી અને ૨૦મી સદીના જૈન સાહિત્યનાં અક્ષર-આરાધકો