________________
છે અને જે ભાષામાં અનુવાદ થઈ રહ્યો છે, એ બંને ભાષા પર પર્યાપ્ત કુશળતા હોય તો જ એ કામને શુદ્ધ ન્યાય આપી શકાય. અન્યથા સ્ખલના અને અશુદ્ધિના કારણે અનર્થોનું ગંભીર અને મોટું નુકસાન થઈ શકે છે. લેખનની શૈલી આદર્શ અને સંયમિત હોવી જોઈએ, તેમાં બાંધછોડ થઈ શકે નહીં, શ્રી મોતીચંદભાઈ ઉપરોક્ત બાબતે સાહિત્યસર્જન-પ્રક્રિયામાં ખૂબ જ સ્પષ્ટ હતા.
(૧) ‘શ્રી ઉપમિતિભવપ્રપંચા કથા' મહાગ્રંથના પ્રથમ પ્રસ્તાવ પીઠબંધ ગુજરાતી ભાષાંતર - શ્રી સિદ્ધર્લિંગણી પ્રણીત આ મહાન ગ્રંથને તબક્કાવાર આઠ પ્રસ્તાવ, ત્રણ ગ્રંથમાં ભાષાંતરિત કરી પ્રસિદ્ધ કર્યો. ભાવનગરની ગરિમા સમાન જૈન ધર્મ પ્રસારક સભા દ્વારા પ્રકાશિત થતાં શ્રી જૈન ધર્મપ્રકાશમાં હપ્તે હપ્તે છપાયું હતું. ખૂબ જ નાની વયમાં આવું જ્ઞાનસેવાનું ખમીર ધરાવતા શ્રી મોતીચંદભાઈ એક યુગતારક થઈ ગયા.
(૨) ‘અધ્યાત્મ કલ્પદ્રુમ' : શ્રી મુનિસુંદરસૂરિ કે જેઓ સહસ્રાવધાની મહાપુરુષ હતા, શ્યામ સરસ્વતીની ઉપમા ધરાવતા હતા. ૫૦૦ વર્ષ પહેલાં રચેલ તેમનાં આ કલ્પસૂત્ર અને શાંતસુધારસ સમકક્ષ ગ્રંથ, જે સંસ્કૃત પદ્યબદ્ધ છે, તે ગ્રંથનું સરળ ગુજરાતી ભાષામાં ભાષાંતર તથા વિસ્તૃત વિવેચન કરીને શ્રી મોતીચંદભાઈએ શાસ્ત્ર સાહિત્ય સર્જનશક્તિનો ઉત્તમ પરિચય આપ્યો. આ મહાન ગ્રંથની આવૃત્તિઓ પ્રસિદ્ધ થઈ, છતાં આજે લગભગ જૂજ નકલો જ બચી છે. જે ગ્રંથાલયોમાં જ છે. વર્તમાન સમયમાં વધુ એક પુનઃમુદ્રણની તાતી જરૂરિયાત ઊભી થઈ છે જેની મ. જૈ. વિ.એ નોંધ લેવા નમ્ર વિનંતી.
(૩) પ.પૂ. શ્રી વિનયવિજ્યજી ઉપાધ્યાય કૃત ‘શાંત સુધારસ’નું ભાષાંતર ભાગ ૧-૨, પ્રકાશક શ્રી જૈન ધર્મપ્રચારક સભા ભાવનગર.
(૪) ‘આત્મ નિરીક્ષણ' લેખમાળા (ઉ. વ. ૨૨) શ્રી જૈન ધર્મ પ્રકાશ' સામયિકમાં રજૂ થયા બાદ ગ્રંથસ્થ થયેલ.
(૫) જૈન દૃષ્ટિએ યોગ' લાંબાગાળાનાં વાંચન-મનન-ચિંતનની લશ્રુતિ સ્વરૂપ મૌલિક ગ્રંથ; જેમાં જૈનધર્મો પ્રરૂપેલી આત્મસાધના કે યોગસાધનાની પ્રક્રિયા સમજવા માટે ખૂબ જ ઉપયોગી સાહિત્ય વિ. સં. ૧૯૭૧ તથા વિ. સં. ૨૦૧૦માં પ્રકાશિત થયેલ.
(૬) ‘આનંદઘનજીના પદો ભાગ ૧-૨' પન્યાસ ગંભીરવિજ્યજી મ.સા.ના ઉપદેશ અને પ્રેરણાથી આ બે ગ્રંથો રચાયા. આનંદઘનજીના પદો અને સ્તુતિઓનું આથી વધુ સમૃદ્ધ ભાષાંતર અને વિવેચન પ્રાપ્ય નથી. પંન્યાસ ગંભીરવિજ્યજી મ.સા. આનંદઘનજી મ.સા.ની ભાષાને પોતાના મૂળ વતનની ભાષા હોવાથી ખૂબ જ સરસ અર્થ વિવેચન થયું છે. અચૂક વાંચન-અભ્યાસ કરવા યોગ્ય સાહિત્ય શ્રી મોતીચંદ કાપડિયા ગ્રંથમાળાનું ઘરેણું કહી શકાય. આ ગ્રંથની વિસ્તૃત પ્રસ્તાવના અદ્ભુત છે.
સુશ્રાવક શ્રી મોતીચંદ ગિરધરલાલ કાપડિયા ‘મૌક્તિક' + ૪૩૭