________________
ભણતર પામ્યા હોવાથી શ્રી મોતીચંદભાઈ અસીલો માટે ખૂબ જ કુનેહપૂર્વક નક્કર કાર્ય કરાવીને સમાજની એક અદ્ભુત સેવા કરી જ રહ્યા હતા. ખૂબ જ સંયમ અને શક્તિનો ભોગ માંગી લેતો વકીલાતનો ધંધો, સમય અને શક્તિની તાણ અનુભવીને પણ અસીલને સંતોષ આપ્યા વગર ન ચાલે, બીજી બાજુ જાહેર જીવનની સંખ્યાબંધ પ્રવૃત્તિઓ પણ સમય અને શક્તિનો એટલો જ હિસ્સો માંગે, કહેવું જોઈએ કે શ્રી મોતીચંદભાઈએ પોતાના જીવનમાં ધંધો અને સેવા એ બંનેની સમતુલા જાળવી જાણી હતી. એટલું જ નહીં, છેવટે સેવાના પલ્લાને વધારે નમતું બનાવીને પોતાના જીવનને વધારે કૃતાર્થ બનાવ્યું હતું. એમના યશસ્વી જીવનનો આ જ અપૂર્વ આનંદ અને પરમસંતોષ.
એમના જાહેર જીવનના અનેક પાસા છે. રાષ્ટ્રીય, ધાર્મિક તેમ જ સમાજસેવાની અને સાહિત્યસેવાની અનેક સંસ્થાઓ અને પ્રવૃત્તિઓ સાથે તેઓ સક્રિય રીતે ગાઢપણે સંકળાયેલા હતા પણ, એ બધાયમાં એમનું સૌથી મોટું અર્પણ શ્રી મહાવીર જૈન વિદ્યાલય હતું. યુગવીર આચાર્ય વિજયવલ્લભસૂરીશ્વરજીની સમયાનુરૂપ પ્રેરણાને ઝીલીને જે મહાનુભાવોએ વિદ્યાલયની સ્થાપનાનું ભગીરથ કાર્ય ઉપાડ્યું તેઓમાંના શ્રી મોતીચંદભાઈ એક હતા. સને ૧૯૧૬માં વિદ્યાલયની સ્થાપના થઈ, ત્યારથી તે છેક ૧૯૪૯ની સાલ સુધી, એકધારા ૩૪ વર્ષ સુધી તેઓ સંસ્થાના માનદ મંત્રી અને ટ્રસ્ટી તરીકેની ભારે જવાબદારી હોંશપૂર્વક ઉઠાવતા રહ્યા. આ માનદ મંત્રી પદ એ કાંઈ માત્ર શોભાનું પદ નહોતું. એ તો ભારે સમય, શક્તિ, નિષ્ઠા, સમજણ અને કાર્યદક્ષતા માંગી લે એવું સ્થાન હતું. આ સ્થાને રહીને એક સમજુ અને હેતાળ માતાની મમતા સમકક્ષ વિદ્યાલયની માવજત કરી એમણે વિદ્યાલયને વિકસાવ્યું હતું. વિદ્યાલયને દીર્ઘદૃષ્ટિભર્યા બંધારણથી સુવ્યવસ્થિત કરવા માટે અને આર્થિક રીતે સધ્ધર કરવા માટે અને ગમે તેવી મુસીબતમાં ઝંઝાવાત સામે ટકી શકે એવું પ્રાણવાન બનાવવા માટે, શ્રી મોતીચંદભાઈએ જે જહેમત ઉઠાવી હતી, તે એમની યશોજ્વળ કારકિર્દીનો સુવર્ણકળશ બની રહે એવી છે. એમની આ સેવાનું ઋણ સંસ્થા અને સમાજ સદાને માટે યાદ કર્યા કરશે. એમ કહેવું જોઈએ કે વિદ્યાલય એ શ્રી મોતીચંદભાઈની અમૂલ્ય સેવાઓનું ચિરંજીવ સ્મારક છે.
શ્રી મહાવીર જૈન વિદ્યાલયમાં રહેવાથી અને ભણતરમાં ઉચ્ચશિખરો સર કરવાની મહેચ્છાથી વિદ્યાર્થીના પોતાના જીવનમાં વાણી, વર્તન અને વ્યવહારમાં સુધારો થાય અને ઉત્તમ ચારિત્રનું નિર્માણ થાય. વ્યસન, ફેશન, અંધશ્રદ્ધા અને વિકારોથી મુક્ત રહી શકાય. અભ્યાસમાં ચિત્ત પરોવાય, સદ્ગુણો અને સદાચારનો વિકાસ થાય, પોતાના પ્રદેશ સિવાયના પણ મિત્રોનો સંબંધ થાય. નિત્ય ધર્મક્રિયાઓ અને અનુષ્ઠાનોમાં પારંગત થાય, સાધુ-સાધ્વીજીના સંપર્કમાં આવવાથી વિનવગુણ ખીલે. ભૌતિકવાદનો ભ્રમ તૂટે ને અધ્યાત્મ માર્ગ સુસંગત થાય. ભ્રષ્ટાચારી મનોવૃત્તિનો નાશ થાય અને નિષ્ઠાવાન નાગરિક બનવાનું દઢ
૪૩૨ + ૧૯મી અને ૨૦મી સદીના જૈન સાહિત્યનાં અક્ષર-આરાધકો