________________
સમાચાર પહોંચતા સમગ્ર જિનશાસનમાં શોકની લાગણી પ્રસરી ગઈ.
જૈનશાસનનો ઝળહળતો તેજસ્વી દીવડો કાયમ માટે દિવાળીને દિવસે ઓલવાઈ ગયો. પૂજ્યશ્રીએ પોતાના ૭૭મા વર્ષનો જાણે કે છેલ્લો દિવસ પૂરો કર્યો. સંપૂર્ણ ૭૭ વર્ષ જીવ્યા.
પૂજ્યશ્રીના અંતિમ સંસ્કાર મહુવામાં કારતક સુદ-૧ શનિવારે વીસ ઘડી અને પંદર પળે થયા હતા. આ જ પૂજ્યશ્રીના દેહના અવતરણનું સ્થળ, તિથિ અને સમય હતો. કેવો યોગાનુયોગ !!
શાસનસમ્રાટને જન્મ દિવાળીબહેને આપ્યો અને તેમનો કાળધર્મ દિવાળીના દિવસે થયો. દિવાળીના નામ સાથે પૂજ્યશ્રીનો અદ્ભુત સમન્વય. દિવાળીનું નામ જાણે સાર્થક થયું હોય એમ જણાય છે.
પૂજ્યશ્રીનો જન્મ કારતક સુદ-૧ શનિવાર, કાળધર્મ – આસો વદ અમાસ શુક્રવાર. પૂર્ણ ૭૭ વર્ષનું આયુષ્ય. પૂર્ણ અઠવાડિયું. સંપૂર્ણ પૂર્ણતા જીવન. કોઈ વાર વધારે કે ઓછો નહીં. અનંતલબ્લિનિધાન શ્રી ગૌતમસ્વામિનો કેવળજ્ઞાન પ્રાપ્તિનો દિવસ – એ જ શાસન સમ્રાટનો જન્મદિવસ.
પરમકૃપાળુ ભગવાન મહાવીરનો નિર્વાણ દિવસ એ જ શાસન સમ્રાટનો કાળધર્મનો દિવસ કેવો યોગાનુયોગ! આવા યોગાનુયોગ ઇતિહાસમાં કશે જોવા નહીં મળે. તેમનો જન્મ, સમગ્ર જીવન અને ભવ્ય સ્વર્ગવાસ જિનશાસન અને સમગ્ર દુનિયામાં ચમકારો કરી ગયું.
આવા અનેક ગુણોના સ્વામી શાસનસમ્રાટશ્રીનું ચરિત્ર વાંચતા-લખતા મને તેમના પ્રત્યે અહોભાવ, આદરભાવ અને પૂજ્યભાવ પ્રગટ થયો છે.
એક વ્યક્તિ પોતાના જીવનકાળ દરમિયાન જાતે અકિંચન રહી, કડક સંયમપાલન કરી, અનેકને પ્રતિબોધ પમાડી શાસનોન્નતિનું કેવું અને કેટલું ભગીરથ કાર્ય કરી શકે છે તે શાસનસમ્રાટના પ્રેરક પવિત્ર જીવન ઉપરથી જોઈ શકાય છે.
ગંગાના જેવી પવિત્રતા, મેરૂના જેવી ધીરતા, સૂર્યના જેવી તેજસ્વિતા, સિંહના જેવી દુર્ઘર્ષતા, સ્વ માટે વજની જેવી કઠોરતા, પર માટે કુસુમની જેવી કોમળતા, આમ પરસ્પર વિરુદ્ધ ગણાય એવા પણ ગુણો શાસનસમ્રાટમાં સમન્વય સાધીને રહ્યા હતા તે તેમના જીવનચરિત્રમાંથી દેખાય છે. 1. વિક્રમની ૨૦મી સદીમાં જૈનશાસનની સર્વતોમુખી પ્રભાવના કરનાર પૂજ્યશ્રી વિજયનેમિસૂરિ મહારાજસાહેબ છે. એવા એ ભવ્યાત્માનું સ્મરણ પણ આપણા માટે ઉપકારક બને છે.
પૂજ્યશ્રીમાં એક અદ્ભુત વિશેષતા મને દેખાઈ કે શાસન અને સંઘમાં જે પડકારો આવ્યા તે ઝીલવામાં ન એમણે દીનતા દાખવી કે, ન પલાયનવૃત્તિ
Dી અંગો ઝાઝી કીટ) »છે એનો મદારો છે અને સફળતાને વર્યા છે.
૩૮૬ + ૧૯મી અને ૨૦મી સદીના જૈન સાહિત્યનાં અક્ષર-આરાધકો