________________
(૮) નવપદજીની ઓળીની પરંપરા પણ પૂજ્યશ્રીએ શરૂ કરાવેલી.
(૯) વિધિવિધાનપૂર્વક ઉપધાનતપની આરાધના તથા વિધિપૂર્વક માળારોપણની શરૂઆત શાસનસમ્રાટે કરાવેલી.
શેઠ આણંદજી કલ્યાણજીના પેઢીના વહીવટ તથા જૈન શાસનને અનુરૂપ બંધારણીય માર્ગદર્શન પૂજ્યશ્રી આપતા.
આમ, જૈન શાસનની સર્વાગીપણે કાયાપલટ કરવાનું શ્રી પૂજ્ય શાસનસમ્રાટના ફાળે જાય છે.
અનેક ભૂપાલ પ્રતિબોધકઃ પૂજ્યશ્રીની અપૂર્વ વિદ્વત્તા, શુદ્ધ ચારિત્ર, પ્રખર વ્યાખ્યાન શૈલી અને સર્વધર્મ પ્રત્યે સમભાવના જોઈ અનેક ભૂપાલો, નામાંકિત વ્યક્તિઓ પ્રતિબોધ પામ્યા હતા. જેમકે ભાવનગરના મહારાજા શ્રીકૃષ્ણકુમાર સિંહજીએ પૂજ્યશ્રીને પોતાના હૃદયમાં ગુરુ તરીકે સ્થાપ્યા હતા. મહારાજા ઘનશ્યામસિંહજી, મહારાજા શ્રી ફતેસિંહજી, રાજ્યસભાભૂષણ શ્રી ચુનીલાલજી, નવાબ સાહેબ શ્રી ઈબ્રાહીમ સકતખાનજી, મહારાણા ઉદયસિંહજી, ભાવનગરના મુત્સદી બુદ્ધિશાળી દીવાન એવા પ્રભાશંકર પટણી પણ પૂજ્યશ્રીથી ઘણા પ્રભાવિત થયા હતા. આવા અનેક પ્રતિભાશાળી વ્યક્તિઓને પ્રતિબોધ પમાડી શાસનોન્નતિનું ભગીરથ કાર્ય કર્યું હતું.
પૂજ્યશ્રી આચાર ચુસ્તતાના ખૂબ જ આગ્રહી હતા. તેથી જ તેમના શિષ્યોના આચારમાં જરાય પણ શિથિલતા પ્રવેશી નહોતી. અગર કોઈ પણ શિષ્ય કોઈ કામ પ્રત્યે પ્રમાદ દાખવે તો તેને પૂજ્યશ્રીનું રૌદ્રરૂપ જોવું પડતું હતું. ૭૬ વર્ષ સુધી બધે જ તેમણે પગપાળે વિહાર કર્યો છે. અંતિમ સમયે ગંભીર હૃદય બીમારીના કારણે ડૉક્ટરે ઈજેક્શન આપવાનું નક્કી કર્યું. પૂજ્યશ્રીને આની જાણ થતા તરત ઈજેક્શન લેવાની ના પાડી. કેવી મક્કમતા, કેવી આચારસંહિતા !!! પૂજ્યશ્રીએ ક્યારે પણ એલોપેથી દવા લીધી નથી. પોતાના સાધુઓને જ્ઞાનમાં નિષ્ણાત બનાવવાની શૈલી પૂજ્યશ્રીની વિલક્ષણ હતી. નાનો કે મોટો કોઈ પણ ગ્રંથ પૂજ્યશ્રી ભણાવતા ત્યારે તેને લગતા અનેક વિષયો ભણનારાના હૃદયમાં ઉતારવાની પૂજ્યશ્રીમાં અનોખી શક્તિ હતી. અધ્યયન કરનારા ચંચળ બને તો શિક્ષાથી પણ તે ચંચળતા દૂર કરવામાં આવતી.
આવા અગણિત ગુણગ્રામના માલિક શાસનસમ્રાટની વિ.સં. ૨૦૦૫ મહુવા ચાતુર્માસમાં શારીરિક અસ્વસ્થતા દિવસે ને દિવસે વધતી જતી હતી. દિવાળીના દિવસે તબિયત ખૂબ જ ગંભીર બની ગઈ હતી. તેમને એ દિવસે પાણી સિવાય કશું પણ વાપરવાની ના પાડી હતી. સાંજના પ્રતિક્રમણ, સંથારા પોરિસીની ક્રિયા કરી. પૂજ્યશ્રીએ સંસારના તમામ જીવો સાથે ક્ષમાપના કરી, સાંજે ૭ વાગે નવકારની ધૂન સાંભળતા શાંતિપૂર્વક, સમાધિપૂર્વક દેહ છોડ્યો. આમ પૂજ્યશ્રીને છેલ્લે સુધી ધર્મક્રિયામાં રસ રૂચી અખંડ રહ્યા હતા. પૂજ્યશ્રીના કાળધર્મના
શાસનસમ્રાટ પૂ. આચાર્ય શ્રી વિજયનેમિસૂરીશ્વર મ.સા. * ૩૮૫