________________
સાંજે હેમરાજભાઈ અને મિત્રમંડળમાં બનેલ ઘટના કહી સંભળાવી. પોતે હવે સાધુ થઈ જવા અહીંથી કોઈને કહ્યા વગર ભાગી જવાના. પોતાના નિર્ણયની જાહેરાત પણ કરી દીધી. મિત્રો પણ કાચા ન હતા. હેમરાજભાઈએ કહ્યું : માવિત્રો (માવતર) રજા આપે તેમ નથી. અને આપણે સાધુ થવું જ છે. આ બેઉ વિપરીત બાબતે આપણે દઢ મનોબળથી મા-બાપની રજા લીધા વિના પાલિતાણા પહોંચી જવું. હેમરાજભાઈને શ્રી લક્ષ્મીસાગરજી યતિએ પાલિતાણામાં શ્રી હર્ષચંદ્રસૂરિજીનો પરિચય આપ્યો.
“દીક્ષા લેવી તો સંવેગમાર્ગની જ લેવી, ગોરજી નથી થવું.” આવા દઢ નિશ્ચય સાથે કોડાય ગામમાંથી પાંચ મિત્રો હેમરાજભાઈ, કોરશી વગેરે છૂમંતર થઈ માંડવી બંદરે (કચ્છ) પહોંચ્યા. વહાણમાં બેસીને જામનગર પહોંચ્યા. જામનગરના દેરાસરોમાં દર્શન કરી રાજકોટ પહોંચ્યા.
રાજકોટ પહોંચતાં વિચાર આવ્યો : પાલિતાણા જઈ તરત દીક્ષા લઈ શકાય તે માટે દીક્ષાના વસ્ત્રો – ઉપકરણો અહીંથી જ ખરીદતા જઈએ. કાપડની દુકાને જોઈતા વસ્ત્રો – ઉપકરણો ખરીદ્યા. ખરીદીનું બિલ ચૂકવવા તેમણે કચ્છી નાણું આપ્યું. રાજકોટના વેપારીએ તે કચ્છી નાણું સ્વીકાર્યું નહિ. હેમરાજભાઈ પાસે ચાંદીનો કંદોરો હતો. તે કંદોરો આપવા લાગ્યા. ત્યારે વેપારીના દિલમાં ચેતનાનો સળવળાટ થયો. વેપારીએ પાંચે મિત્રોને યુવાન વયમાં આ સાધુ માટેના વસ્ત્રો કેમ ખરીદો છો ? પ્રશ્નનો જવાબ આપતાં શ્રી હેમરાજબાઈએ પોતાની આપવીતી કહી. વેપારીએ પૈસા લેવાની ના પાડી. વંદન કર્યા. કાપડના વેપારીને યુવાનોની દઢતા અને વૈરાગ્યભાવના માટે ખૂબ આદર જાગ્યો. તમારી ભાવના નિર્વિબે પૂરી થાય એવી શુભેચ્છા આપી.
અણજાણી જગ્યાએ આવું પ્રોત્સાહન મળવાથી પાંચે મિત્રોમાં બળ વધ્યું. ઉત્સાહ થયો. રાજકોટથી પાલિતાણાનો કષ્ટદાયક માર્ગ હેમખેમ પાર કરી વિ.સં. ૧૯૦૭ કારતક સુદમાં લક્ષ્ય સ્થાને પાલિતાણા પહોંચ્યા. મોતી કડિયાની ધર્મશાળા પાલિતાણા)માં ઊતર્યા. ત્યાં તેમને શ્રી કલ્યાણવિમલ નામના વિમલગચ્છના કોઈ મુનિરાજ મળ્યા. પાંચે મિત્રોએ પોતાની ભાવના મુનિરાજ પાસે વ્યક્ત કરી. મા-બાપની રજા લીધા વિના અહીં કોઈ પણ તમને દીક્ષા આપશે નહીં. મુનિરાજના વચન સાંભળી મિત્રો મૂંઝાઈ ગયા. હેમરાજભાઈ અને કોરશીભાઈએ શ્રી કલ્યાણવિમલજીને પોતાની સાધુ થવાની ભાવના અફર હોવાની વાત કહી, ‘અમારે દીક્ષા લેવાની છે, જો કોઈ ના પાડશે તો અમે જાતે વેશ પહેરી લેશું.’ યુવાન હેમરાજ અને કોરશીની અટલ ભાવના જોઈ શ્રી કલ્યાણવિમલજીનું હૃદય પીગળ્યું. મુનિરાજે કહ્યું: ‘તમે એમ કરો, સાધુવેશ પહેરીને તળેટીએ બેસી જાઓ. એથી તમારા નિશ્ચયની સૌને જાણ થશે ને સૌનો સાથ તમને મળશે. મુનિરાજ શ્રી કલ્યાણવિમલજીની હૂંફ અને સલાહ મુજબ પાંચે જણ “મુનિવેશ પહેરીને
સંવેગી – વાચનાચાર્ય શ્રી કુશલચંદ્રજી મ.સા. + ૩૩૭