________________
જ્ઞાતિ : વિશા ઓસવાળ જન્મભૂમિ : ગામ : કોડાય (તાલુકો માંડવી, જિ. કચ્છ) જન્મતિથિ : વિ.સં. ૧૮૮૩ માગસર સુદ ૧ દિક્ષાતિથિ : વિ.સં. ૧૯૦૭ માગસર સુદ ૨
(માત્ર ૨૪ વર્ષની વય) દીક્ષા સ્થળ : પાલિતાણા
ગુરુ : આચાર્યશ્રી શ્રી પૂજ્ય) હર્ષચંદ્રસૂરિજી
ગચ્છ : નાગોરી તપગચ્છ (શ્રી પાર્લચંદ્ર ગચ્છ) વિહાર છત્ર : કાઠિયાવાડ, ગુજરાત, કચ્છ દીક્ષા પર્યાય : ૬૩ વર્ષ
ઉંમર : ૮૬ વર્ષ સ્વર્ગવાસ તિથિ : વિ.સં. ૧૯૬૯ ભાદરવા સુદ ૧૦ સ્વર્ગવાસ સ્થળ : કોડાય (કચ્છ)
શિષ્યો : ૧૧
ચાતુર્માસ : ૪૭ સ્થળે જૈન સાહિત્ય અભ્યાસ : આગમ સૂત્ર, જૈન કથાસાહિત્ય
સન્માન બિરુદ : ક્રિયોદ્ધારક, વાચનાચાર્ય, કુલગુરુ, “મંડલાચાર્ય ગણિવર'
કોરશીના જીવનનું પરિવર્તન કરનાર ઘટના
બાળપણમાં ગામની શાળામાં દાખલ તો થયા, પણ બારાખડી – પલાખા ગોખતાં કંટાળો આવતો. ભણવામાં ઉદાસીનતા જણાતા પિતા જેતશીભાઈ સાવલાએ પોતાના ખેતીના વ્યવસાયમાં બાળપણમાં જ જોડી દીધા હતા. કોડાય ગામના જૈન બાળમિત્રોમાં હેમરાજભાઈ બાળપણથી જ વૈરાગ્ય વિચાર ધરાવતા હતા. આ દસ મિત્રમંડળમાં કોરશીભાઈ પણ સામેલ હતા. ગામના અવાવરુ સ્થળે ભેગા થતા, જૈન ધર્મ અંગે વિચાર-વિમર્શ કરતા હતા. ભગવાન મહાવીરના તપ, ત્યાગની શ્રી હેમરાજભાઈ પાસેથી વાતો સાંભળીને બાળમિત્ર મંડળે મનોમન સાધુ થઈ જવાનું નક્કી કર્યું.
એક દિવસ કોરશીભાઈ ચોમાસાના વખતમાં પોતાના ખેતરમાં ઊભેલા મોલમાં કોદાળી (ટબર) લઈને ઘાસ નિંદામણ કરતા હતા. કોદાળીનો ઘા ઘાસના ઢેફામાં વાગ્યો. માટીનું ઢેકું તૂટ્યું અને તેમાં નાના નાના જીવડા તરફડતા કોરશીભાઈની નજરે પડ્યા. અરેરે ! આ શું થયું ? કોરશીભાઈનું દિલ ધ્રુજી ઊડ્યું. હાથમાંથી કોદાળી પડી ગઈ અને કોરશીનું ભીતર રૂદન કરવા લાગ્યું. મારા હાથે જીવોની હત્યા થઈ ! આવા આક્રંદ સાથે કોરશીભાઈએ ખેતીના કામમાંથી વિદાય લીધી.
૩૩૬ + ૧૯ભી અને ૨૦મી સદીના જૈન સાહિત્યનાં અક્ષર-આરાધકો.