________________
સમજાવ્યું. જૈન ધર્મ બૌદ્ધધર્મ કરતાં પ્રાચીન છે તે તેમણે સાબિત કર્યું. તેમની સચોટ તત્ત્વશીલ રજૂઆતથી તેમણે ધર્મસભાને તથા અમેરિકનોને જૈન ધર્મ એક પ્રમાણિત (Authentic) તથા સ્વતંત્ર ધર્મ છે અને તેના ધાર્મિક નિયમો, પ્રથાઓ રેશનલ છે તેવું પ્રસ્થાપિત કર્યું. આખી ધર્મસભા, આયોજકો તથા પત્રકારો અને વર્તમાન પત્રો તેમના વક્તવ્ય તથા જૈન ધર્મની ઊંડાણપૂર્વકની છતાં મક્કમ અને સરળ રજૂઆતથી અત્યંત પ્રભાવિત થયા. પરિષદમાં હાજર રહેલા વિદ્વાનોમાં શ્રી વીરચંદભાઈનું કેવું સ્થાન હતું એ તો એ વખતના અમેરિકાના વર્તમાન પત્રોનો અભિપ્રાય જોતાં જ ખ્યાલ આવે છે. “પરિષદમાં જુદા તરી આવે એવા ઘણાય હિંદુ વિદ્વાનો, તત્ત્વજ્ઞાનીઓ અને ધર્મોપદેશકોએ હાજરી આપી અને પ્રવચનો આપ્યા; તે પૈકી કેટલાક તો એવાં હતાં કે જેમની વિદ્વત્તા, વક્તૃત્વશક્તિ અને ધર્મભક્તિ કોઈ પણ પ્રજાની ઉચ્ચમાં ઉચ્ચ વ્યક્તિઓ સાથે સમાન પદ પર મૂકી શકાય. પરંતુ એટલું તો નિર્ભયતાથી કહી શકાય કે, પૌર્વાત્ય પંડિતોમાંથી જૈન સમાજના યુવકે પોતાના ધર્મની નીતિ અને તત્ત્વજ્ઞાન સંબંધી આપેલ ભાષણ ભ્રાતાઓએ જે રસથી સાંભળ્યું તે કરતાં વધારે રસથી કોઈ પણ પૌર્વાત્ય પંક્તિનું તેમણે સાંભળ્યું ન હતું.”
તેઓ જૈન ધર્મના પ્રતિનિધિ હતા, પરંતુ જરૂર પડી ત્યારે તેઓએ હિંદુ ધર્મનો મક્કમતાથી બચાવ કર્યો હતો. પશ્ચિમના દેશોમાં ભારત વિશે ફેલાવવામાં આવેલ ભ્રામક માન્યતાઓ ‘ભારત તો રાજા મહારાજાઓ, વાઘો, સાપો, મદારીઓ અને જાદુગરોનો દેશ છે, પછાત અને અજ્ઞાન પ્રજાનો દેશ છે'ના તર્ક-શુદ્ધ, પ્રમાણસહ, દલીલો સાથે સંપૂર્ણ છેદ ઉડાવી દઈને ભારતનાં જ્ઞાન, ઉજ્વલ ઇતિહાસ સાથે અમેરિકા અને પશ્ચિમનાં નૂતન વિશ્વને ભારતીય દર્શનો, ભારતીય મૂલ્યો અને ભારતીય સંસ્કૃતિનો દૃઢતા પૂર્વક પરિચય કરાવ્યો હતો. સાચા અર્થમાં તેઓ ભારતીય અને ભારત દેશના પ્રતિનિધિ હતા.
-
પરિષદના ૧૪મા દિવસે, ૨૪ સપ્ટેમ્બરના રોજ, લંડનના રેવ૨ન્ડ ડૉ. જ્યોર્જ એફ. પેન્ટાકોસ્ટે હિંદુ ધર્મની આકરી ટીકા કરતાં જણાવ્યું હતું કે દક્ષિણનાં કેટલાંક મંદિરોમાં દેવદાસીની જે પ્રથા છે – તેઓ નાચનારી અને વેશ્યાઓ હતી અને એટલે જ તેમને પૂજારી બનાવવામાં આવે છે અને પૂજારી બન્યા પછી પણ તેમની વેશ્યા તરીકેની પ્રવૃત્તિ ચાલુ રહે છે.' ભારતમાંથી હાજર રહેલા વિદ્વાનોમાંથી ફક્ત શ્રી વીરચંદભાઈનું લોહી ઊકળી ઊઠ્યું અને તેમણે ગૌરવપૂર્વક મક્કમતાથી ટીકાનું ખંડન કર્યું હતું. તેમણે કહ્યું કે હું પ્રસન્ન છું કે કોઈએ મારા ધર્મ ઉપર આક્રમણ નથી કર્યું અને એવું કરવું પણ ન જોઈએ. દરેક ટીકાઓ સમાજમાં રહેલા દૂષણો સાથે સંબંધ ધરાવે છે. હું જે વારંવાર કહેતો આવ્યો છું તે ફરીથી કહું છું કે સમાજમાં રહેલી ક્ષતિઓ ધર્મને કારણે નથી, પરંતુ જેમ બીજા બધા દેશોમાં બનતું આવ્યું છે એ પ્રમાણે ધર્મ હોવા છતાં મોજૂદ છે. કેટલાક મહાત્ત્વાકાંક્ષી માણસો એમ વિચારે છે કે તેઓ મહાત્મા પોલ છે, અને એ વાત પર વિશ્વાસ ૩૨૬ - ૧૯મી અને ૨૦મી સદીના જૈન સાહિત્યનાં અક્ષર-આરાધકો
-