________________
આવી કેટલી વિગતોની આપણને જાણકારી છે? એક મોટો પ્રશ્નાર્થ છે.
આ મહાન ઐતિહાસિક પરિષદનો શુભારંભ ૧૧મી સપ્ટેમ્બર ૧૮૯૩ના રોજ થયો અને પૂર્ણાહુતિ ૨૭ સપ્ટેમ્બર ૧૮૯૩ના રોજ થઈ હતી. અગાઉ ઉલ્લેખ થયો છે, તે મહાનુભાવો ઉપરાંત સ્વામી વિવેકાનંદ, પ્રોફેસર પી. સી. મઝમુદાર જેવા વિદ્વાનોએ પણ આ પરિષદમાં ભાગ લીધો હતો. તા. ૧૧ સપ્ટેમ્બરના રોજ આયોજકોનાં સ્વાગત પ્રવચનો બાદ જુદાજુદા પ્રતિનિધિઓએ પોતપોતાનો પરિચય ટૂંકમાં આપ્યો હતો ત્યારે સોનેરી કિનારી વાળી કાઠિયાવાડી પાઘડી, એક લુઝ લાંબો કુરતો, ખભા ઉપર સફેદ શાલ, કમ્મરે સફેદ વણાટવાળી જાડી દોરી – જેની ગાંઠ મારીને ફુમતાવાળા બે લટકતા છેડા અને પગમાં અણિયાળી કાઠિયાવાડી મોજડી પહેરેલ, એક સબળ વ્યક્તિત્વવાળો, પ્રભાવશાળી, પડછંદ, મોહક ૨૯ વર્ષનો યુવાન ઊભો થયો ત્યારે પરિષદના પ્રતિનિધિઓ આ વ્યક્તિત્વથી અંજાઈ ગયા. તેમણે પોતાના સંક્ષિપ્ત ભાષણમાં કહ્યું કે હું જૈન ધર્મનો પ્રતિનિધિ છું, આ ધર્મ બૌદ્ધ ધર્મ કરતાં અતિ પ્રાચીન છે. એનું આચારશાસ્ત્ર બૌદ્ધધર્મને મળતું છે, પરંતુ આધ્યાત્મિક તત્ત્વોની દૃષ્ટિએ તદ્દન ભિન્ન છે. આ સમયે ભારતમાં તેના ૧૫ લાખ અનુયાયીઓ છે, જે શાંતિપ્રિય અને નિયમાનુસાર વ્યવહાર કરવાવાળા નાગરિક ગણવામાં આવે છે. આપણા સુ-વક્તા સભ્યોનાં ભાષણો સાંભળ્યાં છે, હું પછીથી વિસ્તારપૂર્વક મારા વિચારો પ્રગટ કરીશ. હું આ વખતે મારા સમાજ તથા તેના મહાન ગુરુ મુનિશ્રી આત્મારામજી ત૨ફથી આપના પ્રેમસભર સ્વાગતનો આભાર માનું છું. ધર્મ અને દર્શનના વિદ્વાન નેતાઓનો એક જ મંચ ઉપ૨ એકત્રિત થઈ ધાર્મિક તત્ત્વો ઉપર પ્રકાશ પાડવાનો પ્રયત્ન શ્રી આત્મારામજીના જીવનનો એક આદર્શ સ્વપ્ન રહ્યા છે. શ્રી મુનિશ્રીએ મને આજ્ઞા કરી છે કે તેમના તરફથી તથા સમસ્ત જૈન સમાજ તરફથી આ ધર્મપરિષદ આયોજિત કરવાના ઉચ્ચ વિચારને કાર્યરૂપમાં આયોજિત કરવામાં સફળ થવા બદલ આપને અભિનંદન આપું છું તથા સફ્ળતા ઇચ્છું છું.’
પરિષદના પંદરમા દિવસે તા. ૨૫ સપ્ટેમ્બરના રોજ તેમનું મુખ્ય તથા મહત્ત્વનું પ્રવચન હતું. જે તેમણે એટલી સુંદર રીતે, સરળ ભાષામાં રજૂ કર્યું કે કેટલાક વર્તમાન પત્રોએ શબ્દેશબ્દ છાપ્યો હતો. જૈન ધર્મના તત્ત્વજ્ઞાનને એમણે સમજાવ્યું. જૈન ધર્મના બે મુખ્ય વિભાગ છે, એક જૈન ફિલસૂફી અને બીજો જૈન જીવવાનો માર્ગ (Way of Life), જૈન નીતિ અને જૈન તત્ત્વજ્ઞાન સંબંધી પ્રવચન આપતાં શ્રુતધર્મને લગતી બાબતો જેમ કે નવતત્ત્વ, છ પ્રકારનાં જીવો, વિશ્વનાં આદિ-અંત, વગેરેની અન્ય ધર્મો સાથે તુલના, દ્રવ્યાર્થિક તેમ જ પર્યાયાર્થિક નય સંબંધી જૈન દર્શનની સૂક્ષ્માતિસૂક્ષ્મ વિચારસરણી રસભરી રીતે રજૂ કરી. તેમણે કરેલી સ્યાદ્વાદની રજૂઆતથી બધા આશ્ચર્યચકિત રહી ગયા. તેમણે જૈન આચારના નિયમો તેમ જ જૈન જીવનપ્રણાલી અંગે સુંદર તેમ જ સરળ રીતે સમજાવ્યું. તેમણે જૈન અવકાશ-શાસ્ત્રને બુદ્ધિગમ્ય તેમ જ અન્ય ધર્મોના સંદર્ભમાં શાસનરક્ષક શ્રી વીરચંદ રાઘવજી ગાંધી + ૩૨૫