________________
વિરોધ કર્યો હતો. આ પરિષદમાં વિશ્વનાં મુખ્ય દસ ધર્મોને સ્થાન આપવામાં આવ્યું, જેમાં યહૂદી, મુસ્લિમ, બૌદ્ધ, હિંદુ, તાઓ, કન્ફશિયસ, શિંતો, જરથુષ્ટ્ર, કેથોલિક અને પ્યોરિટનનો સમાવેશ હતો.
વિશ્વધર્મ પરિષદના આયોજકોએ વિશ્વનાં ધર્મો વચ્ચે સમજણ કેળવીને સંવાદ રચવાનો આશય જાહેર કર્યો હતો, પરંતુ એના હાર્દમાં જઈએ તો એનો એક આશય અન્ય ધર્મોના સંદર્ભે ખ્રિસ્તી ધર્મની સર્વોપરિતા પુરવાર કરવાનો હતો.
આ વિચારનાં જનક – ચાર્લ્સ કેરોલ બોની હતા. તેમના પ્રમુખસ્થાને એક જનરલ સભાની સ્થાપના માર્ચ-એપ્રિલ ૧૮૯૧માં કરવામાં આવી. તેના મહામંત્રી તરીકે ડો. જોન હેનરી બરોઝની તથા પરિષદના સહમંત્રી તરીકે વિલિયમ પાઈપની નિમણૂકવરણી કરવામાં આવી. વિશ્વના દરેક દેશોમાં આ અંગેની પ્રાથમિક રૂપરેખા-સૂચના મોકલવામાં આવી, જેને સર્વ દેશોમાંથી સંપૂર્ણ આવકાર મળ્યો. આ કાર્યવાહી અંગેનો સામાન્ય સમિતિનો પહેલો રિપોર્ટ ફેબ્રુઆરી ૧૮૯૩માં તથા બીજો અહેવાલ માર્ચ ૧૮૯૩માં પ્રકાશિત કરવામાં આવ્યા. આ પરિષદને પૂરતી સફળતા મળે તથા ઉદ્દેશ મુજબ પરિણામ લાવી શકાય તે માટે પરિષદનાં મંત્રીએ પત્રવ્યવહાર દ્વારા વિશ્વના સર્વ ધાર્મિક વડાઓ તથા નેતાઓનો સંપર્ક કરવા પ્રયાસ કર્યો. એ સમયે તાર-ટેલિફોન કે હવાઈ સેવાની શોધ થઈ ન હતી, ઉપલબ્ધ ન હતાં. દસ હજારથી વધુ પત્રો લખવામાં આવ્યા તથા ૪૦ હજાર વિજ્ઞપ્તિપત્રો મોકલવામાં આવ્યા. જેના હિસાબે પરિષદમાં વિશ્વના વિવિધ ધર્મના ત્રણ હજાર કરતાં પણ વધારે પ્રતિનિધિઓ પધાર્યા હતા.
આ પરિષદમાં ભાગ લેવા માટે, એ વખતના મહાન વિદ્વાન જૈનાચાર્ય, જેમને આગમો, જૈન શાસ્ત્રો, ન્યાય, વ્યાકરણ તથા અન્ય ધર્મોના શાસ્ત્રોનો ઊંડો અભ્યાસ હતો, તે પ. પૂ. આત્મારામજી મહારાજ ઉર્ફે આચાર્યશ્રી વિજયાનંદસૂરીશ્વરજી મ.સા. ને ૧૬ નવેમ્બર ૧૮૯૨ના પત્ર દ્વારા નિયંત્રિત કરવામાં આવ્યા, અને તેમને જૈન ધર્મનું પ્રતિનિધિત્વ કરવા વિનંતી કરવામાં આવી તથા તેમનાં સંક્ષિપ્ત પરિચય સાથે તેમના બે ફોટા મોકલવાની માંગણી કરવામાં આવી હતી. આ પત્ર તેમને ધી જૈન એસોસિએશન ઓફ ઇન્ડિયા દ્વારા પહોંચાડવામાં આવ્યો હતો. પ.પૂ. આચાર્ય ભગવંતના આદેશ મુજબ શ્રી વીરચંદભાઈએ આ પત્રના પ્રત્યુત્તરમાં તેમની ઉંમર, અન્ય કારણો તથા જૈન સાધુ આચાર મુજબ તેઓ સ્વયં ઉપસ્થિત નહીં રહી શકે તેમ જણાવવા સાથે તેમનો પરિચય તથા બે ફોટા મોકલી આપ્યા. આના જવાબમાં ચિકાગોથી તા. ૩-૪-૧૮૯૩ના બીજા પત્ર દ્વારા તેમને જૈન ધર્મ ઉપર એક મહત્ત્વપૂર્ણ નિબંધ લખીને મોકલવા વિનંતી કરવામાં આવી, જેના હિસાબે તથા શ્રી વીરચંદભાઈની વિનંતીના કારણે પ.પૂ. આચાર્ય ભગવંતે ચિકાગો પ્રશ્નોત્તરી' નામે એક મહત્ત્વપૂર્ણ પુસ્તિકા લખી – જે પરિષદના આયોજકોને મોકલી આપવામાં આવી. આના અનુસંધાને પરિષદના આયોજકો તરફથી તેમને જૈન ધર્મ ઉપર ભાષણ દેવા તેમના કોઈ પ્રતિનિધિને મોકલવાની વિનંતી સાથેનો તા. ૧૨ ૩૨૨ + ૧૯ભી અને ૨૦મી સદીના જૈન સાહિત્યનાં અક્ષર-આરાધકો