________________
જેન એસોસિએશન ઓફ ઇન્ડિયાના કાનૂની નિષ્ણાત મંત્રીશ્રી વીરચંદભાઈ ગાંધીને સોંપ્યો. કોઈ નિષ્ણાત બેરિસ્ટરો આ કેઈસ લેવા તૈયાર નહોતા કારણ કે પરગણાની કૉર્ટમાં પ્રાથમિક પુરાવા દાખલ કરવામાં આવ્યા ન હતા. તે ઉપરાંત પત્રો, શિલાલેખો તથા તામ્રપત્રો પુરાવા તરીકે રજૂ કરવા પડે તેમ હતા જે સ્થાનિક તથા પ્રાચીન ભાષામાં હતા. વીરચંદભાઈ છ માસ કલકત્તા તથા સ્થાનિક ગામોમાં રહ્યા, બંગાળી તથા સ્થાનિક ભાષાઓ શીખ્યા અને દરેક પુરાવાનો અંગ્રેજીમાં અનુવાદ કરીને, સ્પષ્ટ અને સચોટ રજૂઆત સાથે પુરાવા રજૂ કરીને ચુકાદો આપણી તરફેણમાં લાવીને જેનોના અતિ પવિત્ર તીર્થની રક્ષા કરી – આ કેઈસ પીગરી’ કેઈસ તરીકે પ્રખ્યાત થયો તેમ જ જૈન ઇતિહાસમાં સુવર્ણાક્ષરે અંકિત થયો. આ ચુકાદો સને ૧૮૯૧માં આવ્યો હતો. ન્યાયાધીશે તેના ચુકાદામાં નોંધ્યું જૈનોની ધાર્મિક દૃષ્ટિએ જોઈએ અને વિચારીએ તો સમેતશિખરની ટેકરીઓની રજેરજ અને કણેકણ કે કંકરેકંકર અત્યંત પવિત્ર ભૂમિ છે અને તેથી એ પૂજનીય છે' આ એકલવીરે જે સિદ્ધિઓ હાંસલ કરી તેને જૈન સમાજ જાળવી નથી શક્યો, જેનાં ગંભીર દુષ્પરિણામો આજે ભોગવવા પડે છે.
આ જ અરસામાં કાપી તીર્થમાં ઊભા થયેલા વિવાદનો પણ તેઓ સુખદ સમાધાન સાથે નિવેડો લાવ્યા હતા.
શ્રી વીરચંદભાઈ ગાંધીની સાચી પ્રતિભા, વિદ્વત્તા, મહાન વ્યક્તિત્વનું સાચું દર્શન – સંપૂર્ણ જૈન સમાજ તેમ જ સમગ્ર વિશ્વને નિહાળવા મળ્યું – સપ્ટેમ્બર ૧૮૯૩માં શિકાગોમાં મળેલ વિશ્વધર્મ પરિષદ અને ત્યાર બાદ તેમનાં મહાન કાર્યો મારફત.
વિશ્વધર્મ પરિષદ સને ૧૮૯૩ ચિકાગો – અમેરિકા
સને ૧૮૯૩માં પોતાની ભૌતિક પ્રગતિનાં મહિમાગાન માટે ‘વર્લ્ડ કોલંબિયન એસ્પોઝિશન નામના ભવ્ય કાર્યક્રમનું આયોજન કર્યું. આ આયોજનો પાછળનો હેતુ પશ્ચિમની સિદ્ધિઓ જગતની અન્ય પછાતી સંસ્કૃતિઓને દર્શાવવાનો હતો. આ વિરાટ આયોજનમાં વિશ્વની ભિન્નભિન્ન વિચારધારાઓને પ્રતિનિધિત્વ આપવા માટે “વર્લ્ડ પાર્લામેન્ટ ઓફ રિલિજિયન્સનું આયોજન કરવામાં આવ્યું. વિશ્વના ઇતિહાસમાં આવી પરિષદોનો ઉલ્લેખ મળે છે. ફ્રાંસની રાજકીય ક્રાંતિ વખતે ત્યાંની રાજધાની પેરિસમાં પણ એક ધર્મ-સંમેલનનું આયોજન થયું હતું. પરંતુ તેનો ઉદ્દેશ સંકુચિત હતો. વિશાળ ધાર્મિક તેમ જ દાર્શનિક તત્ત્વોનો, અન્વેષણોનો. તેમ જ સંશોધનોનો સદંતર અભાવ હતો. એક જ સ્થળે આટલા બધા ધર્મનાં અગ્રણીઓ એકત્રિત થઈને નિર્ભક રીતે સ્વધર્મનું દર્શન-ચિંતન પ્રગટ કરે તેવું આ પ્રથમ આયોજન હતું. ભૌતિકતામાં રાચતા અસહિષ્ણુતાભર્યા વિશ્વમાં આટલા બધા ધર્મો એકસાથે એક મંચ પર બેસીને વાત કરે અને અન્ય ધર્મીઓ તેમની રજૂઆત એકાગ્રતાથી સાંભળે તેવી શક્યતા અને સફળતા અંગે ઘણા લોકો સાશંક હતા. વળી કેટલાક ખ્રિસ્તી પાદરીઓ અને તુર્કી સુલતાને આ પરિષદનો
શાસનરક્ષક શ્રી વીરચંદ રાઘવજી ગાદી + ૩૨૧