________________
રચના આ એક જ છે. અને તેથી જ તે અદ્વિતીય રચના છે, પ્રિયદર્શનનો આ પ્રિય સ્વાધ્યાય ગ્રંથ રહ્યો છે. તેઓશ્રીએ આ ભાવનાઓનું ગાન તથા વિવેચન કર્યું છે.
“તીન તારે” અને “વાસના ઔર ભાવના આ બે હિંદી પુસ્તકોનો ગુજરાતી અનુવાદ એટલે “પાંચ પ્રકરણ’ પુસ્તક. જેનો અનુવાદ શ્રી લાલચંદભાઈ કે. શાહે કરેલ છે.
મનનું ધન’, ‘આંતરનાદ', ‘ચિત્ત પ્રસન્નતા આ ત્રણેય પોકેટબુકોનું વિભાગવાર સંકલન એટલે “આત્મ સંવેદન”. પૂજ્યશ્રીના મૌલિક ચિંતનનો આ અણમોલ થાળ છે. જેન હોય કે જૈનેતર હોય સહુના ચિત્તને શાંતિ, આનંદ અને પ્રસન્નતાથી ભરી દેનારું આ ચિંતનપૂર્ણ સાહિત્ય છે.
જીવનકલા” પણ એક પોકેટબુક છે. જેને પરમાત્માએ બતાવેલ ઢંગે જીવવું છે, જેને ઇન્દ્રિયના વિષયોના ઉપભોગમાં અરુચિ જાગી છે, ઉન્નત વિચારોની સૃષ્ટિમાં વિચરવું છે, એ આત્માઓ માટે આ પોકેટબુક શુભ ઉદ્દબોધન છે.
આ. શ્રી શાન્તિસૂરિજીએ ધર્મરત્ન' ગ્રંથમાં જીવન જીવવાની કળાનું અદ્ભુત આલેખન કર્યું છે. પણ તે પ્રાકૃત ભાષામાં હોવાથી સર્વે જન સમજી શકે તે માટે ગુજરાતીમાં જીવન જીવવાની કળા” નાની પુસ્તિકા સ્વરૂપે રચના કરી છે. આ પુસ્તિકામાં બતાવેલા માર્ગો સરળ-સચોટ છે. જેમ કે વ્રતગ્રહણ માટે કહે છે કે માણસ નળનો ઉપયોગ ન કરતો હોય છતાંય એને કર તો ભરવો જ પડે છે. પરંતુ નગરપાલિકાને નોટિસ આપીને ઉપયોગ ન કરે તો કર ભરવો પડતો નથી. તેમ પ્રતિજ્ઞા એ નોટિસ છે. પાપને પ્રતિજ્ઞાની નોટિસ આપો પછી એ પાપ તમને ન લાગે.
પૂ. મહારાજશ્રીએ ગંભીર ચિંતન કરીને શ્રી નવકારમાં નવ રસોનું દર્શન કર્યું છે અને “રસગંગા પોકેટ બુક દ્વારા આપણને દર્શન કરાવ્યું છે. ધીરજલાલ ટોકરશી શાહે આ બુકની મોટી પ્રસ્તાવનામાં લખ્યું છે કે “નમસ્કાર – રસગંગા જૈનશાસ્ત્ર પ્રસિદ્ધ નમસ્કારના સ્મરણ-ચિંતનથી નવે રસનું સાતત્ય અનુભવી શકાય એવું માર્ગદર્શન આપનારી એક અવનવી આ કૃતિ છે અને તે રસપિપાસુઓ દ્વારા અત્યંત આદર પામશે એમ માનવું વધારે પડતું નથી.”
હું જ ખોવાઈ ગયો છું. એ પુસ્તક અભિનવ શૈલીનું પુસ્તક છે. પૂજ્યશ્રીનું આંતર-ચિંતન-મનન શબ્દસ્થ બનીને આ પુસ્તકમાં પ્રગટ થયેલું છે. અર્વાચીન ભાષામાં આ ચિંતન વિશેષ મધુર અને સ્વાદિષ્ટ બન્યું છે. આ પુસ્તકમાં પોતાના ખોવાઈ જવાની વાત એક પોકાર રૂપે, એક આંતરનાદ રૂપે રજૂ થાય છે. તેમનું એક quatation અહીં લખવાની ઇચ્છા મને થઈ રહી છે. ખરેખર, હું ખોવાઈ ગયો છું. હવે હું ભવની ભુલભુલામણીમાં ખૂબ અકળાયો છું. માટે પરમાત્માને પોકારીને કહું છું “મને શોધી કાઢો અને તમારી પાસે લઈ લો.’
સ્વને ખોળવાની વાત તમને આ પુસ્તકના પાને પાને મળે છે. ક્યાંક દષ્ટાંતો દ્વારા, ક્યાંક કાવ્યો દ્વારા, ક્યાંક ચિંતન અને મનન દ્વારા એ વાત શબ્દબદ્ધ થઈ છે. ૨૫૬ કે ૧૯મી અને ૨૦મી સદીના જૈન સાહિત્યનાં અક્ષર-આરાધકો