________________
બતાવે’, ‘સમાધાન’, ‘પર્વ પ્રવચન માળા’, ‘પીઓ અનુભવ રસપ્યાલા' (અધ્યાત્મ વિવેચન), ધર્માં, સરણ, પવજ્જામિ' (ભાગ ૧-૨-૩-૪), ‘શાંત સુધારસ પ્રવચનો’ (ભા. ૧-૨-૩-૪) ‘શ્રાવક જીવનનાં પ્રવચનો' (ભાગ ૧-૨-૩-૪) તેમ જ મીઠી મીઠી લાગે છે મુનીવરની દેશના' જેવા સુંદર પ્રવચનાત્મક પુસ્તકો આપણને ધર્મના સ્વરૂપે સમજવામાં એક માર્ગદર્શક તરીકેની ભૂમિકા ભજવે છે.
મીઠી મીઠી લાગે છે મુનિવરની દેશના સં. ૨૦૩૫માં પ્રકાશિત થયું. ઇન્દોરના ચાતુર્માસ દરમિયાન તેઓશ્રી હરીભદ્રસૂરિ રચિત ધર્મબંદુ' ગ્રંથને આધારે આપેલ પ્રવચનો આ પુસ્તક રૂપે પ્રગટ થયા. તે જ રીતે જીવનને જીવી તું જાણ’ પણ ‘ધર્મબિંદુ' ગ્રંથ આધારિત તેઓશ્રીનાં પ્રવચનોનું પુસ્તક છે. આ પ્રવચનો હિંદી ભાષામાં આપ્યા હતા ત્યાર બાદ તેનો સરળ, સુબોધ ભાષામાં ગુજરાતી અનુવાદ થયો, અને પુસ્તક રૂપે આપણને સાંપડ્યો, ગૃહસ્થ ધર્મના ૩૫ ગુણોમાંથી પહેલા બે ગુણોનું વિસ્તૃત વિશ્લેષણ વિશદને રસપૂર્ણ વિવેચન કરતા ૧૪ પ્રવચનોનો આ સંગ્રહ છે. ગૃહસ્થજીવન અને સાધુજીવનની ખૂબ જ ઝીણવટભરી છણાવટ કરી છે.
આ. શ્રી હરીભદ્રસૂરિ વિરચિત ધર્મબિંદુ’ ગ્રંથના ત્રીજા અધ્યાય ઉપર પૂ. શ્રી આપેલા પ્રવચનો શ્રાવક જીવન’ (ભા. ૧, ૨, ૩, ૪) પ્રવચનો મૂળ હિંદી ભાષામાં અપાયેલાં છે. એનો ભાવાનુવાદ ડૉ. પ્રહૂલાદ પટેલે કર્યો છે અને સંપાદન મુનિ ભદ્રબાહુએ કર્યું છે.
જે કોઈ સ્ત્રી-પુરુષને શ્રાવક-શ્રાવિકા સાચા અર્થમાં બનવું છે, તેમના માટે આ ‘શ્રાવક જીવન’ના ચારે ભાગ માર્ગદર્શક બનશે. પ્રિયદર્શને સરળ છતાં રોચક અને પ્રેક ભાષામાં આ પ્રવચનો આપેલા છે. અનેક રસમય પ્રાચીન-અર્વાચીન દૃષ્ટાંતોથી, તર્ક-દલીલોથી અને વર્તમાન પરિસ્થિતિઓની પર્યાલોચનાઓથી આ પ્રવચનો રસપૂર્ણ બનેલાં છે. સંસારમાં રહીને પણ ક્રમિક આત્મવિકાસની કેડીએ કેવી રીતે અગ્રેસર થવું એનું સર્વાંગસુંદર નિરૂપણ આ ગ્રંથમાં જોવા મળે છે. ‘ધર્મબિંદુ’ ભારતીય સંસ્કૃતિના સૂત્રાત્મક સાહિત્યમાં મૂર્ધન્યસ્થાને મૂકી શકાય તેવો ગ્રંથ છે. આ ગ્રંથ ઉપર પ્રવચનમાળા શરૂ કરીને તેઓશ્રીએ એક યુગવર્તી કાર્ય કર્યું છે. મૂળ કૃતિના પેલા ગાંભીર્યને સરળતમ શૈલીમાં લોક્ભોગ્ય બનાવ્યું છે.
‘શાંત સુધારસ’ મહોપાધ્યાય શ્રી વિનયવિજયજીની અદ્ભુત અને અનુપમ રચનાનું તેઓશ્રીને એમના દીક્ષાજીવનના પ્રારંભિક વર્ષોથી આકર્ષક રહ્યું હતું. આખો ગ્રંથ કંઠસ્થ કરીને ગાવામાં નિજાનંદની અનુભૂતિનો આછેરો અણસાર પણ જોયો, જાણ્યો અને માણ્યો પણ છે. આ ગ્રંથની ગાથાઓ, ભાવનાઓ ઉપર પ્રવચનો કર્યાં છે. ૧૬ ભાવનાઓ ઉ૫૨ કુલ ૭૨ પ્રવચનો હિંદીમાં આપ્યાં છે. જેનો ગુજરાતીમાં અનુવાદ પ્રહ્લાદ પટેલે કર્યો છે. પ્રસ્તુત ગ્રંથ ત્રણ ભાગમાં છે. ‘શાંત સુધારસ' (ભા. ૧-૨-૩) વિનયવિજયજી કૃત ‘શાંત સુધારસ’ ગ્રંથ ૨૫૦૦ વર્ષના સંસ્કૃત-પ્રાકૃત ભાષાના ઇતિહાસમાં આવી વૈરાગ્યભરી અને અધ્યાત્મપૂર્ણ મહાકાવ્ય પૂ. આચાર્યશ્રી ભદ્રગુપ્તસૂરીશ્વરજી મહારાજ (પ્રિયદર્શન) - ૨૫૫