________________
| વિ.સં. ૨૦૦૮ પોષ વદ ૫ ૧૮ વર્ષની ઉંમરે દીક્ષા રાણપુર સૌરાષ્ટ્રમાં. આચાર્ય શ્રી વિજયપ્રેમસૂરીશ્વરજી મહારાજ સા.ના હસ્તે દીક્ષા ગ્રહણ કરી પૂ. શ્રી ભુવનભાનુવિજયજીના શિષ્ય બન્યા, મુનિ શ્રી ભદ્રગુપ્તવિજયજી.
દીક્ષા જીવનના આરંભથી જ ગુરુદેવોના માર્ગદર્શન નીચે અધ્યયન-અધ્યાપન. ૪૫ આગમોના અધ્યયન ઉપરાંત દાર્શનિક, ભારતીય અને પાશ્ચાત્ય તત્ત્વજ્ઞાન, કાવ્ય-સાહિત્ય વગેરે માઈલસ્ટોન વિતાવતી એમની યાત્રા સર્જનાત્મક ક્ષિતિજો તરફ વળી.
૨૦ વર્ષની ઉંમરે “મહાપંથનો યાત્રી' નામના પુસ્તકથી આ સર્જનયાત્રા શરૂ કરી હતી. લગભગ ૧૦૦ જેટલા પુસ્તકોનું સર્જન પૂજ્યશ્રીએ કર્યું છે. જાતજાતનું મૌલિક સાહિત્ય, જ્ઞાનસાર, પ્રશમરતિ જેવા ગ્રંથો પર તત્ત્વજ્ઞાનની સર્વગ્રાહી વિવેચના, જૈન રામાયણ વગેરે લાંબી કથાઓ, ટૂંકી વાર્તાઓ, કાવ્યગીતો, પત્રોના માધ્યમથી જીવનસ્પર્શી, સ્વચ્છ અને સ્વસ્થ માર્ગદર્શન – આમ સાહિત્યસર્જનની યાત્રા સમૃદ્ધ બનતી ગઈ. પ્રેમાળ સ્વભાવ, પ્રસન્ન અને મૃદુ-મધુર આંતરબાહ્ય વ્યક્તિત્વ અને સંઘશાસન માટે બહુજનહિતાય – બહુજનસુખાય એવી વિવિધ પ્રવૃત્તિઓ એમના જીવનનું મહત્ત્વપૂર્ણ પાસું છે.
નાના બાળકોના સંસ્કાર સર્જનમાં એમની રુચિ છે. પ્રવચન, વાર્તાલાપ, સંસ્કાર શિબિર, જાપ-ધ્યાન, અનુષ્ઠાન અને પરમાત્મભક્તિના વિશિષ્ટ આયોજનો એમનું બહુમુખી વ્યક્તિત્વ દર્શાવે છે. ગુજરાત, રાજસ્થાન, મહારાષ્ટ્ર, તામિલનાડુ, આંધ, મધ્યપ્રદેશ વગેરે પ્રદેશોમાં વિહારયાત્રા દ્વારા એમના હાથે અનેક ધર્મભાવનાના કાર્યો થયેલ છે.
‘અરિહંત' હિંદી માસિક પત્ર દ્વારા તથા “વિશ્વકલ્યાણ પ્રકાશન ટ્રસ્ટ મહેસાણા દ્વારા એમનું સાહિત્ય હિંદી, ગુજરાતી, અંગ્રેજી ભાષામાં નિયમિત પ્રગટ થતું રહ્યું હતું. “ભવના ફેરા' પુસ્તક લખ્યા બાદ પૂ.શ્રીએ પોતાનું તખલ્લુસ પ્રિયદર્શન રાખ્યું હતું.
કોલ્હાપુરમાં તેમને તા. ૪-૫-૮૭ના દિવસે આચાર્ય પદ પ્રદાન થયું હતું.
૧૯-૧૧-૧૯૯૯ના દિવસે શ્યામલ-અમદાવાદ ખાતે દેહવિલય થયો હતો. અસ્વસ્થ તબિયત વચ્ચે પણ તેઓએ સતત સાહિત્યસર્જનનું સાતત્ય જાળવી રાખ્યું છે. તેઓ પોતાની જ્ઞાન-ધ્યાનની યાત્રામાં હંમેશા મસ્ત રહેતા. “હું તો મારા મનને જ્ઞાનાનંદમાં રમતું રાખવા જ લખું છું. જેટલું તમે સારું લાગે તેટલું જ ગ્રહણ કરજો. આ પુસ્તકનો એકાદ શબ્દ, એકાદ વાક્ય કે એકાદ પ્રસંગ પણ તમારા આત્મવિકાસમાં સહાયક બનશે તો મને ઘણો આનંદ થશે. જોકે લખતાં લખતાં મેં ખૂબ જ આંતર પ્રસન્નતા તો મેળવી જ છે. મારા રુણ દેહમાં મારું મન સદૈવ પ્રસન્ન રહે, મારો આત્મભાવ નિર્મળ રહે તે માટે હું ઝઝૂમી રહેલો છું. સહુ જીવો શાંતિ પામો.. શાંતિ પામો. આ મારી આંતરભાવના છે.
૧૯૯૮માં પ્રકાશિત નવલકથા “મયણાની પ્રસ્તાવનામાં આચાર્ય શ્રી ૨૫૦ + ૧૯મી અને ૨૦મી સદીના જૈન સાહિત્યનાં અક્ષર-આરાધકો