________________
ભાષા સાહિત્યમાં તેમણે જૂની ગુજરાતીમાં ગદ્ય રૂપે ‘શ્રાવક વિધિ પ્રકાશ' નામના ગ્રંથની રચના કરી છે.
સં. ૧૮૮૨માં રૂપવિષ્યે ‘પૃથ્વીચંદ્ર ચરિત્ર’, સંવત ૧૮૯૭માં ભટ્ટારક પદ પ્રાપ્ત કરનાર ખરતર જિનહેમસૂરિના શિષ્ય સિદ્ધાંત રત્નાવલી’ લખેલ છે. આ શતકમાં ગુજરાતી કવિઓમાં લબ્ધિવિજ્ય, પદ્મવિજય, ભાણવિજય, વિજયલક્ષ્મીસૂરિ, ઉત્તમવિજય, કાંતિવિજય, વીરવિજય, દીપવિજય, રામવિજય, રૂપવિજય, રૂપમુનિ, પ્રેમમુનિ વગેરે. વીરવિજ્ય તો જૈનોના દયારામ છે. ગરબી જેવાં ગીતો, પૂજાઓ, સ્નાત્ર, રાસાઓ વગેરે રચેલા છે.
આ જ શતકમાં લોકકથા સાહિત્યમાં ગુજરાતી ભાષામાં વિ.સં. ૧૮૨૫ પહેલા ક્ષેમહર્ષે ચંદન મલયાગિરિ', ભાણવિજ્યે સં. ૧૮૩૦માં વિક્રમ પંચદંડ રાસ’ વગેરે તથા ઐતિહાસિક સાહિત્યમાં સં. ૧૮૦૨માં ઉદયસાગર, માણિક્યસાગર, વિ બહાદુર’ દીપવિજ્યે ‘સુરત, ખંભાત, જંબુસર, ઉદયપુર, ચિતોડ’ આ પાંચ શહેરો પર ગઝલો, મોટો સોહમકુલ પટ્ટાવલી રાસ', વીરવિજ્યે સં. ૧૮૬૦માં સ્વગુરુ શુભવિજ્ય ૫૨ ‘શુભવેલી'ની રચના કરેલી છે. ગદ્ય સાહિત્યમાં સં. ૧૮૦૧માં જીવવિજ્યે ‘કર્મગ્રંથ', દીપવિજ્યે સં. ૧૮૭૬ પછી નવ બોલની ચર્ચા’ પ્રશ્નોત્તર સમુચ્ચય' રચ્યું છે.
૨૦મી સદીમાં ખાસ નોંધવા જેવી સંસ્કૃત કે પ્રાકૃત કૃતિ જોવામાં આવી નથી. જૂની પદ્ધતિ ૫૨ કવિતા રચનારા થોડા ભાષા કવિઓમાં ચિદાનંદ (કપૂરવિય) સં. ૧૯૦૭, બાલચંદ-૧૯૦૭, વિજ્ય સં. ૧૯૧૦, રંગવિજ્ય ૧૯૪૭, જિનદાસ ૧૯૩૦, મણિચંદ્ર ગોરજી હુલાસચંદ્ર ૧૯૪૭
અર્વાચીન શુદ્ધ અને શિષ્ટ ગુજરાતીમાં લખનાર પ્રસિદ્ધ વ્યક્તિઓ ડાહ્યાભાઈ ધોળશાજી નાટા૨ અને રાયચંદ કવિ અધ્યાયી ફિલસૂફ. ચિદાનંદજીએ મિશ્ર ભાષામાં અધ્યાત્મકૃતિઓ પદ્યમાં રચી છે. હુકમમુનિએ દ્રવ્યાનુયોગ અને અધ્યાત્મને લક્ષીને અનેક કૃતિઓ ગદ્યપદ્યમાં ગૂર્જર ભાષામાં રચી છે. વિજ્ય રાજેન્દ્રસૂરિએ અભિધાન રાજેન્દ્ર કોષની રચના કરી છે.
૨૦મી સદીના પ્રસિદ્ધ જૈનાચાર્ય આત્મારામજીએ ‘સત્તરભેદી પૂજા', ‘વીસસ્થાનક પૂજા', ‘અષ્ટપ્રકારી પૂજા'ની રચના કરી છે. ઉપરાંત ‘સમ્યક્ત્વ શલ્યોહાર' નામનું ખંડનાત્મક પુસ્તક પણ રચ્યું છે. ‘અજ્ઞાન તિમિર ભાસ્કર' ગ્રંથ, ‘જૈનમતવૃક્ષ’ નામના ઐતિહાસિક ગ્રંથની પણ રચના કરી છે.
શ્રીમદ્ રાજચંદ્ર, કવિ કુલ કિરીટ લબ્ધિસૂરિ મહારાજ સા., આચાર્ય શ્રી ભદ્રગુપ્તસૂરિજી મહારાજ સા. (પ્રિયદર્શન), કનકચંદ્રસૂરિ ૨૦મી સદીના મહાન સાહિત્યકાર ગણી શકાય. ૨૦મી સદીનો તેજસ્વી તારલો એટલે આચાર્ય શ્રી ભદ્રગુપ્તસૂરિ મહારાજ સા. પ્રિયદર્શન)
પૂ. આચાર્ય શ્રી ભદ્રગુપ્તસૂરીશ્વરજીનો જન્મ વિ.સં. ૧૯૮૯ શ્રાવણ સુદ ૧૨, માતા હીરાબહેન તથા પિતા મણિભાઈ. જન્મ સ્થળ મહેસાણા (ગુજરાત) પૂ. આચાર્યશ્રી ભદ્રગુપ્તસૂરીશ્વરજી મહારાજ (પ્રિયદર્શન) + ૨૪૯