________________
7 7 વિપ્રયોTM નામક લેખમાં તારાબહેન સંસ્કૃતના સમર્થ નાટાર ભવભૂતિનાં 'ત્તર રામચરિત' નાટકમાં સીતાએ રામ માટે ઉચ્ચારેલા શબ્દોનો પુનરુચ્ચાર કર્યો હતો. મુદ્દો યથા મેં અન્માન્તરેપુ ત્વમેવ મí 1 = વિપ્રયોળઃ ।' ‘જન્મજન્માંતરમાં તમે જ મારા પતિ હો, આપણો કદીય વિયોગ ન થાવ.' રામ પ્રત્યે સીતાનું કેટલું ઉન્નત વલણ ! ત્યારે તારાબહેને કહ્યું હતું કે, “મને અઢળક સ્નેહ, સુખ અને શાંતિ આપનાર મારા પતિ ડૉ. રમણભાઈને આ શબ્દો હું ન કહી શકું” તેમણે આગળ લખ્યું હતું કે વિદ્યાર્થીપ્રિય અધ્યાપક તરીકે, એન.સી.સી.ના ઑફિસર તરીકે, સમાજસેવક તરીકે, લેખક તરીકે, ભક્ત તરીકે, સાધક તરીકે કે બાળકોથી વીંટળાયેલા દાદાજી તરીકે, મને તેમના દરેક સ્વરૂપ ગમ્યાં છે. છેલ્લા કેટલાક વર્ષો તારાબહેન તથા રમણભાઈ સંસારમાં રહેતા હોવા છતાંય, ગૃહસ્થ કરતાં સહયાત્રિકની જેમ જીવ્યાં. બાહ્ય દૃષ્ટિએ કંઈ ખાસ ફરક ન દેખાય પરંતુ આંતરિક દૃષ્ટિએ ઘણો મોટો ફરક પડે.
૧૨મી જુલાઈ, ૨૦૦૯ના પરોઢિયે જ્યારે ૮૦ વરસની વયના માતૃતુલ્ય તારાબહેન વિશ્વના અણુ અણુને સમર્પાઈ ગયા ત્યારે, શ્રી મુંબઈ જૈન યુવક સંઘના માસિક મુખપત્ર ‘પ્રબુદ્ધ જીવન'ના માનદ તંત્રી શ્રી ધનવંતભાઈ શાહે ‘અમારા તારાબહેન’ નામક તંત્રીલેખની શરૂઆત કવિ ન્હાનાલાલની આ પંક્તિઓથી કરેલ : માતા-ભગિની, પરમ પાવનકારી શ્રાવિકા
કલ્યાણિની ! ગૃહિણી, ઓ ! પ્રભુપ્રેમી આર્યાં !
અમારા કુળમાં, બીજે, જ્યાં હો ત્યાં ત્યાં; ઓ તપસ્વિની ! નમો-નમો, મહાદેવી ! ઓમ નમો, કુલ યોગિની.
અસામાન્ય એવા આપણા સ્વજન પ્રો. તારાબહેન રમણલાલ શાહ સામાન્ય બનીને જીવ્યા. કૃષ્ણમૂર્તિએ કહ્યું છે કે, ‘અસામાન્યની કક્ષાએ પહોંચી સામાન્ય બનીને રહેવું, જીવવું બહુ કપરું હોય છે.' પણ આપણા તારાબહેને એ શક્ય કરી બતાવ્યું.
આ સંશોધનાત્મક નિબંધની પૂર્ણાહુતિ પૂજ્ય મહાવીર ભગવંતે પ્રરૂપેલ અને પ્રોફેસર તારાબહેન રમણલાલ શાહે જેને પોતાના જીવનમંત્ર તરીકે પ્રસ્થાપિત કરેલ . શ્લોકથી કરું છું.
जरा जाव न पीलेइ
वाही जाव न वड्ढइ ! जाविंदिया न हायंति
ताव धम्मं समायरे !!
જ્યાં સુધી ઘડપણ સતાવતું નથી,
જ્યાં સુધી ઇન્દ્રિયોની શક્તિ ક્ષીણ થઈ નથી ત્યાં સુધી સારી રીતે
૨૪૬ + ૧૯મી અને ૨૦મી સદીના જૈન સાહિત્યનાં અક્ષર-આરાધકો