________________
નગરી, પૂર્વ દેવભવનું આયુષ્ય, ગર્ભવાસ માસ-દિવસ, જન્મ કલ્યાણક, જન્મ નક્ષત્ર, દિક્ષા નક્ષત્ર, કેવળજ્ઞાન નક્ષત્ર, રાશિ, ગણ, વંશ, ગોત્ર, યોનિ, કુમાર અવસ્થા, રાજ્ય અવસ્થા, પદવી, માતા-પિતાની ગતિ, વિવાહિત કે અવિવાહિત, પત્નીનું નામ, દીક્ષા કલ્યાણક, દીક્ષાનગરી, દીક્ષાભૂમિ, સહદીક્ષા, દીક્ષા વખતે બેઠેલા તે શિબિકાનું નામ, દીક્ષાનો સમય, દીક્ષા સમયનું તપ, દીક્ષા પછી પ્રથમ પારણાનું દ્રવ્ય, પ્રથમ ભિક્ષાદાતા, છઘ0 કાળ, કેવળજ્ઞાન કલ્યાણક, કેવળજ્ઞાન નગરી, કેવળજ્ઞાન ભૂમિ, કેવળજ્ઞાન સમયનું તપ, જ્ઞાનવૃક્ષની ઊંચાઈ, પ્રથમ દેશનાનો વિષય, ગણધર સંખ્યા, મુખ્ય ગણધર, પ્રથમ શિષ્ય-શિષ્યા, મુખ્ય ભક્ત રાજા, કેવળજ્ઞાની, મન:પર્યવજ્ઞાની, અવધિજ્ઞાની, ચૌદ પૂર્વધર, વૈક્રિય લબ્ધિધર, સાધુસાધ્વી, શ્રાવક-શ્રાવિકાઓની સંખ્યા, નિર્વાણ કલ્યાણક, નક્ષત્ર, રાશિ, આસન, તપ, કુલ દીક્ષાપર્યાય, આયુષ્ય, નિર્વાણભૂમિ, સહનિવણ, નિવણવેળા તથા નિવણ પછી આંતરાની સંપૂર્ણ વિગતોનો સમાવેશ કરવામાં આવ્યો છે.
આ ઉપરાંત, આ પુસ્તકમાં ગઈ ચોવીશી તથા આવતી ચોવીશીના તીર્થકરોના લાંછન, શરીરની ઊંચાઈ, આયુષ્ય, કોનો જીવ હાલ ક્યાં છે તથા વીસ વિહરમાન જિનેશ્વરો તથા ઉત્કૃષ્ટ કાળે વિચરેલા ૧૭૦ તીર્થકરોની સંપૂર્ણ માહિતી આપવામાં આવી છે. ઉપરાંત, પરિશિષ્ટમાં અતિ ઉપયોગી એવી અરિહંત પરમાત્માના બાર ગુણ, તીર્થંકર પરમાત્માના અતિશયો, તેમની વાણીના પાંત્રીસ ગુણ, તેમની માતાના સ્વપ્ન, પૂર્વ ભવના દીક્ષાગુરુ, મહાવિદેહ ક્ષેત્રમાં તીર્થકરો, તેમના પૂર્વભવ તથા શાશ્વતા જિનચૈત્ય તથા તેમાં રહેલી પ્રતિમાઓની સંખ્યા, વર્તમાન ચોવીસીના તીર્થકરોના યક્ષ-યક્ષિણીની માહિતી તથા શ્રી મહાવીર સ્વામીના ગણધરો અને ૬૩ શલાકાપુરુષો સંબંધિત માહિતી આપીને આ ગ્રંથને એક દળદાર સંગ્રહવાલાયક ગ્રંથ બનાવવામાં આવ્યો છે.
/ તારાબહેન રમણલાલ શાહનું અંતિમ પુસ્તક એટલે : પ્રબુદ્ધ ચરણે. આ પુસ્તકમાં જિનશાસનના પ્રભાવશાળી એવા પાંચ મહાપુરુષના જીવનેચરિત્રો આલેખવામાં આવ્યા છે. ૧. આર્ય વજસ્વામી, ૨. અધ્યાત્મવીર શ્રીમદ રાજચંદ્ર, ૩. પ્રજ્ઞાચક્ષુ પંડિત સુખલાલજી સંઘવી, ૪. આત્મદર્શી પ્રતિભાવંત શ્રી રાકેશભાઈ ક્વેરી અને ૫. શ્રદ્ધેય વિદ્વાન શ્રી રમણલાલ ચી. શાહ તારાબહેને સમયે સમયે આ ચારિત્રો આલેખ્યાં હતાં, પરંતુ તે જુદાં જુદાં સામયિકોમાં છપાયાં હોઈ તેમની ઈચ્છા હતી કે આ બધા જ ચારિત્રો એકસાથે પુસ્તકરૂપે છપાય. આ કાર્યનો પ્રારંભ કરતા પૂર્વે જ શ્રીમતી તારાબહેનનું દુઃખદ અવસાન થયું. આ તેમની અંતિમ ઇચ્છા તેમના સુપુત્રી શૈલજાબહેનને ખ્યાલ હોઈ તેમણે આ કાર્ય સહર્ષ સ્વીકારીને પૂર્ણ કર્યું.
સમયે સમયે જિનશાસનમાં અનેક પ્રભાવક પુરુષો થયા છે જેમના જીવન અને કવનથી જિનશાસન ગૌરવવંતુ બન્યું છે. આર્ય વજસ્વામીનું જીવન, વૈરાગ્ય, જ્ઞાન અને પ્રભાવ અદ્દભુત હતા. ભગવાન મહાવીર સ્વામીના નિર્વાણ પછી એમના
પ્રોફેસર તારાબહેન રમણલાલ શાહ + ૨૪૧