________________
માત્ર પાંચ રાત્રિીઓમાં જ પાંડવો પોતાના અજ્ઞાતવાસમાંથી પ્રગટ થાય તો તેમને અડધું રાજ્ય આપવાની શરતનું સુંદર વર્ણન કરવામાં આવ્યું છે. પ્રતિમા' નાટકનું કથાવસ્તુ રામાયણમાંથી લેવામાં આવ્યું છે. આમાં રામના રાજ્યાભિષેકથી માંડી વનમાંથી પાછા ફરે છે ત્યાં સુધીની કથા ગૂંથવામાં આવી છે. મોસાળેથી પાછા ફરતા ભરતને દશરથ રાજાના મૃત્યુનો ખ્યાલ નથી, પરંતુ, તે રાજધાનીમાં પ્રવેશતાં પહેલાં સૂર્યવંશી સ્વર્ગસ્થ રાજાઓની પ્રતિમાઓના પ્રાસાદમાં દશરથ રાજાની પ્રતિમા જોતાં જ મૂછ પામે છે, તેથી આ નાટકનું નામ પ્રતિમા રાખવામાં આવ્યું છે. ત્રીજા નાટક પ્રતિજ્ઞાયૌગંધરાવણમાં તત્કાલીન સમાજ જીવનનું પ્રતિબિંબ પડે છે. વીરરસ પ્રધાન આ નાટકનું સંયોજન લેખકે રસિક રીતે કર્યું છે. “સ્વપ્નવાસવદત્તા” એ ભાસનું એક ઉત્તમ અને સફળ નાટક છે. સમાલોચનારૂપી અગ્નિમાં ભાસના નાટકોનો સમૂહ નાખવામાં આવ્યો ત્યારે એ અગ્નિ સ્વપ્નવાસવદત્તાને બાળી શક્યો નહીં એટલે આ ભાસનું સુંદર, સફળ અને શ્રેષ્ઠ નાટક ગણાય છે.
સન ૧૯૫૮માં તારાબહેને સાહિત્ય, છંદ અને અલંકાર ખંડ ૧-૨ પ્રગટ કર્યા જેમાં મહત્ત્વના આદિ કવિઓ જેવા કે નરસિંહ મહેતા, મીરાંબાઈ, અખો, પ્રેમાનંદ, શામળ, દયાનંદ વગેરેનું જીવન તેમ જ તેમની કૃતિઓનું વિવેચન કર્યું છે તથા છંદ, અલંકાર વગેરેનું ઝીણવટભર્યું નિરૂપણ કર્યું છે. આ પુસ્તક પ્રગટ થયાની સાથે જ એમ.એ.ના પાઠ્યક્રમમાં સ્થાન પામ્યું, જે તેમની આગવી સિદ્ધિ અને એક સમર્થ જૈન શ્રાવિકાનું સાહિત્યક્ષેત્રે અનન્ય પ્રદાન ગણી શકાય.
સન ૧૯૮૯માં તારાબહેન લિખીત શ્રીમદ રાજચંદ્ર નામક પુસ્તિકા પરિચય ટ્રસ્ટના નેજા હેઠળ બહાર પાડવામાં આવી, જેની છ આવૃત્તિઓ થઈ. સન ૧૯૯૯માં તારાબહેને આર્ય વજસ્વામી નામક પુસ્તિકા બહાર પાડી. જોકે તેમના અવસાન બાદ પાછળથી નવેમ્બર, ૨૦૦૯માં આ બંને પુસ્તિકાનો સમાવેશ શ્રી મુંબઈ જૈન યુવક સંઘ પ્રકાશિત પ્રબુદ્ધ ચરણેમાં કરવામાં આવ્યો છે.
આ પુસ્તિકાઓ પછીનું તેમનું પુસ્તક એટલે આપણા તીર્થકરો. આ પુસ્તકને આપણે આપણા તીર્થકરો વિશેની તમામ માહિતી પૂરી પાડતો એક એન્સાયક્લોપીડિયા જેવો ગ્રંથ કહી શકીએ. આપણા તીર્થકરો વિશે વિવિધ પ્રકારની પ્રકીર્ણ પારિભાષિક માહિતી આપતો, સંદર્ભ ગ્રંથની ગરજ સારે એવો, સંકલનના પ્રકારનો આ ગ્રંથ છે. એક જ સ્વતંત્ર ગ્રંથમાં એક જ સ્થળે આ બધી માહિતી સાંપડી રહે એવા શુભ આશયથી તેમણે આ ગ્રંથનું સંકલન કર્યું છે. એ માટે તેમણે પ્રવચન સારોદ્વાર તથા સપ્તતિશતસ્થાનક પ્રકરણ જેવા અનેક ગ્રંથોનો આધાર લઈને આ ગ્રંથને પ્રમાણભૂત બનાવવાનો સફળ પ્રયાસ કર્યો છે.
આ ગ્રંથમાં વર્તમાન ચોવીશીના તીર્થકરોના માતા-પિતા, લાંછન, જન્મસ્થળ, જન્મદેશ, યક્ષ-યક્ષિણી, શરીરની ઊંચાઈ, વર્ણ, ચ્યવન કલ્યાણક, ચ્યવન નક્ષત્ર, કયા લોકથી અવન, ભવ સંખ્યા, તીર્થંકર નામકર્મની નિકાચનાનો ભવ, પૂર્વભવ
૨૪૦ + ૧લ્મી અને ૨૦મી સદીના જૈન સાહિત્યનાં અક્ષર-આરાધકો