________________
અલંકરણ આપ્યું હતું અને કહ્યું હતું કે, “ફક્ત વિદ્વાન અથવા ભાષ્યકાર અથવા ધ્યાનસાધના કરનારને જ હું મહાપ્રજ્ઞ નથી માનતો. મારી દષ્ટિમાં મહાપ્રજ્ઞ એને કહી શકાય જેનામાં વિદ્યાનો પૂરો સમાવેશ થયો હોય અને સાથે સાધનાનો સમાગમ હોય. મુનિ નથમલજીમાં જ્ઞાન, ધ્યાન અને સાધનાનો ત્રિવેણી સંગમ છે.”
- ઈ. સ. ૧૯૭૯માં એમને યુવાચાર્ય પદ પર પ્રતિષ્ઠિત કરવામાં આવ્યા. યુવાચાર્ય મહાપ્રજ્ઞ'નું સાહિત્ય ગુજરાતી ભાષામાં, “અનેકાન્ત ભારતી પ્રકાશન (અમદાવાદ) દ્વારા શુભકરણ સુરાણાએ પ્રકાશિત કર્યું છે, જેમાં ૧૦૦ જેટલા પુસ્તકો પ્રકાશિત થઈ ચૂક્યાં છે.
૧૯૮૯થી મહાપ્રજ્ઞજી આંતરરાષ્ટ્રીય ભારતીય દર્શન કૉંગ્રેસની કાર્યકારિણીના સન્માનિત સભ્ય હતા. જૈન યોગના ક્ષેત્રમાં કરવામાં આવેલા ઉલ્લેખનીય કાર્યથી ૧૨ સપ્ટેમ્બર ૧૯૮૯માં તેમને જૈન યોગના પુનરુદ્ધારક સન્માનથી વિભૂષિત કરવામાં આવ્યા. ૧૯૯૪માં એક અજબ ઘટનામાં નવમાચાર્ય તુલસીએ પોતાના આચાર્ય પદનો સ્વેચ્છાએ ત્યાગ કરી મહાપ્રજ્ઞજનો તેરાપંથ સંપ્રદાયના દશમા આચાર્ય તરીકેનો પદાભિષેક કર્યો. ૪. વિદ્વાનોની નજરે
જૈન વિદ્વાન પંડિત દલસુખભાઈ માલવણિયા લખે છે. “મુનિ શ્રી નથમલજી (આચાર્ય મહાપ્રજ્ઞ)ની સાથે મારો પરિચય બહુ જૂનો છે. અમે આપસમાં વાદવિવાદ પણ કર્યો છે. આ પ્રસંગોમાં એમનો વર્તાવ વિદ્વાન જનોચિત અને અદ્વિતીય હતો. મેં એમને હંમેશ પ્રસન્ન જ જોયા છે. વિનમ્રતા અને ગુરુ પ્રતિ સમર્પણભાવ એ એમની બે વિશેષતા છે. આચાર્ય તુલસીએ જૈન સમાજને ઘણું આપ્યું છે પણ મુનિ નથમલજી આચાર્ય મહાપ્રજ્ઞ બનીને એનાથી પણ વધારે કેવલ જૈન સમાજને જ નહીં પણ સમગ્ર ભારતીય સમાજને આપશે એમાં કોઈ સંદેહ નથી.”
શ્રી કસ્તુરભાઈ લાલભાઈએ પોતાની અભિનંદના વ્યક્ત કરતાં કહેલું છે. મને એ જાણી પ્રસન્નતા થઈ છે કે આચાર્ય તુલસીજીએ મહાપ્રજ્ઞજીને પોતાના ઉત્તરાધિકારી ઘોષિત કર્યા છે. મારી હજારો વંદના.”
આવા અધ્યાત્મયોગી, વયોવૃદ્ધ અને જ્ઞાનવૃદ્ધ આચાર્ય મહાપ્રજ્ઞ કોઈ વ્યક્તિ નહોતા, વિચાર હતા; એવો વિચાર કે જે ક્ષેત્ર અને કાળની સીમાઓમાં ક્યારેય બંધાતો નથી. તેઓ જ્ઞાનના જળાશય નહીં, સોત હતા. જળાશયમાં દરેક વખતે સ્વચ્છ પાણીની પ્રાપ્તિ શક્ય નથી હોતી. એ શક્તિ તો ગહન સોતમાં જ હોય છે. આચાર્ય મહાપ્રજ્ઞ એક એવા સોતા હતા જે અસંખ્ય લોકોની તરસ ઉત્પન પણ કરતા અને બુઝવતા પણ હતા.
પ્રસિદ્ધ સાહિત્યકાર જૈનેન્દ્રકુમારે એમને એક “અનૂઠા અનાગ્રહી ચિંત’ તરીકે બિરદાવ્યા છે. ગુજરાતી જૈન અગ્રણી ડૉ. કુમારપાળ દેસાઈ એમને “જ્ઞાનદર્શનચારિત્રના ત્રિવેણીસંગમ' માને છે. અને કહે છે કે, “એમની પ્રત્યેક પ્રવૃત્તિમાં
પ્રખર જૈન સાહિત્યકાર અધ્યાત્મયોગી આચાર્ય મહાપ્રજ્ઞ + ૨૧૧