________________
સાચો ધર્મ છે. તામસિક અને પાશવિક વૃત્તિઓના પરિમાર્જન માટે એમણે પ્રાયોગિક ધર્મનું સ્વરૂપ પ્રેક્ષાધ્યાનના રૂપમાં પ્રસ્તુત કર્યું. આગમ સાહિત્યમાં ઊંડું અનુસંધાન કરી બાન-પ્રક્રિયાના સૂત્રોનું ગહન અન્વેષણ કરી અને આજના મનોવૈજ્ઞાનિક શાસ્ત્રનો આધાર લઈ એમણે ધર્મ અને વિજ્ઞાનનો સુંદર સુમેળ રચ્યો છે. પોતાના શરીરને પ્રયોગશાળા (લેબોરેટરી) બનાવી બાન-સાધનાના અનેક પ્રયોગો કર્યા. મહિનાઓ સુધી એકાંતમાં રહીને એમણે આ સંપૂર્ણ દાર્શનિક – વૈજ્ઞાનિક પદ્ધતિ, સર્વાગીણ વિકાસયોગ્ય બનાવી, જગત સામે રજૂ કરી. આજે આ પ્રેક્ષાધ્યાનની પ્રાયોગિક સાધના દેશવિદેશમાં સફળતાથી થઈ રહી છે. આજ સુધીમાં ૫૦૦થી વધુ પ્રેક્ષાધ્યાન શિબિરો દ્વારા હજારો લોકોએ પોતાના જીવનમાંથી શારીરિક, માનસિક અને ભાવનાત્મક તણાવો દૂર કરી શાંતિ અને આનંદનો અનુભવ કર્યો છે. અંતઃસ્ત્રાવી ગ્રંથિઓ (endocrine glands)ના પ્રવાહો અને ચૈતન્ય કેન્દ્રો પર પ્રેક્ષા અને અનુપ્રેક્ષાના પ્રયોગથી સેંકડો સાધકો નિષેધાત્મક (negative) ભાવોને વિધેયાત્મક (positive) ભાવોમાં પરિવર્તિત કરવામાં સફળ રહ્યા છે. ૨. સાહિત્યસૃજન
આચાર્ય મહાપ્રજ્ઞ ઉચ્ચ કોટિના ચિંતક અને મનીષી હતા. એમણે વ્યક્તિગત, સામાજિક, રાષ્ટ્રીય અને વૈશ્વિક સમસ્યાઓનું ચિંતન કરી, એને માટે સમાધાન પણ આપ્યું. આરોગ્ય માટે મહાવીરનું આરોગ્યશાસ્ત્ર', ઇકોનોમિક્સ પર “મહાવીરનું અર્થશાસ્ત્ર', રાજકીય તંત્ર માટે લોકતંત્ર: નવી શક્તિ નવો સમાજ અને જૈનતત્ત્વ માટે જૈન દર્શન – મનન અને મીમાંસા' જેવા વિવિધ વિષયો પર ચિંતનશીલ પુસ્તકો લખ્યાં. મનની અશાંતિ અને ચિત્તની ચંચળતા દૂર કરવા તો પચાસેક ગ્રંથોની રચના કરી. સાહિત્યના ક્ષેત્રમાં આગમ સાહિત્ય પર અનુસંધાન કરી જૈનાગમોના અનુવાદનું અને સંપાદનનું ભગીરથ કાર્ય કર્યું છે જે માટે જૈન સમાજ એમનો ઋણી છે. જૈન આગમોમાં સૌથી પ્રાચીન તેમ જ ગૂઢ મનાતા, આચારાંગ સૂત્ર પર એમણે સંસ્કૃતમાં પ્રથમવાર “આચારાંગ ભાષ્ય' લખ્યું, જેમાં એમણે સ્વપ્રજ્ઞાથી કેટલાંય ગૂઢ રહસ્યોને ઉદ્ઘાટિત કર્યા. મહાવીરના દર્શનની સાંપ્રત સંદર્ભોમાં – અહિંસા, પર્યાવરણ, સૃષ્ટિ, વિજ્ઞાન આદિની નવી પ્રસ્થાપના કરી. કુશળ સાહિત્યકાર મહાપ્રજ્ઞ એક સંવેદનશીલ કવિ પણ હતા. સંસ્કૃતના તો આશુ કવિ હતા. “સંબોધિ' એમની કાવ્યધારાનું વિરલ સર્જન છે, જેમાં મહાવીર અને મેઘકુમારના સંવાદથી સંસ્કૃત ભાષામાં જેનદર્શનના ઊંડા સિદ્ધાંતો એમણે સમજાવ્યા છે. આ રચનાને જૈન ધર્મની ગીતા કહી શકાય. આ ઉપરાંત સંસ્કૃતમાં રચાયેલું ઋષભાયણ' પ્રથમ તીર્થંકરના જીવનનું સચોટ દર્શન કરાવે છે. ૩. મુનિ નથમલમાંથી આચાર્ય મહાપ્રજ્ઞ
આવા મહાન દાર્શનિક, ચિંતક, વૈજ્ઞાનિક, ત્યાગી યોગીની અંતર્દષ્ટિ અને પ્રજ્ઞાનું મૂલ્યાંકન કરી ઈ. સ. ૧૯૬૮માં આચાર્ય તુલસીએ એમને મહાપ્રજ્ઞનું ૨૧૦ + ૧૯મી અને ૨૦મી સદીના જૈન સાહિત્યનાં અક્ષર-આરાધકો