________________
સરસ્વતીની કૃપા કેવી અને કેટલી બધી મળી હતી એની ઝાંખી કરાવી જાય છે. નાનો બાળક શું સમજી શકે? સ્કૂલમાં શી રીતે ભણી શકે? આ પ્રશ્નોના જવાબ પણ તેમની આત્મકથામાં સચોટ રીતે મળે છે.
પોતાની આત્મકથાના માત્ર બે પાનામાં પોતાના વિચારો રજૂ કરતા લખે છે – આજે શિક્ષણ વધ્યું છે એવી બૂમો સંભળાય છે પણ તેમાં વાસ્તવિક દૃષ્ટિએ જે “આત્માને સુસંસ્કારિત કરે તે શિક્ષણ નથી વધી શક્યું. તેથી જ આજે જૈન સંઘમાં મોટે ભાગે ઘેરઘેર જૈન બાળકો જૈનત્વની મીઠી સુવાસથી લગભગ વંચિત રહેવા પામ્યા છે. તેઓ જણાવે છે કે આપણાં પવિત્ર ધર્મસ્થાનોમાં જનારાઓની સંખ્યાબળમાં માનનાર વર્ગને કદાચ આત્મસંતોષમાં ઉમેરો થશે, પણ માત્ર સંખ્યાની જ વૃદ્ધિ કંઈ એટલી એવી સમૃદ્ધિ નથી કે ધાર્મિકતાના સાચા તત્ત્વનું રક્ષક બની શકે. પરિણામે તેઓ જણાવે છે કે ભૂતકાળના આત્માઓમાં કદાચ અજ્ઞાનતા હશે, પણ ભદ્રિતા અને સંસ્કારિતા તો અવશ્ય હતા.
ઘણાં વર્ષો તેઓએ વિવિધ સામયિકોમાં વિવિધ વિષયો પર મનનીય સેંકડો લેખો લખ્યા છે, જે જૈન જગતમાં અત્યંત લોકપ્રિય બન્યા છે. પ્રેમ વાણીનો પ્રતિકાર' નામના પુસ્તકમાં તેઓશ્રીએ પોતાના વિચારો અને કડવી વાતોને મીઠાશથી પણ નીડરપણે રજૂ કરી છે. તેઓ કલમના કસબી હતા. લેખનકળાની સુંદર હથોટી હતી. ભાષામાં માધુર્ય, શબ્દવૈભવ અને ઐતિહાસિક વિષય પર પણ પ્રકાશ પાથરવાની ખૂબી તેઓશ્રીના સંસ્કારદીપ', “દીપમાળા' જેવા સંખ્યાબંધ પુસ્તકોમાં જોવા મળે છે.
પરમ પૂજ્ય આચાર્યશ્રી પદાર્થના મર્મ સુધી પહોંચતા જે તેઓશ્રીના મૌલિક ગ્રંથો, અનુવાદ ગ્રંથો લેખો વગેરેમાં દેખાય છે. આજે પણ તેમના અનુવાદ શત્રુંજય માહાભ્ય, શ્રાદ્ધવિધિ, ધન્ય ચરિત્ર વગેરે ગ્રંથો હોંશ અને રસપૂર્વક વંચાય છે. એમાંય એમના હૃદયમાં ઓતપ્રોત થયેલી વિતરાગ પ્રત્યેની ભક્તિથી શ્રી ઉપમિતિ ભવ પ્રપંચા કથા, શ્રી ત્રિષષ્ઠી શલાકા પુરુષ ચરિત્ર વગેરે મહાશાસ્ત્રોમાંથી વીતરાગ પ્રભુની સ્તુતિઓ – ઉપદેશો વગેરે તારવીને એ સંગ્રહનું ગ્રંથ રૂપે સંપાદન પણ એમણે સુંદર રીતે કર્યું.
કલ્યાણ પત્રિકામાં તેઓ પુસ્તકોનો સ્વીકાર-સમાલોચના વિભાગ લખતા. તેઓશ્રીના લેખોથી ખ્યાલ આવે છે કે માત્ર જૈનદર્શનનું જ નહીં, પણ બીજા દર્શનનુંય તેમને જ્ઞાન હતું. તેમની ભાષા સાહિત્યસભર હતી. તેઓશ્રી જુદાજુદા ઉપનામોથી તેમ જ પોતાના નામ સાથેના વિવિધ લેખો લખતા. લગભગ ૫૦ ગ્રંથોની રચના કરી સાહિત્યની સુંદર સેવા બજાવી. અનેકવિધ લેખો દ્વારા શાસનના મૂંઝવતા પ્રશ્નો – શંકા સમાધાન વગેરે અનેક રસપ્રદ સામગ્રીથી તેમના સાહિત્યને સમૃદ્ધ બનાવ્યું.
તેઓ સ્વમાં રત છતાં સર્વના બની ચૂકેલા એક સાહિત્યકાર ગણાય.
૨૦૪ + ૧૯મી અને ૨૦મી સદીના જૈન સાહિત્યનાં અક્ષર-આરાધકો