________________
અવલોકન, કલ્પના એ વાર્તાઓનું ઉગમસ્થાન છે. જીવનમાંથી અનુભવાતી લાગણીઓને આ સમર્થ સાહિત્યકારે નવરસમાં સમાવી લીધી છે. તેમની કેટલીક વાર્તાઓ મધ્યયુગીન છે. જ્યારે કેટલીક વાર્તાઓ ભગવાન મહાવીરના સમયથી માંડીને વિક્રમની બીજી સદી સુધીનાં લગભગ સાતસો વર્ષને સ્પર્શે છે. બધી વાર્તાનું મૂળ બહુધા જૈન સાહિત્ય જ છે.
તેમની કેટલીક વાર્તાઓનાં મુખ્ય પાત્ર ઐતિહાસિક છે. જેવાં કે કોણિક, ચેટક, હલ્લબિહલ્લ, મૃગાવતી, શકટાળ, આર્યરક્ષિત, ઉદયનમંત્રી, આર્યભટ્ટ જેવા અને તેની સાથે સંકળાયેલ હકીકતો કેટલાંક અંશે ઐતિહાસિક છે અને તે વાર્તાઓનું મૂળ જૈન પ્રાચીન સાહિત્યમાં જોવા મળે છે. કેટલીક વાર્તાનાં મૂળ જૈન આગમમાં પણ છે. જેમ કે નંદિષણ, સંયતિરાજ, કપિલકુમાર, ધન્નાશાલિભદ્ર, શાલ મહાશાલ વગેરે.
તેમની વાર્તામાં વી૨૨સ છલકાય છે ભલે એ રસ જુદીજુદી રીતે જુદેજુદે માર્ગે કે પ્રસંગે તીવ્રતમ રૂપે આવિર્ભાવ પામતો હોય અને તેનું મૂળ ઉત્સાહમાં છે. ક્યારેક એ રણાંગણમાં કે વિરોધી સામે પ્રજ્વલી ઊઠે છે. જેમ કે ‘માનવની મહાયાત્રા’ સંગ્રહની ‘રણશય્યા’ વાર્તામાં લખે છે એ આતશને જલતો રાખવા કેટલાય વીર નરોએ હસતે મોંએ પોતાનાં જીવનની આહુતિ આપી હતી. અજયપાળનાં અત્યાચારનો અંધકાર ખાળવા અનેક નરોએ બલિદાનનાં કોડિયામાં પોતાનાં રૂધિરનાં તેલ પૂરી દીધાં હતાં.' ક્યારેક દાન અને ત્યાગને માર્ગે, ક્યારેક પ્રેમ અને પરિત્રાણને રસ્તે તો ક્યારેક બીજા સદ્ગુણો દ્વારા તેમની ભાવનાઓ પ્રગટે છે. વળી ગાંધીયુગીન જૈન સાહિત્ય એટલે મહદ્અંશે નિષ્ઠાથી ઓપતું અને છલકાતું સાહિત્ય તેમજ નૈતિક અને આધ્યાત્મિક જીવન મૂલ્યો પ્રત્યેની આસ્થા, આશા એ સાહિત્યના પ્રાણતત્ત્વો હતાં. તેમની કેટલીક વાર્તાઓમાં આ ગાંધીયુગીન સાહિત્યની ઝલક જોવા મળે છે.
–
તેઓશ્રીએ જૈન ગ્રંથો કે જૈન કથાઓ ઉપરાંત ઇતિહાસમાં ઘટેલી સત્ય, શીલ, શૌર્ય અને સંસ્કારિતાનો સંદેશો આપતી ઘટનાઓનો ઉપયોગ કરી તેમાંથી સરસ કથાઓ સર્જી છે. વળી તેમણે પોતાને થયેલાં કેટલાંક પ્રેરણાદાયી સ્વાનુભવોને કથાવાર્તાનો ઘાટ આપ્યો છે. નારીકથાઓ, શીલકથાઓ, ઇતિહાસકથાઓ, ધર્મકથાઓ, શૌર્યકથાઓ આલેખી છે અને સત્ય બનાવોને પણ સુરેખ વાર્તાદેહ આપ્યો છે.
જૈન સાહિત્યની અસ્મિતા અને ભારતીય સંસ્કૃતિના પ્રબળ પુરસ્કર્તા શ્રી રતિભાઈએ સાહિત્ય, સંસ્કાર, શિક્ષણ, ધર્મ આદિ ક્ષેત્રોમાં વિવિધ પ્રવૃત્તિઓ સાકાર કરી જીવનનાં અનેક બિંદુને સ્પર્શી તેને શબ્દોથી શણગાર્યાં છે અને કાર્યથી અજવાળ્યા છે.
તેઓની સાહિત્યસાધનાએ જૈન સાહિત્યની વિપુલતામાં ખૂબ મહત્ત્વનો
૧૭૨ - ૧૯મી અને ૨૦મી સદીના જૈન સાહિત્યનાં અક્ષર-આરાધકો