________________
સર્જન કર્યું, આટલા લોકપ્રિય થયા છતાં સુંદર વ્યક્તિત્વ વિકસાવેલું.
સરળતા, સાદગી, અહમ્રહિતતા, નમ્રતા, સચ્ચાઈ જેવા ગુણોને તેમણે પોતાના જીવનમાં તો ઉતાર્યાં જ હતા, પરંતુ લોકો પણ એ રીતે જીવે તો જ સુખી થઈ શાંતિ અને સમાધિનો અનુભવ કરી શકે એ વાત તેઓ બરાબર જાણતા હોવાથી તેમણે પોતાના લેખોમાં એ બાબતને પ્રાધાન્ય પણ આપ્યું.
તેઓએ જે ક્ષેત્રમાં કામ કર્યું ત્યાં તેમણે ખૂબ જ સુંદર રીતે નામ પણ ઉજ્જ્વળ કર્યું. પોતે સંસારમાં હોવા છતાં કાદવમાં જેમ કમળ અલિપ્ત રહે છે તે રીતે સંસારને ક્યારેય પોતાના હૃદયમાં સ્થાન આપ્યું નહિ. અંતિમ સમય સુધી તંદુરસ્ત રહી જેમણે સમાજને શિષ્ટ સાહિત્યનું ભાથું આપ્યું જ રાખ્યું એવા મહાન સાહિત્યકાર શ્રી મોહનલાલ ચુનીલાલ ધામી સાહિત્યગગનના તેજસ્વી તારક હતાં તેમ કહીશું તો ખોટું નહિ ગણાય. અંતે આવા મહાન સાહિત્યકારના સર્જનને સો સો સલામ આપી મારી લેખનીને વિરામ આપીશ.
સંદર્ભગ્રંથઃ
(૧) સ્મરણ માધુરી, (૨) રૂપકોશા ભાગ ૧-૨, (૩) વેળા વેળાની વાદળી, (૪) વિશ્વાસ, (૫) બંધન તૂટ્યા ભાગ ૧-૨-૩: નવયુગ પ્રકાશન, લે. મો. ચુ. ધામી
શ્રીમતી પારૂલબહેન ભરતકુમાર ગાંધી ‘ઉષા-સ્મૃતિ’ ૧, ભક્તિનગર સોસાયટી,
જૈન ઉપાશ્રય પાસે, 218512-360002
081-2222795 M.9824485410
સુપ્રસિદ્ધ નવલકથાકાર શ્રી મોહનલાલ ચુ. ધામી + ૧૬૭