________________
સાહિત્ય રચના :
સાહિત્ય રચનામાં વિશેષ ભાગ ભજવે છે. વર્તમાન સમય, જનતાની માંગ, જનતામાં કયું તત્ત્વ ઘટે છે ? મારે શું આપવું જોઈએ ? જનતાની બુદ્ધિ મર્યાદા કેટલી છે ? આ બધી પરિસ્થિતિના વિચારપૂર્વક સાહિત્યકાર સાહિત્યસર્જન કરવા પ્રેરાય છે કેમ કે આવું સાહિત્ય ચિરંજીવ બને છે. | મુનિશ્રી જેમ આગમ અને ન્યાયના અભ્યાસી છે તેમ લોકમાનસના પણ સારા અભ્યાસી છે. સાહિત્યકાર થવાની શક્તિ મુનિમાં છે. ગુરુની પ્રેરણા મળી જનતાની માંગ વધી. મુનિની જ્ઞાનગંગા કલમ દ્વારા વહેવા લાગી. તેઓ કલમ દ્વારા ઈચ્છતા હતા અધ્યાત્મવાદનું – અધ્યાત્મ સંસ્કૃતિનું - અધ્યાત્મી જગતનું મંડન. સાત્ત્વિકભાવના સ્વામી મુનિવરો જે સાહિત્ય રચે તે પણ સાત્ત્વિક જ હોય એ સ્વાભાવિક છે. | મુનિશ્રી રચિત સંસ્કૃત સાહિત્ય અતિવિશાળ અને ઉમદા છે. મુનિશ્રીએ બહુ સુંદર શૈલીએ ગૂંથ્યા છે કથા, વૈરાગ્ય, પ્રભુભક્તિ, આગમ અને ન્યાયના વિષયોને. મુનિની માભોમ ગુર્જરી છે, તો સાહિત્યભોમ પંજાબ છે.
પૂ. આચાર્ય મહારાજશ્રીએ ૫૮ વર્ષના દીર્ઘ દીક્ષા પર્યાયમાં ૩૮ જેટલા અનુપમ ગ્રંથોની રચના, સંકલના અને સંપાદન કર્યું છે. ગુજરાતી હિંદી, ઉર્દૂ અને સંસ્કૃત ભાષામાં પણ તેમણે વિવિધ વિષય પર વિવિધ ગ્રંથો રચ્યા છે. પૂર્વાચાર્યના દાર્શનિક ગ્રંથોનું મહાન ભગીરથ પ્રયત્નથી સંપાદન કર્યું છે અને અનેક ગ્રંથોનું સંકલન કર્યું છે. આટઆટલા વિશાળકાય ગ્રંથોના સંપાદન, સંકલન અને નવરચના કરવામાં કેટકેટલો પુરુષાર્થ આદર્યો હશે ! કેટકેટલાં શાસ્ત્રોનું અધ્યયન અને નિરીક્ષણ કર્યું હશે ! સરસ્વતી પણ કેટલી પ્રસન્ન હશે ! આળસ એમના અંગમાં નહોતી, પ્રમાદને તેઓ જાણતાં નહોતાં. ભવ્ય જીવોના કલ્યાણની ભવ્ય ભાવના તેમની રગેરગમાં ભરી હતી ત્યારે જ તેઓશ્રી આવા ઉત્તમ કોટિના ગ્રંથોની રચના કરી શક્યા છે. તેમાંના કેટલાક ગ્રંથો લોકભોગ્ય છે. કેટલાક વિદ્વદભોગ્ય છે અને કેટલાક તો કાશીના દિગ્ગજ પંડિતોને પણ કઠિન પડે તેવા ઉચ્ચ કોટિના છે. ગદ્યપદ્યમાં રચેલી તેઓશ્રીની સંસ્કૃત કૃતિઓ :
(૧) મેરુ ત્રયોદશી કથા પદ્ય). (૨) વૈરાગ્ય રસ મંજરી (પદ્ય) (૩) તત્ત્વન્યાયવિભાકર (ગદ્ય) (૪) તત્ત્વન્યાયવિભાકર – સ્વોપજ્ઞટીકા (૫) ચૈત્યવંદન સ્તુતિ ચતુર્વિશતિ (૬) સ્તુતિ ચતુર્વિશિકા (૭) શુકરાજ કથા (૮) દ્વાદસાર નયચક્રના ટીપ્પણો
કવિ કુલકિરીટ પૂ. આ. શ્રી લબ્ધિસૂરીશ્વરજી મહારાજ • ૧૦૭