________________
કવિવર્ય નાનચંદ્રજી મ.સા.નું જૈનસાહિત્યમાં યોગદાન
- મધુ બરવાળિયા
વાળિયા
મુબઈ સ્થિત ડૉ. મધુબહેન જી. બરવાળિયાએ હિન્દી સાહિત્યમાં Ph.D. કર્યું છે. જૈનદર્શનના પરિપ્રેક્ષ્યમાં “શાકાહાર', “અધ્યાત્મ સુધા અને અધ્યાત્મસૂર’ તેમના દ્વારા સંપાદિત પુસ્તકો છે. સં.
સંતો, મહંતો અને વીરોની ભૂમિ સૌરાષ્ટ્ર. આ પુણ્યભૂમિ સૌરાષ્ટ્રમાં અન્ય પ્રદેશોની સરખામણીમાં સૂકા ગણાતા ઝાલાવાડનું એક નાનકડું ગામ એ સાયલા.
આ ગામના લાલા ભગતથી પ્રભાવિત થયેલ આસપાસના વિસ્તારની જનતા આ સાયલાને ભગતના ગામથી જ ઓળખતા હતા.
આ ગામમાં જેચંદ જસરાજનું જૈન વણિક કુટુંબ. એ કુટુંબના પાનાચંદભાઈ અને રળિયાતબહેન બંને વિરલ દંપતી. પાનાચંદભાઈ ધર્મ પરાયણ અને નીતિનિષ્ઠ તેવા જ રળિયાતબાઈ ભદ્રહૃદયા અને દયાળુ.
સંવત ૧૯૩૩નો શિયાળાનો સમય અને રળિયાતબાઈની કુક્ષિમાં પુત્રરત્નનો જન્મ થયો. નામ પાડ્યું નાગરદાસ.
સ્થાનકવાસી સંતો આ ગામમાં આવતા બાળક નાગરને કુતૂહલ થતું મહારાજ સાહેબ આવા કપડા કેમ પહેરે છે? શું વાંચે છે? વગેરે. વડીલો બાલસહજ જિજ્ઞાસા સંતોષતા.
પાંચ વર્ષની ઉંમરે નાગરે માતા રળિયાતબાનું છત્ર ગુમાવ્યું. નાગર પાસે સાયલાની તાલુકાશાળામાં શિક્ષણ લીધું. એક વાર ગામમાં એક સાધુ આવેલ તે બીમાર પડે છે ત્યારે જ નાગરદાસ ભાભુ સાંકળીમા સાથે ઉપાશ્રયે ગયા. સાધુને ઝાડા ઊલટી થયાં, પણ સાંકળીમા કશું કરી શકતા નથી અને નાગરને સમજાવે છે કે એક સ્ત્રી સાધુને અડી ન શકે તેથી તે સાફ કરી શકતા નથી. સાધુના કોઈ શિષ્ય પણ નથી. એ સમયે ઉલ્લાસભાવથી નાગર સાધુની સેવા વૈયાવચ્ચ કરે છે. નાગર ઉપાશ્રયે આવતા સાધુની જીવનચર્યા અને સામાયિક અંગે જાણે છે, વ્યાખ્યાનો સાંભળે છે.
નાગરદાસની ૧૩-૧૪ વર્ષની ઉંમર. સાયલામાં મુનિ ચતુરલાલ અને જીવણજી મ.સા. પધારે છે. એ વખતે નાગરદાસ અને તેના પિત્રાઈ ભાઈ જીવરાજ નિર્ણય
કવિવર્ય નાનચંદ્રજી મ.સા.નું જૈનસાહિત્યમાં યોગદાન + ૯૭