________________
અહો, સત્પરુષના વચનામૃત, મુદ્રા. સુષુપ્ત ચેતનાને જાગૃત કરનાર, પડતી વૃત્તિને સ્થિર રાખનાર દર્શનમાત્રથી પણ નિર્દોષ અપૂર્વ સ્વભાવને પ્રેરક સ્વરૂપ પ્રતીતિ, અપ્રમત સંયમ અને પૂર્ણ વીતરાગ નિર્વિકલ્પ સ્વભાવના કારણભૂત, છેલ્લે અયોગી સ્વભાવ પ્રગટ કરી અનંત અવ્યાબાધ સ્વરૂપમાં સ્થિતિ કરાવનાર ! ત્રિકાળ જયવંત વર્તા ૐ શાંતિઃ શાંતિઃ શાંતિઃ
પત્રક ૮૭૫) આ રીતે સર્વોત્કૃષ્ટ સિદ્ધિ અને સર્વોત્કૃષ્ટ શુદ્ધિ આપનાર સપુરુષના વચનામૃતનું માહાત્મ છે. સં ૧૯૫૫માં આ અમૃતપત્ર લખીને મુમુક્ષુ પર પરમ ઉપકાર કર્યો છે. શ્રીમદ્જીએ લખેલ સાહિત્ય સહુને હિતકારી અને કલ્યાણકારી થાઓ.
આવા મહાન જ્ઞાની, આત્મજ્ઞ સંતપુરુષ પરમકૃપાળુ શ્રીમદરાજચંદ્રને ભાવપૂર્વક વંદન કરી જીવન સફળ કરીએ.
સંદર્ભ ગ્રંથસૂચિ (૧) શ્રીમદ્ રાજચંદ્ર વચનામૃતઃ પ્ર. શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમ, અગાસ, ૧૯૮૧. (૨) શ્રીમદ્ રાજચંદ્રઃ સં. ગોપાલદાસ પટેલ (જીવનયાત્રા – વિચારરત્નો) (૩) શ્રીમદ્ રાજચંદ્ર જીવન-સાધના: મુકુલભાઈ કલાર્થી, પ્ર. શ્રીમદ્ રાજચંદ્ર
આશ્રમ, અગાસ, ૧૯૪૭. (૪) શ્રીમદ્ રાજચંદ્ર પ્રણીત આત્મસિદ્ધિ શાસ્ત્ર-ટીકાઃ ડૉ. ભગવાનદાસ મહેતા,
પ્ર. શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમ, અગાસ, ૧૯૯૪ (૫) ધર્મ અને દર્શન (દર્શન અને ચિંતન) ભાગ-૧: પંડિત સુખલાલજી (૬) શ્રીમદ્ રાજચંદ્ર જીવનકળા (૭) શ્રીમદ્ રાજચંદ્ર – અધ્યાત્મ જીવનગાથા સંગ્રહઃ ભોગીલાલ શેઠ, પ્ર.
શ્રેયસ પ્રચારક સભા, મુંબઈ, ૧૯૭૮. (૮) મોક્ષમાળા: શ્રીમદ્ રાજચંદ્ર પ્રણીતઃ પ્રકાશક: શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમ, અગાસ, ૧૯૮૪.
ડૉ. કોકીલા હેમચંદ શાહ મુંબઈ યુનિવર્સિટીના ભૂતપૂર્વ પ્રોફેસર ઓનરરી પ્રોફેસર કે. જે. સોમૈયા જૈન સેંટર, મુંબઈ શ્રીમદ્ રાજચંદ્રનું જૈન સાહિત્યમાં યોગદાન + ૬૩