________________
રાજકીય સ્થિતિ : ચૌલુક્ય વંશ
આ બલ્લાલ કણ તે સ્પષ્ટ કહી શકાતું નથી. એક મત પ્રમાણે બલાલને માળવાને રાજવી ગણવામાં આવ્યું છે. પરંતુ પુરાતત્ત્વ–સંશાધકોને મળવાનો પરમાર રાજાઓની વંશાવળીમાં બલ્લાલનું નામ મળતું નથી.૨૪ આથી શ્રી દુ. કે. શાસ્ત્રીના મત મુજબ માળવાન રાજા યશોધમ સિધ્ધરાજને હાથે કેદ થયા પછી તેનો પુત્ર જયવર્મા સંભવતઃ ગુજરાતના રાજાના સામંત તરીકે માળવામાં રાજ્ય કરતે હશે ત્યારે કદાચ ધારસમુદ્રના હોયસલ રાજા બલ્લાલેર ૨૫ (વીર–બલ્લાલ ૨ જાએ) કર્ણાટકના ચાલુક્ય સેનાપતિ બનીને નબળા પડી ગયેલા માળવાના રાજાને હરાવી પિતાની સત્તા સ્થાપી હશે. આ અંગે શ્રી ડી. સી. ગાંગુલી તક કરતાં કહે છે કે આ બલાલને કુમારપાલે મારીને આખા માળવા પર પિતાની સત્તા સ્થાપી અને માળવાને જુદા જુદા પ્રાંતોમાં વહેંચી નાંખ્યું હશે.૨૨૬
ઉપર જણાવેલી સંભાવનાના સમર્થનમાં કુમારપાલના મહાસાંધિવિગ્રહકનો ભીલાસા પાસે વિ.સં ૧૨૨૧ના ઉદયપુરના ઉદીલેશ્વરને દાન આપ્યાનો લેખ ટાંકી
શકાય.૨૨૭
ઉપરોક્ત પુરાવાને જોતાં એમ કહી શકાય કે કુમારપાલે બલ્લાલનો વિજ્ય કરી ઉદયપુર-ભીલસા પ્રદેશમાં પણ પિતાની આણ પ્રવર્તાવી હશે.
મહિલકાન–વધ = કુમારપાલના વર્ષ વગરના ધોળકામાંથી પ્રાપ્ત થયેલા શિલાલેખમાં કુમારપાલે મલ્લિકાર્જુનનો શિરચ્છેદ કર્યો હતો તેવા ઉલ્લેખ છે.
મલ્લિકાર્જુન એ ચૌલુક્ય રાજ્યની ઉત્તરમાં આવેલ શિલાહાર રાજ્યને રાજવી હતા. કુમારપાલના આ વિજ્યની વાત સાહિત્યમાં કરેલી છે અને તેમાં પણ આ પરાક્રમને સ્વીકારેલું છે. રીતિકૌમુદીમાં પણ તેના આ વિજ્યને નિર્દેશ થયેલે છે. ૪૨૮ આ પછી હેમચંદ્રાચાર્યે આનું વિસ્તારથી વર્ણન કરેલું છે. ૨૮ શ્રી રસિકલાલ પરીખને મતે કુમારપાલને આ અંતિમ વિજય હોઈ શકે ૨૩૦
સરનું બંડ સમાયુ
- ચૌલુક્યોના નફૂલના સામત આલ્હણદેવનાં વિ.સં. ૧૩૧૯ (ઈ. સ. ૧૨૬૩)ને સુંધાના લેખમાં જણાવ્યા પ્રમાણે આહણદેવે ગુજરેશની ઈચ્છાથી સૌરાષ્ટ્રના કુટિલ કાંટાને ઉખેડી નાંખ્યો.૨૩૧ આ આલ્પણુદેવને કિરાડુમાંથી વિ. સં. ૧૨૦૯ને લેખ મળે છે. આ લેખમાં તેણે પિતાને કુમારપાલને સામંત હોવાનું કહ્યું છે.૨૩૨ આ ઉપરાંત આલ્હણદેવના પુત્ર કાતિપાલને વિ. સં. ૧૨૧૮ને લેખ મળેલ છે તેમાં પણ આહણે સૌરાષ્ટ્રને હરાવ્યા હતા તેવા ઉલ્લેખે છે.”